Home Tech/Gadgets Google Maps Ai Food Ordering Gemini Feature

રસ્તો બતાવતું Google Maps હવે ઘરે ખાવાનું પણ પહોંચાડશે : પોતે જ કરશે ઓનલાઇન ફૂડ ઓર્ડર; આવી રહ્યું છે મોટું AI અપડેટ

Google Maps AI Food Ordering
Published by: OBS Bureau
Last Updated: Jul 04, 2026, 12:20 PM IST

Google Maps AI Food Ordering: ગૂગલ મેપ્સ ટૂંક સમયમાં જ તમને રસ્તો બતાવવાની સાથે-સાથે તમારા માટે ખાવાનું પણ ઓર્ડર કરશે. એપના નવા અપડેટમાં AI ફૂડ ઓર્ડરિંગ ફીચરના સંકેતો મળ્યા છે, જે જેમિની એઆઈ (Gemini AI) ની મદદથી કામ કરી શકે છે. જો કે, આ શાનદાર ફીચરની સાથે પ્રાઇવસી અને સુરક્ષાને લઈને પણ કેટલાક સવાલો ઊભા થઈ રહ્યા છે.

કોઈ નવા શહેરમાં જવાનું હોય કે પછી રસ્તો ભટકી જતાં સાચો માર્ગ શોધવો હોય, ગૂગલ મેપ્સ હંમેશા આપણી વહારે આવે છે. પરંતુ હવે તે કંઈક એવું કરવા જઈ રહ્યું છે જેના વિશે તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. હવે સ્માર્ટફોન પર કલાકો સુધી ફૂડ ડિલિવરી એપ્સ પર રેસ્ટોરન્ટ અને ડિસ્કાઉન્ટ શોધવાની માથાકૂટ ખતમ થવાની છે. ગૂગલ મેપ્સ એક એવું નવું અપડેટ લાવવા જઈ રહ્યું છે, જે તમારા માટે પોતે જ ખાવાનું ઓર્ડર કરી શકશે!

ટેલિગ્રામ પર ફિલ્મો જોનારાઓને મોટો ઝટકો! : સરકારે આપ્યું 15 દિવસનું અલ્ટીમેટમ, શું ચેનલો બંધ થશે?

ગૂગલ મેપ્સનું આ નવું ફીચર ખૂબ જ અદ્ભુત સાબિત થઈ શકે છે. 'એન્ડ્રોઇડ ઓથોરિટી'ના એક રિપોર્ટ અનુસાર, ગૂગલ મેપ્સના નવા એન્ડ્રોઇડ વર્ઝન 26.27.00.941319029 ના કોડમાં કેટલાક ખાસ સંકેતો મળ્યા છે. એપના બેકએન્ડમાં ask maps food ordering promo જેવી લાઈનો જોવા મળી છે. આનાથી સ્પષ્ટ થાય છે કે ગૂગલ ટૂંક સમયમાં જ આ ફીચરની સત્તાવાર જાહેરાત કરવાનું છે અને યુઝર્સને આ ટ્રાય કરવા માટે પ્રમોશનલ ઓફર્સ પણ આપી શકે છે.

AI તમારા માટે ફૂડ ઓર્ડર કેવી રીતે કરશે?

હાલમાં ગૂગલ તરફથી આ અપડેટને લઈને કોઈ સત્તાવાર માહિતી શેર કરવામાં આવી નથી, તેથી તે ચોક્કસ કેવી રીતે કામ કરશે તેની વિગતો સામે આવી નથી. જો કે, નિષ્ણાતોનું માનવું છે કે યુઝર્સ ગૂગલ મેપ્સમાં સેવ કરેલી પોતાની મનપસંદ રેસ્ટોરન્ટમાંથી AI ની મદદથી સીધો ઓર્ડર કરી શકશે.

14 વર્ષની ઉંમરે બુર્જ ખલીફામાં ખોલી પોતાની AI કંપની! : જાણો ભારતીય મૂળના જૈનમ જૈનની સફળતાની કહાની પ્રેરણાદાયી

ઊભા થઈ રહ્યા છે કેટલાક સવાલો

ભલે આ ફીચર સાંભળવામાં ખૂબ જ આકર્ષક લાગતું હોય, પણ તેના કામ કરવાની પદ્ધતિને લઈને કેટલાક પ્રશ્નો પણ ઊભા થઈ રહ્યા છે:

ક્લાઉડ AI કે ઓન-ડિવાઈસ?

હજુ એ સ્પષ્ટ નથી થયું કે ખાવાનું ઓર્ડર કરવાનું આ કામ ક્લાઉડ પર રહેલું Gemini AI કરશે કે પછી તેના માટે ફોનના પોતાના હાર્ડવેર (ઓન-ડિવાઈસ) નો ઉપયોગ કરવામાં આવશે.

Samsungએ Fold 8નું ટીઝર કર્યું જાહેર : નવી ડિઝાઇન અને ટેબ્લેટ જેવો અનુભવ આપશે આગામી ફોલ્ડેબલ ફોન

પેમેન્ટની સુરક્ષા

રાહતની વાત એ છે કે પૈસાની બાબતમાં ગૂગલ કોઈ જોખમ નહીં લે. પેમેન્ટ યુઝરે પોતે જ મેન્યુઅલી કરવાનું રહેશે. AI પોતાની જાતે તમારા ખાતામાંથી પૈસા કાપી શકશે નહીં.

પ્રાઇવસી અને સુરક્ષાને લઈને ચિંતા

આ નવા ફીચરની સાથે કેટલીક ચિંતાઓ પણ સામે આવી છે..

ડેટા પ્રાઇવસી: નિષ્ણાતોના મતે, આ ફીચર આવ્યા પછી ગૂગલ પાસે તમારી ખાવા-પીવાની આદતો (Eating Habits), મનપસંદ ફૂડ અને ખર્ચ કરવાની શૈલીનો સંપૂર્ણ ડેટા જવાનો ખતરો વધી શકે છે.

ઇ-રિક્ષા બંધ કરતી 7 એપ્સ સામે સરકારની કાર્યવાહી : Google અને Appleને આપી હટાવવાની નોટિસ

બાયસ્ડ પરિણામો (Sponsored મોડલ): કેટલાક લોકોનું એવું પણ માનવું છે કે Gemini AI તમને એ રેસ્ટોરન્ટ્સ વધુ બતાવી શકે છે જે 'સ્પોન્સર્ડ' (જાહેરાત આપેલી) હોય, નહી કે એ જે ખરેખર તમારી મનપસંદ છે.

એકાઉન્ટ હેકિંગનું જોખમ: જો કોઈ વ્યક્તિ તમારું ગૂગલ એકાઉન્ટ હેક કરી લે, તો તે તમારા નામે ખોટા ઓર્ડર પણ પ્લેસ કરી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now