Home Sports Good News For Team India Ahead Of The Odi Series Against New Zealand

ન્યુઝીલેન્ડ સામેની ODI સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર! : Shreyas Iyer ને લઈને આવ્યું મોટું અપડેટ

ન્યુઝીલેન્ડ સામેની ODI સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર!
Published by: OBS Bureau
Last Updated: Jan 07, 2026, 12:43 PM IST

IND vs NZ: ભારત અને ન્યૂઝીલેન્ડ વનડે સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને સારા સમાચાર મળ્યા છે. સ્ટાર બેટ્સમેન શ્રેયસ ઐયર ફિટ જાહેર થયો છે. ન્યૂઝીલેન્ડ સામે ભારતીય ટીમમાં તેની વાપસી હવે પુષ્ટિ થઈ ગઈ છે. ન્યુઝીલેન્ડ માટે જાહેર કરાયેલી ભારતીય ટીમમાં ઐયરનો સમાવેશ કરવામાં આવ્યો હતો, પરંતુ તેની ઉપલબ્ધતા અંગે એક શરત હતી. શરત હતી કે, ઐયર ફક્ત ત્યારે જ મેદાનમાં ઉતરશે જો તેને ફિટનેસ ક્લિયરન્સ મળશે.

શ્રેયસ ઐયરને ફિટનેસ ક્લિયરન્સ મળ્યું

પરંતુ હવે શ્રેયસ ઐયરને BCCI ના સેન્ટર ઓફ એક્સેલન્સ (COE) તરફથી ફિટનેસ ક્લિયરન્સ મળી ગયું છે. ઓસ્ટ્રેલિયન પ્રવાસ પર સિડની ODI દરમિયાન શ્રેયસને ઈજા થઈ હતી. બાઉન્ડ્રી પાસે કેચ લેતી વખતે તે તેની પાંસળીઓમાં જોરથી ફસાઈ ગયો હતો. જેના કારણે ઇન્ટરનલ બ્લીડિંગ થઈ હતી. આ ઈજાએ તેને લાંબા સમય સુધી ક્રિકેટથી દૂર રાખ્યો હતો. તેને ઈજાને સાઉથ આફ્રિકા સામેની ઘરઆંગણેની સિરીઝ અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ગુમાવી હતી.

વિજય હજારે ટ્રોફીમાં રમ્યો

ભારતના ODI વાઇસ-કેપ્ટન શ્રેયસ ઐયરે ઈજામાંથી સ્વસ્થ થયા પછી જોરદાર કમબેક કરી. મંગળવારે જયપુરના જયપુરિયા વિદ્યાલય ગ્રાઉન્ડ ખાતે હિમાચલ પ્રદેશ સામે વિજય હજારે ટ્રોફી મેચમાં, શ્રેયસે કેપ્ટનની ઇનિંગ રમી, 53 બોલમાં 82 રન બનાવ્યા. તેને 10 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા. તેની પાસે સેન્ચુરી ફટકારવાની તક હતી, પરંતુ તે 82 રનમાં જ આઉટ થઈ ગયો.

ન્યૂઝીલેન્ડ સામેની ODI સિરીઝ માટેની ભારતીય ટીમઃ

શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, કે. એલ રાહુલ (વિકેટકીપર), શ્રેયસ ઐયર (વાઇસ-કેપ્ટન, ફિટનેસ ક્લિયરન્સને આધીન), વોશિંગ્ટન સુંદર, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, હર્ષિત રાણા, પ્રસિદ્ધ કૃષ્ણા, કુલદીપ યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), અર્શદીપ સિંહ, નીતિશ કુમાર રેડ્ડી અને યશસ્વી જયસ્વાલ.

ભારત vs ન્યુઝીલેન્ડનું શેડ્યૂલ

તારીખ

ફોર્મેટ

વેન્યુ

11 જાન્યુઆરી

ODI

વડોદરા

14 જાન્યુઆરી

ODI

રાજકોટ

18 જાન્યુઆરી

ODI

ઈન્દોર

21 જાન્યુઆરી

T20I

નાગપુર

23 જાન્યુઆરી

T20I

રાયપુર

25 જાન્યુઆરી

T20I

ગુવાહાટી

28 જાન્યુઆરી

T20I

વિશાખાપટ્ટનમ

31 જાન્યુઆરી

T20I

તિરુવનંતપુરમ

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now