Home Utilities Government Scheme Pmjjby Scheme 2 Lakh Ruppes Cover Only At Just 436

માત્ર 436 રૂપિયામાં મેળવો 2 લાખનો ઈન્સ્યોરન્સ : જાણો શું છે પ્રધાનમંત્રી જીવન વીમા યોજના?

માત્ર 436 રૂપિયામાં મેળવો 2 લાખનો ઈન્સ્યોરન્સ
Published by: OBS Bureau
Last Updated: Feb 02, 2025, 09:50 AM IST

પ્રધાનમંત્રી જીવન વીમા યોજના એટલે કે PMJJBYએક સરકારી વીમા યોજના છે. કોઈ પણ પ્રકારના મૃત્યુમાં આ યોજના કવર થાય છે. દર વર્ષે આ યોજના માટે પ્રિમીયમ આપવું પડે છે જેની સામે 2 લાખ રૂપિયાનું કવર મળે છે. આ એક વીમા યોજના છે, જેમાં ઓછા પ્રિમીયમમાં જીવન કવચ મળે છે. 18થી 50 વર્ષની વયમાં આવતી કોઈપણ વ્યક્તિ પ્રિમીયમ લઈ શકે છે. આ યોજનાને લઈ કેટલીક જાણકારીઓ છે, તે તમારા કામ આવી શકે છે. ત્યારે એક એક સવાલ અને તેના જવાબ થકી મેળવીએ જાણકારી...

 

સવાલ- પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના શું છે?

જવાબ- આ એક વાર્ષિક ટર્મ જીવન વીમા યોજના છે, જે એક વર્ષ માટે કવર આપે છે. દર વર્ષે તેને રિન્યૂ કરી શકાય છે.

સવાલ- આ યોજનાથી કેટલા ફાયદા મળે, અને કેટલું પ્રિમીયમ ભરવું પડે?

જવાબ- આ યોજના અંતર્ગત વીમાધારકના મૃત્યુ પર રૂ.2 લાખની રકમ મળે છે. વર્ષનું પ્રિમીયમ માત્ર 436 રૂપિયા છે.

સવાલ- પ્રિમીયમની રકમ કેવી રીતે ભરવી?

જવાબ- વીમાધારકના બેન્ક એકાઉન્ટમાંથી કે પોસ્ટઓફિસ ખાતામાંથી પ્રિમીયમની રકમ ઓટો ડેબિટ થઈ જાય છે.

સવાલ- આ યોજનામાં સામેલ થવાની શરતો શું છે?

જવાબ- 18થી 50 વર્ષની વયમર્યાદામાં આવતી તમામ વ્યક્તિ આ યોજના માટે એપ્લાય કરી શકે છે.

સવાલ- વીમા કવર કેટલા વર્ષ માટે મળે છે ?

જવાબ- આ યોજનામાં એક વર્ષ માટે કવર મળે છે, અને દર વર્ષે તેને રિન્યૂ કરી શકાય છે.

 

સવાલ- પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વિમા યોજનામાં સામેલ થવાની અંતિમ તારીખ કઈ?

જવાબ- આ યોજનામાં સામેલ થવાની અંતિમ તારીખ દર વર્ષની 31 મે છે.

સવાલ- કોઈ આ યોજના અધવચ્ચે છોડી દે તો ફરી એકવાર તેમાં સામેલ થઈ શકે?

જવાબ- હા... થઈ શકાશે, ભવિષ્યમાં યોગ્ય પ્રિમીયમ ભરીને યોજનામાં સામેલ થઈ શકાશે.

 

સવાલ- શું આ યોજનામાં જોઈન્ટ એકાઉન્ટવાળા સામેલ થઈ શકે?

જવાબ- હા તમામ જોઈન્ટ એકાઉન્ટવાળા સામેલ થઈ શકે

 

સવાલ- શું NRI વ્યક્તિ પણ આ યોજનામાં સામેલ થઈ શકે?

જવાબ- હા જો કોઈ NRIનું બેક એકાઉન્ટ હોય તો તે આ યોજના માટે એપ્લાય કરી શકશે.

 

સવાલ- કુદરતી આપદાના કારણે મોત થાય તો વીમાકવર મળે?

જવાબ- આ યોજના કોઈપણ પ્રકારના મૃત્યુને કવર કરે છે.

 

સવાલ- આ યોજનામાં સામેલ થવા કયા ડોક્યુમેન્ટ્સ જોઈએ?

જવાબ- આ યોજનામાં સામેલ થવા માટે આધાર કાર્ડ અને બેન્ક એકાઉન્ટ ડિટેઈલ્સ હોવી જોઈએ.

 

સવાલ- શું આ યોજનાનો લાભ તમામ બેન્કમાંથી મળી શકે?

જવાબ- જીહા... આ યોજનાનો લાભ તમામ બેન્ક અને પોસ્ટઓફિસમાં મળે

 

સવાલ- મૃત્યુ બાદ પરિવાર કેવી રીતે વીમાની રકમ મેળવી શકે?

જવાબ- વીમા સંબધિત જરૂરી દસ્તાવેજો સાથે બેન્કનો સંપર્ક કરવો પડે

 

સવાલ- આ યોજનામાં સામેલ થવા માટે મેડિકલ ટેસ્ટ કરાવવા પડે?

જવાબ- ના, આ યોજના માટે કોઈ મેડિકલ ટેસ્ટ કરાવવાની જરૂર નથી

સવાલ- આ યોજનામાં વયમર્યાદાનો લાભ મળી શકે?

જવાબ- જે લોકો 50 વર્ષની વય પહેલા આ યોજનામાં સામેલ થયા હોય તે લોકો 55 વર્ષની વય સુધી લાભ લઈ શકે

 

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now