Home Gujarat Gove School Without Teacher

શિક્ષણની કડવી વાસ્તવિકતા : ગુલ્લીબાજ શિક્ષકો દ્વારા ગરીબ આદિવાસી બાળકો ના ભવિષ્ય સાથે રમત

શિક્ષણની કડવી વાસ્તવિકતા
Published by: OBS Bureau
Last Updated: Dec 14, 2024, 12:24 PM IST

છોટાઉદેપુર ના આદિવાસી પંથકમાં શિક્ષણ વિભાગ શિક્ષણ આપવામાં વામણું પુરવાર થઈ રહ્યું છે. છોટાઉદેપુર જિલ્લા ના નસવાડી તાલુકાના ખોડિયા પ્રાથમિક શાળામાં શિક્ષક વગર જ ભણવા આદિવાસી વિદ્યાર્થિઓ ભણવા મજબૂર બન્યા છે.

નસવાડી તાલુકાના ખોડીયા ગામે આવેલી પ્રાથમિક શાળામાં નસવાડી થી અપ ડાઉન કરતા ગુલ્લેબાજ શિક્ષિકા બહેન શાળામાં દરરોજ મોડા આવતા હોવાનું વિદ્યાર્થીઓ જણાવી રહ્યા છે. શાળામાં જ ભણતા વિદ્યાર્થિઓ શાળાના સમયે આવીને શાળા ખોલી શિક્ષક વગર જાતે જ શિક્ષણ કાર્ય કરતા હોવાનો વિડિયો વાયરલ થયો છે.

સરકાર દ્વારા ગરીબ આદિવાસી પ્રજા ને શિક્ષિત બનાવવા ખર્ચાતા કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે. જ્યારે બીજી બાજુ હજારો - લાખો નો પગાર લેતા શિક્ષકા બહેન વિદ્યાર્થીઓને સમયસર આવીને ભણાવવાની તસ્દી લેવા પણ તૈયાર નથી. બપોરે બાર વાગ્યા સુધી શિક્ષિકા બેન ન આવતા બાળકો જાતે જ ભણવા મજબૂર બન્યા છે. શું માત્ર હાજરી બતાવવા જ આવે છે શિક્ષિકા બહેન? તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. શિક્ષણ વિભાગ દ્વારા આવા ગૂલ્લેબાજ સામે યોગ્ય તપાસ કરશે કે પછી ઘી ના ઠામ માં જ ઘી રેડાશે? આ તો માત્ર એક શાળાનો વિડિયો છે. જિલ્લાના અંતરિયાળ ગ્રામીણ વિસ્તારો ની હાલત હજુ ઘણી ખરાબ છે. ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા સમયાંતરે શાળાઓની તપાસ કરી આવા ગુલ્લેબાજ શિક્ષકો સામે કડક કાર્યવાહી કરે તેવી લોકમાંગ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now