યમનમાં મૃત્યુદંડની સજા પામેલી ભારતીય નર્સ નિમિષા પ્રિયાને વિદેશ મંત્રાલયે મદદ કરવાનું આશ્વાસન આપ્યું છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે તે ભારતીય નર્સને સંપૂર્ણ મદદ કરશે. રાષ્ટ્રપતિ રશાદ અલ અલીમીએ યમનના નાગરિકની હત્યાના કેસમાં ભારતીય નર્સ નિમિષા પ્રિયાની ફાંસીની સજાને મંજૂરી આપી દીધી છે. આ અંગે મળતી માહિતી મુજબ, નિમિષાને એક મહિનામાં મોતની સજા સંભળાવવામાં આવી શકે છે.
આ મામલે ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે, અમારી પાસે નિમિષા પ્રિયા કેસની સંપૂર્ણ માહિતી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, પ્રિયાના પરિવાર ઘણા વિકલ્પો શોધી રહ્યા છે, અમે તેમને મદદ કરી રહ્યાં છીએ. અમે તેમને તમામ કાયદાકીય મદદ પૂરી પાડીશું. નિમિષા પ્રિયા 2017થી યમનની જેલમાં છે. જે નોકરી માટે યમન ગઈ હતી.
આ કારણે અપાઈ નિમિષા પ્રિયા ફાંસીની સજા
નિમિષા પર 2017માં યમનના નાગરિક અબ્દો મહદીની ઓવરડોઝ આપીને હત્યા કરવાનો આરોપ છે. માહિતી સામે આવી છે કે નિમિષાનો પાસપોર્ટ મહદી પાસે જમા છે. આવી સ્થિતિમાં પાસપોર્ટ પરત મેળવવા માટે તેણે મહદીની હત્યા કરી હતી. સુનાવણી દરમિયાન નિમિષાએ કોર્ટને કહ્યું કે મહદીએ તેને નકલી દસ્તાવેજો બનાવીને તેની પત્ની સાબિત કરી. આ પછી તે તેણીને ટોર્ચર કરતો હતો.
નિમિષાને 2020માં મળી ફાંસીની સજા
નિમિષાને ફરાર ન થાય તે માટે મહદીએ તેનો પાસપોર્ટ પોતાની પાસે રાખ્યો હતો. વર્ષ 2020માં કોર્ટે નિમિષાને મોતની સજા સંભળાવી હતી. હવે તેની સજાને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી દીધી છે. તમને જણાવી દઈએ કે, એપ્રિલમાં નિમિષાની માતા પ્રેમા કુમારી તેને યમન જેલમાં મળી હતી. જેલમાંથી પરત ફરેલી નિમિષાની માતાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કરીને પોતાની લાગણી વ્યક્ત કરી હતી. આ દરમિયાન તેમણે ભારત અને યમન સરકારનો પણ આભાર માન્યો હતો. ડિસેમ્બર 2023માં તેણે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને યમન જવાની પરવાનગી માંગી હતી. જેથી તે પોતાની પુત્રીની સજા માફ કરાવી શકે.

_8cda031e-0205-400e-a63a-bc27246262bf.jpg)




