Home Utilities Government Will Give 15 Thousand Rupees Apart From Salary

પગારથી અલગ 15 હજાર રૂપિયા આપશે સરકાર : 1 ઑગસ્ટથી શરૂ થશે સરાકરની આ સ્કીમ

પગારથી અલગ 15 હજાર રૂપિયા આપશે સરકાર
Published by: OBS Bureau
Last Updated: Jul 11, 2025, 06:04 AM IST

સરકાર 1 ઓગસ્ટ, 2025થી દેશભરમાં નવી રોજગાર સહાય યોજના Employment Linked Incentive (ELI) શરૂ કરવા જઈ રહી છે. આ યોજનાનું મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોને નોકરી માટે પ્રોત્સાહિત કરવું, ભવિષ્ય માટે કુશળ કાર્યબળ તૈયાર કરવું, અને ઉદ્યોગોમાં રોજગાર સર્જનને આગળ ધપાવવું છે.

પહેલી નોકરી કરનારાઓને મળશે સીધી સહાય
આ યોજનાનો લાભ 1 ઓગસ્ટ 2025થી 31 જુલાઈ 2027 વચ્ચે નોકરીમાં જોડાવનાર યુવાનોને મળશે. સરકાર તેમનો PF ખાતું ખૂલ્યા પછી પહેલું નોકરીરૂપ પાત્ર માનશે.
જો કોઈ વ્યક્તિ નોકરીમાં જોડાઈ છે પણ તેનું PF ન કપાતું હોય, અને હવે PF હેઠળ આવે છે, તો તેને આ યોજના હેઠળ લાભ મળશે.
આ યોજના હેઠળ મહત્તમ ₹15,000 સુધીની સહાય સરકાર આપશે.

આ રકમ બે હપ્તામાં મળશે:

પહેલો હપ્તો – 6 મહિના પછી
બીજો હપ્તો – નાણાકીય સાક્ષરતા કાર્યક્રમ પૂરો કર્યા પછી

કંપનીઓને પણ મળશે પ્રોત્સાહન

ELI યોજના અંતર્ગત માત્ર યુવાનોને જ નહીં, પરંતુ કંપનીઓને પણ નાણાકીય સહાય મળશે.
કંપનીને દરેક પાત્ર કર્મચારી માટે દર મહિને ₹3,000 મળશે.
પગાર શ્રેણી પ્રમાણે સહાય જળવાઈ રહેશે:
પગાર ₹10,000થી ઓછો હોય તો અનુરૂપ રકમ
પગાર ₹20,000થી ₹1 લાખ વચ્ચે હોય તો પૂરા ₹3,000

શરત મુજબ:

કંપની EPFO હેઠળ રજિસ્ટર્ડ હોવી જોઈએ
50 કરતાં ઓછા કર્મચારીઓ હોય તો ઓછામાં ઓછા 2 નવા કર્મચારી,
50 કરતાં વધુ હોય તો 5 નવા કર્મચારી લેવું ફરજિયાત રહેશે
નવા કર્મચારીએ છ મહિના સુધી કંપનીમાં કામ કરવું ફરજિયાત રહેશે

મોટું બજેટ, મોટી યોજના

સરકારે આ યોજનામાં માટે ₹99,446 કરોડનું મોટું બજેટ ફાળવ્યું છે.
વિશ્લેષકો માને છે કે ELI યોજના માત્ર નોકરી મેળવવામાં મદદરૂપ નહીં થાય, પરંતુ નાના ઉદ્યોગોને પણ નવી ભર્થી કરવા માટે પ્રોત્સાહન આપશે. દેશના રોજગાર તંત્રમાં એ નોંધપાત્ર સુધારો લાવી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now