ગાંધીનગર ખાતે રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ તથા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ના સંયુક્ત ઉપક્રમે આયોજિત બે દિવસીય પર્યાવરણ કાર્યશિબિરનો સમાપન સમારોહ વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા અને રાજ્ય મંત્રી પ્રવિણ માળીની અધ્યક્ષતામાં યોજાયો હતો. કાર્યશિબિરમાં રાજ્યના પર્યાવરણીય પડકારો, નિયમનાત્મક સુધારા, સંસ્થાકીય ક્ષમતાવર્ધન અને ભવિષ્યલક્ષી આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
સમાપન પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે ગુજરાતને પ્રદૂષણમુક્ત બનાવવામાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ભૂમિકા સૌથી નિર્ણાયક સાબિત થવાની છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે વિકાસની ગતિ જાળવી રાખવાની સાથે સસ્ટેનેબિલિટી સુનિશ્ચિત કરવી અને કુદરતી સંસાધનોનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો એ સરકારની મુખ્ય પ્રાથમિકતા છે.
મંત્રીએ જણાવ્યું કે પર્યાવરણ વિભાગ અને GPCB હંમેશા સુધારાત્મક અભિગમ સાથે કાર્ય કરતા આવ્યા છે. ઉદ્યોગોના વિકાસ અને પર્યાવરણ સંરક્ષણ વચ્ચે સંતુલન જળવાઈ રહે તે માટે ટીમ વર્ક દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે ઉમેર્યું કે પર્યાવરણીય નિયમોનું પાલન કરનારા ઉદ્યોગોને વધુ પ્રોત્સાહન આપવાની દિશામાં GPCBની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે.
લ્યો બોલો આને કહેવાય 'કમનસીબ'!: અકસ્માતમાં ઘાયલ થયો અને એમ્બ્યુલન્સના અકસ્માતમાં જીવ ગુમાવ્યો
ઉદ્યોગો સાથે સંવાદ વધારવા પર ભાર
અર્જુન મોઢવાડિયાએ કાર્યશિબિરમાં હાજર અધિકારીઓ અને કર્મચારીઓને સંબોધતા જણાવ્યું કે આગામી સમયમાં પર્યાવરણ ક્ષેત્રે વધુ સકારાત્મક પરિણામો મેળવવા માટે ઉદ્યોગોના ‘મિત્ર અને માર્ગદર્શક’ તરીકે કાર્ય કરવું જરૂરી છે. ઉદ્યોગો સાથે સતત સંવાદ અને સહયોગ દ્વારા જ પર્યાવરણલક્ષી લક્ષ્યાંકો હાંસલ કરી શકાશે.
તેમણે વધુમાં જણાવ્યું કે કાર્યશિબિર દરમિયાન થયેલું મંથન ભવિષ્યના વિઝન પ્લાન માટે ઉપયોગી સાબિત થશે. આ વિઝન પ્લાનના આધારે અર્બન ડેવલપમેન્ટ, ઇન્ડસ્ટ્રીઝ, ટ્રાન્સપોર્ટ અને વોટર રિસોર્સીસ સહિતના વિવિધ વિભાગો પોતાના એક્શન પ્લાન તૈયાર કરી શકશે.
દિલ્હી અગ્નિકાંડમાં રસોઈયાએ કર્યું એવું કામ કે 21 લોકો જીવતા જ ફસાયા!: હોટલ ટ્રેજેડીમાં પોલીસની સામે આવ્યું ભયાનક સત્ય
નિયમોનું સ્વૈચ્છિક પાલન વધુ જરૂરી: વિનોદ રાવ
GPCBના અગ્ર સચિવ વિનોદ રાવે જણાવ્યું હતું કે બે દિવસના સઘન મંથન બાદ તૈયાર થયેલો તારણ અહેવાલ રાજ્યના પર્યાવરણ અને વિકાસના ભવિષ્ય માટે માર્ગદર્શક બનશે. તેમણે જણાવ્યું કે વન અને પર્યાવરણ વિભાગ પોતાની પ્રતિબદ્ધતા અને જવાબદારી માટે ઓળખાય છે.
વિનોદ રાવે ભારપૂર્વક જણાવ્યું કે પર્યાવરણના નિયમોનું પાલન માત્ર કોર્ટના આદેશોથી નહીં, પરંતુ સ્વૈચ્છિક રીતે થવું જોઈએ. તેમણે અમદાવાદના વટવા મોડેલને પ્રદૂષણ નિયંત્રણનું સફળ ઉદાહરણ ગણાવ્યું અને કહ્યું કે ભવિષ્યમાં નવી ઔદ્યોગિક વસાહતો માટે એવી યોજના હોવી જોઈએ જ્યાં CETP (Common Effluent Treatment Plant) જેવી સુવિધા ઉપલબ્ધ હોય, જેથી પ્રદૂષણનું અસરકારક મોનિટરિંગ શક્ય બને.
દંડાત્મક કાર્યવાહી કરતાં પ્રોત્સાહન પર વધુ ધ્યાન
અગ્ર સચિવે જણાવ્યું કે વડાપ્રધાન અને રાજ્યના મુખ્યમંત્રી બંને સસ્ટેનેબલ ડેવલપમેન્ટના મજબૂત સમર્થક છે. તેથી ભવિષ્યની નીતિઓ એવી હોવી જોઈએ જેમાં દંડાત્મક કાર્યવાહીને શક્ય તેટલી ઓછી રાખી નિયમોનું પાલન કરનારા ઉદ્યોગોને વધુ પ્રોત્સાહન આપવામાં આવે.
તેમણે સૂચન કર્યું કે સારું કાર્ય કરનારા ઉદ્યોગોને બિન-નાણાકીય પ્રોત્સાહનો જેમ કે પ્રમાણપત્રો, સન્માન અને જાહેર માન્યતા આપવામાં આવે તો અન્ય ઉદ્યોગો પણ પર્યાવરણલક્ષી ધોરણોનું પાલન કરવા પ્રેરિત થશે.
સાસુની સુંદરતા જોઈ જમાઈએ લોકલાજ ભૂલી કર્યા લગ્ન!: પવિત્ર સંબંધની મર્યાદા નેવે મૂકી, કોર્ટમાં લીધા સાત ફેરા
‘વિચાર યાત્રા’ તરીકે યાદ રહેશે કાર્યશિબિર
GPCBના અધ્યક્ષ આર.બી. બારડે કાર્યશિબિરના તારણો રજૂ કરતાં જણાવ્યું હતું કે આ કાર્યક્રમ માત્ર એક શિબિર નહીં, પરંતુ ભવિષ્યના ગુજરાત માટેની ‘વિચાર યાત્રા’ હતી. તેમણે જણાવ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં રાજ્યની પર્યાવરણીય સ્થિતિમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે.
તેમણે ઉમેર્યું કે આજે વિશ્વ આર્થિક વિકાસ અને પર્યાવરણીય સસ્ટેનેબિલિટી બંનેને સાથે લઈને આગળ વધી રહ્યું છે અને ગુજરાતે પણ સાબિત કર્યું છે કે વિકાસ અને પર્યાવરણ એકબીજાના વિરોધી નહીં પરંતુ પૂરક બની શકે છે.
જવાબદાર ગુજરાત તરફનું એક વધુ પગલું
કાર્યશિબિર દરમિયાન થયેલી ચર્ચાઓ અને મંથનના આધારે આગામી સમયમાં રાજ્યના પર્યાવરણ સંરક્ષણ માટે નવી દિશા અને વ્યૂહરચના તૈયાર કરવામાં આવશે. નિષ્ણાતોના મતે આ પહેલ ગુજરાતને માત્ર ઔદ્યોગિક રીતે અગ્રેસર રાજ્ય જ નહીં, પરંતુ પર્યાવરણ પ્રત્યે જવાબદાર અને સસ્ટેનેબલ વિકાસનું મોડેલ રાજ્ય બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.





