Home Gujarat Good News For Passport Holders Now Another Country Will Provide Visa On Arrival Service To Indians

દુબઈ ફરવાનો શાનદાર મોકો.. : પાસપોર્ટ હોલ્ડર્સ માટે ખુશખબર; હવે વધુ એક દેશ આપશે ભારતીયોને વિઝા ઓન અરાઈવલ સર્વિસ

દુબઈ ફરવાનો શાનદાર મોકો..
Published by: OBS Bureau
Last Updated: Feb 19, 2025, 02:33 PM IST

UAE Visa on Arrival Service for Indians: ભારતીય પાસપોર્ટ ધારકો માટે સારા સમાચાર છે, કારણ કે હવે અન્ય દેશ ભારતીયોને વિઝા ઓન અરાઈવલ સર્વિસ આપશે. અત્યાર સુધી સિંગાપોર, જાપાન, દક્ષિણ કોરિયા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, કેનેડાએ ભારતીયોને વિઝા ઓન અરાઈવલ સર્વિસ પૂરી પાડી છે, પરંતુ હવે ભારતીયો વિઝા ઓન અરાઈવલ સર્વિસ પર દુબઈ જઈ શકશે, કારણ કે યુનાઈટેડ આરબ અમીરાત (યુએઈ)એ પણ ભારતીયોને વિઝા ઓન અરાઈવલ સર્વિસ આપવાની જાહેરાત કરી છે.

એવામાં હવે ઉપરોક્ત 6 દેશોમાં ગ્રીન કાર્ડ અથવા રેસિડેન્ટ પરમિટ ધરાવતા ભારતીય નાગરિકો UAEમાં વિઝા ઓન અરાઇવલ સર્વિસ માટે પાત્ર છે. આ જાહેરાત સાથે ભારતીય પાસપોર્ટ ધારકો માટે UAE અને દુબઈની મુલાકાત લેવાની તકો વધી છે. વેપારી લોકોને પણ આનાથી ઘણો ફાયદો થશે, જ્યારે સાઉદી અરેબિયાના પ્રવાસન ક્ષેત્રને પણ સારો ગ્રોથ મળશે.

13મી ફેબ્રુઆરીથી શરૂ થઈ સેવા
ફાઇનાન્શિયલ એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર ભારતીયો માટે UAEની વિઝા ઓન અરાઇવલ સર્વિસ 13 ફેબ્રુઆરી, 2025થી અમલમાં આવી છે. આ સેવા યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા (યુએસ), યુરોપિયન યુનિયનના સભ્ય દેશો અને યુનાઇટેડ કિંગડમ (યુકે)ના કાયમી નિવાસી પરમિટ ધારક ભારતીય નાગરિકો માટે પહેલાથી જ લાગુ હતી, જ્યારે હવે 6 દેશોમાં રહેતા ભારતીય નાગરિકોને પણ આ સેવા મળશે.

પરંતુ આ માટે તેમણે કેટલીક શરતો પૂરી કરવી પડશે, જેમાં ઓછામાં ઓછા 6 મહિનાની માન્યતા ધરાવતો માન્ય પાસપોર્ટ, માન્ય વિઝા, નિવાસી પરમિટ અથવા ગ્રીન કાર્ડનો સમાવેશ થાય છે. UAEની આ પહેલનો ઉદ્દેશ્ય ભારતીય નાગરિકો માટે દેશની મુસાફરીને સરળ બનાવવા અને UAEમાં રોજગારીની નવી તકો પૂરી પાડવાનો છે.

3 કેટેગરીમાં મળશે નવી વિઝા સર્વિસ
રિપોર્ટ અનુસાર UAE ભારતીયોને 3 કેટેગરીમાં વિઝા સેવાઓ આપશે. 4-દિવસના વિઝા ઓન અરાઈવલ માટેની કિંમત AED100 છે. 14-દિવસનો વિઝા ઓન અરાવઈલ માટે AED250 અને 60-દિવસનો વિઝા ઓન AED250 છે. સિંગલ ટાઈમ ટૂરિસ્ટ વિઝા 30 દિવસ અથવા 60 દિવસ માટે માન્ય છે.

મલ્ટિપલ એન્ટ્રી ટૂરિસ્ટ વિઝા 30 દિવસ અથવા 60 દિવસ માટે માન્ય છે. મલ્ટી એન્ટ્રી વિઝા 5 વર્ષ માટે પણ હોઈ શકે છે. એક ટ્રાન્ઝિટ વિઝા 48 કલાક અને બીજો 96 કલાક માટે વેલિડ હોય છે. વીઝા ઓન અરાવઈલ રાષ્ટ્રીયતાના આધાર પર 30 અથવા 90 દિવસ માટે માન્ય છે. ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલમાં સમાવિષ્ટ દેશોના રહેવાસીઓ માટે ઈ-વિઝા સેવા ઉપલબ્ધ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now