Home International Green Signal For Indian Ships In The Strait Of Hormuz Iran Says India Is Our Frien

ભારત માટે રાહતના સમાચાર : સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ભારતીય જહાજોને ગ્રીન સિગ્નલ; ઈરાને કહ્યું- 'ભારત અમારો મિત્ર છે'

ભારત માટે રાહતના સમાચાર
Published by: OBS Bureau
Last Updated: Mar 13, 2026, 01:58 PM IST

Iran Safe Passage India: પર્શિયન ગલ્ફ (ઈરાની અખાત)માં વધી રહેલા તણાવ વચ્ચે ઈરાને ભારતને લઈને સકારાત્મક સંકેત આપ્યા છે. ભારતમાં ઈરાનના રાજદૂત મોહમ્મદ ફતહાલીએ જણાવ્યું હતું કે ભારત તેમનો મિત્ર દેશ છે અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (હોર્મુઝની સામુદ્રધુની) માંથી ભારતીય જહાજોને સુરક્ષિત રસ્તો આપવામાં આવશે. સાથે જ તેમણે ઉમેર્યું કે આ બાબતે ટૂંક સમયમાં જ સ્થિતિ વધુ સ્પષ્ટ થઈ શકે છે.

મિત્રતાને કારણે ભારતીય જહાજોને મળશે સુરક્ષિત માર્ગ

પત્રકારો સાથેની વાતચીત દરમિયાન ફતહાલીએ આ મુદ્દે સ્પષ્ટ સંકેત આપ્યો હતો. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું ભારતીય જહાજોને હોર્મુઝની સામુદ્રધુનીમાંથી સુરક્ષિત રીતે પસાર થવા દેવામાં આવશે, ત્યારે તેમણે જવાબ આપ્યો, "હા, કારણ કે ભારત અમારો મિત્ર છે. તમે આગામી બે-ત્રણ કલાકમાં જ આનું પરિણામ જોઈ શકશો."

પર્શિયન ગલ્ફમાં વધતા તણાવ વચ્ચે મહત્વનું નિવેદન

ઈરાનનું આ નિવેદન વર્તમાન ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિમાં અત્યંત મહત્વનું માનવામાં આવે છે. પર્શિયન ગલ્ફ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી તણાવ વધ્યો છે, જેના કારણે સમુદ્રી માર્ગોની સુરક્ષાને લઈને વિશ્વના અનેક દેશોમાં ચિંતા જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, હોર્મુઝની સામુદ્રધુની વિશ્વના સૌથી વ્યૂહાત્મક અને મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગોમાંની એક છે, જ્યાંથી મોટા પ્રમાણમાં વૈશ્વિક તેલ અને વ્યાપારી જહાજો પસાર થાય છે.

ભારત માટે રાહતના સમાચાર

ભારત માટે આ દરિયાઈ માર્ગ ખૂબ જ મહત્વનો છે કારણ કે દેશના મોટાભાગના વ્યાપારી જહાજો આ જ રૂટ પરથી અવરજવર કરે છે. આવી સ્થિતિમાં ઈરાન તરફથી મળેલું આ આશ્વાસન ભારત માટે મોટી રાહત સમાન છે. જોકે, રાજદૂતે આ બાબતે વધુ વિગતવાર માહિતી આપી નથી, પરંતુ તેમનું નિવેદન સ્પષ્ટ કરે છે કે ભારત અને ઈરાન વચ્ચે સમુદ્રી પરિવહન અને સુરક્ષાને લઈને સહયોગ યથાવત છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now