Home Tech/Gadgets Google Daily Listen Feature Ai Powered News Updates Notebooklm Audio Overview

નવું AI ફીચર કરશે કમાલ : હવે Google દરરોજ 5 મિનિટ સંભળાવશે સમાચાર

નવું AI ફીચર કરશે કમાલ
Published by: OBS Bureau
Last Updated: Jan 14, 2025, 03:30 AM IST

Google Daily Listen Feature: ગૂગલ ટૂંક સમયમાં એન્ડ્રોઇડ અને આઇફોન યુઝર્સ માટે એક અદ્ભુત સુવિધા લાવી રહ્યું છે જે તમને દરરોજ સવારે 5 મિનિટ માટે સમાચાર વાંચીને સંભળાવશે. જી હા... કંપની 'ડેઇલી લિસન' નામનું એક નવું AI ફીચર લાવવાની તૈયારી કરી રહી છે, જે યુઝર્સને તેમના પસંદગીના સમાચારનો 5 મિનિટનો ઓડિયો ઓવરવ્યૂ આપશે. AI-જનરેટેડ ઓડિયો ઓવરવ્યૂ યુઝર્સના ડિસ્કવર ફીડ અને તેમના સમાચાર પરિણામો પર આધારિત હશે.

'ડેઇલી લિસન' સુવિધાનો ઉપયોગ કેવી રીતે કરવો?
હાલમાં આ સુવિધા યુએસમાં એન્ડ્રોઇડ અને iOS બન્ને યુઝર્સ માટે ઉપલબ્ધ છે. ટૂંક સમયમાં તેને ભારતીય યુઝર્સ માટે પણ રોલઆઉટ કરવામાં આવી શકે છે. ગૂગલ એપના ઉપર-ડાબા ખૂણામાં ત્રિકોણાકાર બીકર પર ક્લિક કરીને અને સર્ચ લેબ્સ વિભાગમાં જઈને તેને ચાલુ કરી શકાય છે.

તેને ઓન કર્યાના એક દિવસ પછી યુઝર્સને ગૂગલ સર્ચ બાર નીચે સ્પેસ કેરોયુઝલમાં 'મેડ ફોર યુ' લેબલવાળું ડેલી લિસન કાર્ડ દેખાશે. કાર્ડ પર ક્લિક કરવાથી એક ફુલ-સ્ક્રીન પ્લેયર લોન્ચ થશે જે યુઝર્સને થમ્બ્સ અપ અથવા થમ્બ્સ ડાઉન કરીને ફીડબેક પણ માંગશે. આ AI સુવિધા સાથે તમને પ્લે, પોઝ, રીવાઇન્ડ અને મ્યૂટ જેવા ઓડિયોને નિયંત્રિત કરવા માટે કેટલાક કંટ્રોલ પણ મળશે.




આ ફીચરને પણ મળ્યો મોટું અપગ્રેડ
ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ગૂગલે NotebookLMના ઓડિયો ઓવરવ્યુ લોન્ચ કર્યું હતું, જે AIનો ઉપયોગ કરીને ડોક્યુમેન્ટને 10-મિનિટના પોડકાસ્ટમાં ફેરવી નાખે છે, જ્યાં 'AI હોસ્ટ' અપલોડ કરેલી સામગ્રીનો સારાંશ પણ જોઈ શકે છે. એટલું જ નહીં થોડા અઠવાડિયા પહેલા ગૂગલે નોટબુક એલએમમાં ​​ઓડિયો ઓવરવ્યૂ ફીચરમાં એક રસપ્રદ અપગ્રેડની જાહેરાત કરી હતી.

જેથી યુઝર્સ હવે પોડકાસ્ટ પર "કોલ ઇન" કરી શકે છે અને AI હોસ્ટ વચ્ચેની વાતચીતમાં સામેલ થઈ શકે છે. તે AI હોસ્ટને કંઈક અલગ રીતે સમજાવવા અથવા વધુ માહિતી માટે પણ કહી શકે છે. ગૂગલનું કહેવું છે કે, "તે એક પર્સનસ ટ્યૂટર અથવા ગાઈડ જેવું છે, જે ધ્યાનથી સાંભળે છે અને પછી તમારા સોર્સમાં રહેલા જ્ઞાનમાંથી સીધા જ જવાબ આપે છે."

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now