સોશિયલ મીડિયાની દુનિયા ખૂબ જ અનોખી છે. અહીં દરરોજ કોઈને કોઈ નવો શબ્દ ટ્રેન્ડ કરવા લાગે છે. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અથવા એક્સ (ટ્વિટર) પર ઘણી વખત એવા શબ્દો જોવા મળે છે જેનો અર્થ આપણને સામાન્ય ડિક્શનરીમાં નથી મળતો. ક્યારેક કોઈ સેલિબ્રિટીને 'ગોલ્ડ ડિગર' કહેવામાં આવે છે, તો ક્યારેક કોઈ ઇન્ફ્લુએન્સરને 'ક્લાઉટ ચેઝર' કહીને ટ્રોલ કરવામાં આવે છે. હાલમાં પૂર્વ IPL ચીફ લલિત મોદી અને અભિનેત્રી સુષ્મિતા સેનના સંબંધોની ચર્ચા વચ્ચે આ શબ્દો ફરી એકવાર હેડલાઇન્સમાં આવ્યા છે. જાણો આ વિવાદ શું છે અને ઇન્ટરનેટના આ લોકપ્રિય શબ્દોનો અર્થ શું થાય છે.
વિવાદ પાછળનું કારણ
થોડા સમય પહેલા લલિત મોદી અને સુષ્મિતા સેન વચ્ચેના સંબંધોના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આ સમાચાર સામે આવ્યા પછી લોકોએ કોઈપણ પુરાવા વિના સુષ્મિતા સેનને ટ્રોલ કરવાનું શરૂ કર્યું અને તેને 'ગોલ્ડ ડિગર' કહી દીધી. જોકે, હાલમાં જ આપેલા એક ઇન્ટરવ્યુમાં લલિત મોદીએ આ તમામ આરોપોને ખોટા ગણાવ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, સુષ્મિતા સેન એક સેલ્ફ-મેડ એટલે કે સ્વનિર્ભર મહિલા છે, જેને પોતાના દમ પર નામ, ઓળખ અને સંપત્તિ મેળવી છે. આ સાથે જ લલિત મોદીએ પોતાને 'ડાયમંડ ડિગર' ગણાવ્યા છે. આ ઘટના બાદ આ અનોખા શબ્દો વિશે લોકોમાં ઉત્સુકતા વધી ગઈ છે.
એક જ યુવકના પ્રેમમાં પડી બે હસીનાઓ: પ્રેમ, મિત્રતા અને કન્ફ્યુઝનનું ‘Cocktail’, ધમાકેદાર ટ્રેલરે વધાર્યું સસ્પેન્સ!
ગોલ્ડ ડિગરનો અર્થ
સરળ ભાષામાં કહીએ તો 'ગોલ્ડ ડિગર' એટલે એવી વ્યક્તિ જે પ્રેમ કે લાગણીને કારણે નહીં પરંતુ સામે વાળા વ્યક્તિના પૈસા, સંપત્તિ કે લક્ઝરી લાઇફસ્ટાઇલના કારણે સંબંધ બાંધે છે. જો કોઈ વ્યક્તિ માત્ર મોંઘી ભેટો મેળવવા કે વૈભવી જીવન જીવવા માટે જ કોઈ અમીર વ્યક્તિ સાથે પ્રેમનો નાટક કરે છે, તો ઇન્ટરનેટની ભાષામાં તેને ગોલ્ડ ડિગર કહેવામાં આવે છે. જોકે, સોશિયલ મીડિયા પર આ શબ્દનો ઉપયોગ ઘણીવાર કોઈ પુરાવા વગર લોકોની છબી ખરાબ કરવા માટે કરવામાં આવે છે, જે તદ્દન ખોટું છે.
ક્લાઉટ ચેઝરની સમજણ
આજકાલ સોશિયલ મીડિયા પર પ્રખ્યાત થવાની ઘેલછા બધામાં જોવા મળે છે. 'ક્લાઉટ' શબ્દનો અર્થ પાવર, પ્રભાવ અથવા લોકપ્રિયતા થાય છે. જ્યારે કોઈ વ્યક્તિ સોશિયલ મીડિયા પર ફોલોઅર્સ વધારવા, મીડિયા લાઇમલાઇટ મેળવવા કે પ્રખ્યાત થવા માટે કોઈ મોટી સેલિબ્રિટી સાથે મિત્રતા કે સંબંધનો દેખાવ કરે છે, તો તેને 'ક્લાઉટ ચેઝર' કહેવામાં આવે છે. આવા લોકો માત્ર પોતાના ફાયદા અને ફેમ (પ્રસિદ્ધિ) માટે જ સંબંધોનો ઉપયોગ કરે છે.
હોશ ઉડાવી દેશે આ સાયકોલોજિકલ થ્રિલરનો કંપાવી દેતો સસ્પેન્સ!: 2 કલાક 18 મિનિટની એવી ફિલ્મ કે આંખ ઝપકાવવી પણ મુશ્કેલ! જાણો કેમ બની વર્ષની સૌથી ચર્ચિત ફિલ્મ
ડાયમંડ ડિગર એટલે શું
જ્યારે લલિત મોદીએ પોતાને 'ડાયમંડ ડિગર' કહ્યા, ત્યારે આ નવો શબ્દ લોકોની સામે આવ્યો. તેનો અર્થ એવો થાય છે જે વ્યક્તિ સામે વાળાના પૈસા નહીં પરંતુ તેના અસલી ગુણો, તેનું મૂલ્ય અને તેના સારા વ્યક્તિત્વની કદર કરે છે. લલિત મોદીના મતે સુષ્મિતા સેન પોતે એક હીરો (ડાયમંડ) જેવી આત્મનિર્ભર અને શુદ્ધ દિલની મહિલા છે, અને આવી અદભુત મહિલાનો સાથ મળવો એ ગર્વની વાત છે. ટૂંકમાં, જે લોકો સંપત્તિ પાછળ નહીં પણ વ્યક્તિના સારા ગુણોના દીવાના હોય છે તેમને ડાયમંડ ડિગર કહી શકાય.
સિમ્પ શબ્દનો અર્થ
સોશિયલ મીડિયા પર વાયરલ થતો અન્ય એક લોકપ્રિય શબ્દ છે 'સિમ્પ'. આ શબ્દનો ઉપયોગ સામાન્ય રીતે એવા વ્યક્તિ માટે થાય છે જે કોઈ છોકરા કે છોકરીને ખુશ કરવા માટે જરૂરિયાત કરતાં વધુ પ્રયત્નો કરે છે. ભલે સામે વાળી વ્યક્તિ તેની કોઈ પરવા ન કરતી હોય કે તેને ભાવ ન આપતી હોય, તેમ છતાં 'સિમ્પ' વ્યક્તિ હંમેશા તેની સેવા કરવા, તેના વખાણ કરવા અને પોતાની જરૂરિયાતોને ભૂલીને પણ તેની પાછળ ફરવા તૈયાર રહે છે.





