Home Sports Good News For Cricket Fans In The New Year

નવા વર્ષમાં ક્રિકેટ ફેન્સ માટે ખુશખબર : ટીમ ઇન્ડિયા 2026ની શરૂઆત આ ટીમ સામે ટકરાશે

નવા વર્ષમાં ક્રિકેટ ફેન્સ માટે ખુશખબર
Published by: OBS Bureau
Last Updated: Dec 22, 2025, 09:19 AM IST

India vs New Zealand 2026 Series: ભારતીય ક્રિકેટ ટીમે 2025ના અંતમાં દક્ષિણ આફ્રિકા સાથેની ઘરઆંગણની સિરીઝ પૂર્ણ કર્યા બાદ હવે 2026ના નવા વર્ષમાં પ્રથમ વખત મેદાનમાં ઉતરશે. BCCIએ જાહેર કર્યું છે કે ટીમ ઇન્ડિયા તેની પ્રથમ વ્હાઇટ બોલ સિરીઝ ન્યુઝીલેન્ડ સામે રમશે, જે સંપૂર્ણપણે ભારતમાં જ રમાશે. આ સિરીઝમાં કુલ 8 મેચો રમાશે – 3 વનડે અને 5 T20I – જેમાંથી પ્રથમ વનડે મેચ 11 જાન્યુઆરી, 2026ના રોજ વડોદરામાં રમાશે. આ ઐતિહાસિક સિરીઝમાં ભારતીય ટીમ ઘરઆંગણે ન્યુઝીલેન્ડને પડકારશે.

વનડે સિરીઝનું શિડ્યૂલ આ પ્રમાણે છે:

  1. પ્રથમ વનડે: 11 જાન્યુઆરી 2026, વડોદરા (બરોડા) – બપોરે 1:30 વાગ્યે

  2. બીજી વનડે: 14 જાન્યુઆરી 2026, રાજકોટ – બપોરે 1:30 વાગ્યે

  3. ત્રીજી વનડે: 18 જાન્યુઆરી 2026, ઇન્દોર – બપોરે 1:30 વાગ્યે

5 મેચની T20I સિરીઝ શરૂ થશે, જેનું શિડ્યૂલ આ પ્રમાણે છે:

  1. પ્રથમ T20I: 21 જાન્યુઆરી 2026, નાગપુર – સાંજે 7:00 વાગ્યે

  2. બીજી T20I: 23 જાન્યુઆરી 2026, રાયપુર – સાંજે 7:00 વાગ્યે

  3. ત્રીજી T20I: 25 જાન્યુઆરી 2026, ગુવાહાટી – સાંજે 7:00 વાગ્યે

  4. ચોથી T20I: 28 જાન્યુઆરી 2026, વિશાખાપટ્ટનમ – સાંજે 7:00 વાગ્યે

  5. પાંચમી T20I: 31 જાન્યુઆરી 2026, તિરુવનંતપુરમ – સાંજે 7:00 વાગ્યે

ન્યુઝીલેન્ડ સામે ભારતનું પલડું ભારે રહ્યું છે

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વનડેમાં અત્યાર સુધી 120 મેચો રમાઈ ચૂકી છે. ભારતે 62 મેચો જીતી છે, જ્યારે ન્યુઝીલેન્ડે 50 મેચોમાં વિજય મેળવ્યો છે. 7 મેચો બિનપરિણામી રહ્યા છે અને એક મેચ ટાઈ રહ્યો છે. T-20 ઇન્ટરનેશનલમાં બંને ટીમો વચ્ચે 25 મેચો રમાઈ છે, જેમાં ભારતે 14 અને ન્યુઝીલેન્ડે 10 જીતી છે, જ્યારે એક મેચ ટાઈ રહ્યો છે. આ સિરીઝ ભારતીય ક્રિકેટ ચાહકો માટે ખાસ હશે, કારણ કે તેમાં ઘરઆંગણે ન્યુઝીલેન્ડ જેવી મજબૂત ટીમ સામે રમવાની તક મળશે. વડોદરા, રાજકોટ, ઇન્દોર, નાગપુર, રાયપુર, ગુવાહાટી, વિશાખાપટ્ટનમ અને તિરુવનંતપુરમ જેવા શહેરોમાં ચાહકોને રોમાંચક ક્રિકેટ જોવા મળશે. આ સિરીઝ ભારતીય ટીમ માટે 2026ના વર્ષની શરૂઆતમાં જ મોટી પરીક્ષા પણ સાબિત થશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now