Home Gujarat Government Has No Authority To Address Gas Shortage Dilip Sanghani

‘ગેસની અછત નિવારવા માટે સરકાર પાસે કોઈ સત્તા નથી’: દિલીપ સંઘાણી : 'યુદ્ધ બંધ ન થાય ત્યાં સુધી સપ્લાય નહિ, ઉદ્યોગ બંધ થશે તો ચાલશે, રસોડું ન થવું જોઈએ'

‘ગેસની અછત નિવારવા માટે સરકાર પાસે કોઈ સત્તા નથી’: દિલીપ સંઘાણી
Published by: OBS Bureau
| Last Updated: Mar 12, 2026, 10:55 AM IST

Commercial Gas Shortage: હાલ ઈઝરાયલ અને ઈરાન યુદ્ધને કારણે દુનિયાભરમાં એક પ્રકારે અરાજકતા વ્યાપી ગઈ છે. ક્રૂડ ઓઈલ હોય કે પછી ગેસની વાત હોય હાલ વૈશ્વિક બજારમાં પરિસ્થિતિ તંગ છે. આ સ્થિતિની વચ્ચે ગુજરાતમાં પણ રાંધણ ગેસની અછત ઉભી થઈ છે. જેમાં ખાસ કરીને કોર્મશિયલ ગેસ એટલેકે, હોટલોમાં કે કેન્ટીનોમાં કે પાણી-પીણીના સ્ટોલ પર વપરાશમાં લેવાતા LPG ગેસની ભારે તંગી ઉભી થઈ છે. પરિસ્થિતિ વધુ તંગ બને તો ઘર વપરાશના ગેસ પર પણ તેની અસર પડી શકે છે. એવામાં સુરતની મુલાકાતે આવેલાં ઈફ્કોના ચેરમેન દિલીપ સંઘાણીના એક નિવેદને સૌ કોઈને ચોંકાવી દીધાં છે.

ગુજરાતમાં કોમર્શિયલ ગેસની અછત વચ્ચે ઈફ્કોના ચેરમેન દિલીપ સંઘાણીએ સ્પષ્ટ જણાવ્યું છે કે હાલ સર્જાયેલી પરિસ્થિતિ સ્થાનિક કારણોસર નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય યુદ્ધ જેવી પરિસ્થિતિઓના કારણે સપ્લાય ચેઈન ખોરવાતા ગેસની અછત ઊભી થઈ છે. તેમણે કહ્યું કે સમુદ્રી માર્ગો પર પડેલી અસરને કારણે ગેસની સપ્લાયમાં અડચણો આવી રહી છે, જેના કારણે માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશ અને દુનિયામાં ગેસની ઉપલબ્ધિ પર અસર પડી રહી છે.

ઈફ્કોના ચેરમેન દિલીપ સંઘાણીએ વધુમાં જણાવ્યુંકે, ‘ગેસની અછત નિવારવા માટે સરકાર પાસે કોઈ સત્તા નથી’. યુદ્ધ બંધ ન થાય ત્યાં સુધી સપ્લાય નહિ થાય. ઉદ્યોગ બંધ થશે તો ચાલશે પણ રસોડું બંધ ન થવું જોઈએ. હાલની સ્થિતિમાં સરકારે રસોડાને પ્રાથમિકતા આપી છે. સુરતના સરસાણા સ્થિત પ્લેટિનમ હોલ, SIECC ખાતે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (SGCCI) દ્વારા આયોજિત ‘કોઓપરેટિવ કોન્ક્લેવ 26’ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા સંઘાણીએ ગેસ વિતરણ અંગે સરકારની નીતિ સ્પષ્ટ કરી હતી. તેમણે જણાવ્યું કે હાલ સરકાર પાસે જેટલો પણ ગેસ સ્ટોક ઉપલબ્ધ છે તેમાં ઘરેલું ગેસને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. લોકોના રસોડામાં ગેસ બંધ ન થાય તે સરકારની મુખ્ય જવાબદારી છે. ઉપરાંત હોસ્પિટલો અને જીવનજરૂરી સેવાઓને પણ પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.

કોમર્શિયલ ગેસ સિલિન્ડર ન મળતા નાના વેપારીઓને પડતી મુશ્કેલી અંગે પૂછવામાં આવતા સંઘાણીએ કહ્યું કે ‘કોમર્શિયલ’ શબ્દ પોતે જ તેની શ્રેણી સ્પષ્ટ કરે છે. હાલની પરિસ્થિતિમાં નક્કી કરવું પડે કે વેપાર બંધ રહેવું વધુ ગંભીર છે કે લોકોના રસોડાં બંધ રહેવું. સરકાર દ્વારા રસોડાને પ્રાથમિકતા આપવામાં આવી છે, જે યોગ્ય નિર્ણય છે. તેમણે વધુમાં જણાવ્યું કે જ્યાં સુધી આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલી અશાંતિ અને યુદ્ધ જેવી પરિસ્થિતિ શાંત નહીં થાય ત્યાં સુધી સપ્લાય સંપૂર્ણ રીતે સામાન્ય થવાની શક્યતા ઓછી છે.

ગેસની અછત વચ્ચે કાળાબજારી અને સંગ્રહખોરી અંગે પણ સંઘાણીએ કડક ચેતવણી આપી હતી. તેમણે જણાવ્યું કે સરકાર દ્વારા વિવિધ સ્થળોએ દરોડા પાડીને ગેરકાયદે જથ્થો જપ્ત કરવામાં આવી રહ્યો છે અને કાળાબજારી કરનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. કોઈપણ સંજોગોમાં આવા તત્વોને બક્ષવામાં નહીં આવે.

ગેસની અછતની સીધી અસર સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગ પર પણ જોવા મળી રહી છે. ખાસ કરીને વીવિંગ ઉદ્યોગમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની ભારે તંગી સર્જાતા અનેક યુનિટ્સ પર અસર પડી છે. અંદાજે 10,000 જેટલા વીવિંગ યુનિટ્સ, જ્યાં ટ્વિસ્ટેડ યાર્નનો ઉપયોગ થાય છે, તે આ સમસ્યાથી સીધા પ્રભાવિત થયા છે. કાપડના ઉત્પાદન પહેલા યાર્ન પર પ્રક્રિયા કરવી જરૂરી હોય છે, જેના માટે ગેસ મહત્વપૂર્ણ છે. પરિણામે ગેસની અછત લાંબી ચાલે તો ઉદ્યોગ સાથે જોડાયેલી હજારો લોકોની રોજગારી પર પણ સંકટ ઊભું થઈ શકે છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

Patan News: હારીજમાં યુવકની હત્યા મામલે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ!: પરિવારજનોએ મૃતદેહ સાથે પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો

Patan News: હારીજમાં યુવકની હત્યા મામલે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ!

"માત્ર નોટિસ કે દંડ પૂરતો નથી,આ હોસ્પિટલો સામે કડક કાર્યવાહી થવી જોઈએ": જાણો આજે વિધાનસભા ગૃહમાં ઇમરાન ખેડાવાલાએ કયા પ્રજાલક્ષી મુદ્દાઓ ઉઠાવ્યા?

"માત્ર નોટિસ કે દંડ પૂરતો નથી,આ હોસ્પિટલો સામે કડક કાર્યવાહી થવી જોઈએ"
Play Video

વડોદરામાં વધુ એક પોલીસકર્મીનું અંતિમ પગલું!: બીમારીથી કંટાળી હેડક્વાર્ટરના કર્મચારી કૃષ્ણકાંત સોરઠીયાએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

વડોદરામાં વધુ એક પોલીસકર્મીનું અંતિમ પગલું!

મામો હોય તો આવો!: ડોલરવાળા મામાની દરિયાદિલી: ભાણાના લગ્નમાં NRI મામાનું ₹1 કરોડનું ઐતિહાસિક મામેરું

મામો હોય તો આવો!

SMCની લાલ આંખ!: બાપુનગરમાં હોસ્પિટલ પાસે રેડ પાડી ડ્રગ્સનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું, લાખોનો મુદ્દામાલ જપ્ત

SMCની લાલ આંખ!

ધંધુકા-રાણપુર માર્ગ પર હિટ એન્ડ રનની ભયાનક દુર્ઘટના: મેલડી માતાના દર્શને જઈ રહેલા ગલસાણાના દંપતીનું કમકમાટીભર્યું મોત

ધંધુકા-રાણપુર માર્ગ પર હિટ એન્ડ રનની ભયાનક દુર્ઘટના

રશિયા-યુક્રેન યુદ્ધની અસર હવે વૃદ્ધાશ્રમો સુધી પહોંચી!: ગેસ સિલિન્ડરની અછતથી 'જીવન સંધ્યા' જેવી સંસ્થાઓ મુશ્કેલીમાં, 150 થી વધુ વડીલોના ભોજન પર સંકટ

રશિયા-યુક્રેન યુદ્ધની અસર હવે વૃદ્ધાશ્રમો સુધી પહોંચી!

મોંઘવારી મુદ્દે મહિલા કોંગ્રેસ આક્રમક: પેટ્રોલ-ડીઝલના ટેક્સ ઘટાડવા સહિત 4 મુખ્ય માંગણીઓ સાથે કેન્દ્ર પર કર્યા પ્રહાર

મોંઘવારી મુદ્દે મહિલા કોંગ્રેસ આક્રમક
Play Video

ખાડિયા પોલીસનું પ્રશંસનીય પગલું: 8 વર્ષથી ગુમ નાગપુરના યુવકનું પરિવાર સાથે કરાવ્યું સુખદ મિલન

ખાડિયા પોલીસનું પ્રશંસનીય પગલું

સાવધાન! અંકલેશ્વરમાં 'લુટેરી દુલ્હન' ગેંગનો પર્દાફાશ: એક સાથે ચાર વરરાજાઓને લાખોનો ચૂનો લગાવ્યો, આ રીતે ફૂટ્યો ભાંડો

સાવધાન! અંકલેશ્વરમાં 'લુટેરી દુલ્હન' ગેંગનો પર્દાફાશ
Play Video

સુરતના ડીંડોલીમાં રત્નકલાકાર યુવકનો આપઘાત: ડિપ્રેશનમાં જીવન ટૂંકાવ્યું હોવાની આશંકા, પરિવારમાં શોકનું મોજું

સુરતના ડીંડોલીમાં રત્નકલાકાર યુવકનો આપઘાત

ભાવનગરના કાળુભા રોડ પર હૃદયદ્રાવક અકસ્માત: નિર્માણાધીન બિલ્ડિંગના 7મા માળેથી શ્રમિક પટકાતા કરુણ મોત

ભાવનગરના કાળુભા રોડ પર હૃદયદ્રાવક અકસ્માત

કેવી રીતે નીકળશે ઉનાળો?: માર્ચ મહિનામાં જ ગરમી 100 વર્ષનો રેકોર્ડ તોડ્યો! સંસ્કારી નગરીમાં બપોરે રોડ પર કર્ફ્યુ જેવો માહોલ, રસ્તાઓ પર ડામર પણ પીગળ્યો!

કેવી રીતે નીકળશે ઉનાળો?

વડોદરામાં ‘કેરલા સ્ટોરી’ જેવી ઘટના?: યુવતીનો આક્ષેપ; લગ્ન બાદ ધર્મ બદલવા કર્યું દબાણ, મારપીટ-ધમકી બાદ પોલીસમાં ફરિયાદ

વડોદરામાં ‘કેરલા સ્ટોરી’ જેવી ઘટના?

ઉત્તરવાહિની પરિક્રમા 2026: જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાઈ સમીક્ષા બેઠક, સુવિધાઓ પર મુકાયો ભાર

ઉત્તરવાહિની પરિક્રમા 2026

લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં!: વડોદરામાં ડિગ્રી વગર દવાખાનું ચલાવતો ઝોલાછાપ ડોક્ટર પોલીસ ઝડપાયો, SOGના દરોડા

લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં!

ઇઝરાઇલ-ઇરાન સંઘર્ષની વડોદરામાં અસર: મેડિકલના વિદ્યાર્થીઓ પર 'યુદ્ધ'નો માર, ગેસની અછત સર્જાતા હોસ્ટેલમાં રસોડા બંધ

ઇઝરાઇલ-ઇરાન સંઘર્ષની વડોદરામાં અસર

મારા લગ્ન ક્યારે થશે?: આ ચિંતામાં વડોદરાના L&T ના એન્જિનિયરે જીવન ટૂંકાવ્યું, પરિવારે જુવાનજોધ દિકરો ગુમાવ્યો, શોકનું મોજું

મારા લગ્ન ક્યારે થશે?

સાવલીના લસુદ્રા નજીક શાર્પ પેટ્રોકેમમાં ગેસ લીકેજ: આસપાસના વિસ્તારમાં અફરાતફરી, જીપીસીબી અને તંત્રની કામગીરી પર સવાલ

સાવલીના લસુદ્રા નજીક શાર્પ પેટ્રોકેમમાં ગેસ લીકેજ

પ્રેમલગ્ન બાદના કકળાટથી યુવકે જીવન લીલા સંકેલી: પ્રેમલગ્ન બાદ સાસરિયાઓના ત્રાસથી કંટાળી યુવકે જીવન ટૂંકાવ્યું, VIDEO બનાવીને ઠાલવી વ્યથા

પ્રેમલગ્ન બાદના કકળાટથી યુવકે જીવન લીલા સંકેલી