Home Entertainment Lalit Modi Defends Sushmita Sen Gold Digger Controversy Relationships

આ 10 જાણીતા ચહેરાઓ સાથે જોડાયું હતું સુષ્મિતા સેનનું નામ! : 50 ની ઉંમરે પણ કઈ કઈ સેલિબ્રિટીઝના પ્રેમમાં પડી?

Sushmita Sen love life
Image Credit: Instagram
Published by: Aryan Shah
Last Updated: Jun 02, 2026, 01:16 PM IST

Sushmita Sen love life : બોલિવૂડની પૂર્વ મિસ યુનિવર્સ અને સુંદર અભિનેત્રી સુષ્મિતા સેન હંમેશા પોતાની પ્રોફેશનલ લાઇફની સાથે સાથે પર્સનલ લાઇફને લઈને પણ ભારે ચર્ચામાં રહે છે. હાલમાં જ IPL ના પૂર્વ ચેરમેન લલિત મોદીએ સુષ્મિતા સાથેના પોતાના જૂના સંબંધો અને બ્રેકઅપ વિશે ખુલીને વાત કરી છે, જેને કારણે સુષ્મિતા ફરી એકવાર હેડલાઇન્સમાં આવી ગઈ છે. સોશિયલ મીડિયા પર સુષ્મિતાને 'ગોલ્ડ ડિગર' એટલે કે પૈસા પાછળ ભાગનારી મહિલા કહેવામાં આવતી હતી, જેનો લલિત મોદીએ જડબાતોડ જવાબ આપ્યો છે. લલિત મોદીએ સ્પષ્ટ કર્યું છે કે, સુષ્મિતા ખૂબ જ આત્મનિર્ભર મહિલા છે અને તે બિલકુલ ગોલ્ડ ડિગર નથી. સુષ્મિતા સેન આજે 50 વર્ષની ઉંમરે પણ અપરિણીત છે પરંતુ તેમનું નામ અત્યાર સુધીમાં 10 અલગ અલગ ક્ષેત્રના સેલિબ્રિટીઝ સાથે જોડાઈ ચૂક્યું છે.

દિગ્દર્શકો સાથે ગાઢ સંબંધો

સુષ્મિતા સેનનું નામ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા ડાયરેક્ટર વિક્રમ ભટ્ટ સાથે લાંબા સમય સુધી જોડાયેલું રહ્યું હતું. વિક્રમ ભટ્ટ પહેલેથી જ પરણિત હતા, તેમ છતાં સુષ્મિતા તેમના પ્રેમમાં પડી ગઈ હતી. જોકે, થોડો સમય એકબીજાને ડેટ કર્યા પછી બંને અલગ થઈ ગયા હતા. વિક્રમ ભટ્ટ સિવાય સુષ્મિતાનું નામ ડાયરેક્ટર મુદસ્સર અઝીઝ સાથે પણ ચર્ચામાં આવ્યું હતું. બંને વચ્ચે અફેર હોવાની વાતો ઘણી હેડલાઇન્સમાં રહી હતી, પણ આ સંબંધ પણ લાંબો સમય ટકી શક્યો નહીં અને તેઓ અલગ થઈ ગયા.

Gold Digger, Simp કે Clout Chaser?: લલિત મોદી–સુષ્મિતા સેન ચર્ચા વચ્ચે સમજો ઇન્ટરનેટની નવી ડિક્શનરી!

રણદીપ હુડા સાથે લગ્નનો પ્લાન

બોલિવૂડ એક્ટર રણદીપ હુડા સાથે સુષ્મિતા સેનનો સંબંધ ઘણો ગંભીર માનવામાં આવતો હતો. આ બંને કલાકારો લગભગ ત્રણ વર્ષ સુધી એકબીજા સાથે રિલેશનશિપમાં રહ્યા હતા. એવા પણ રિપોર્ટ્સ હતા કે બંને લગ્ન કરવાનું વિચારી રહ્યા હતા, પરંતુ કોઈ કારણોસર લગ્ન થાય તે પહેલા જ તેમનું બ્રેકઅપ થઈ ગયું. એવું કહેવાય છે કે, આ બંનેના સંબંધોનો અંત બહુ સારો રહ્યો ન હતો.

બિઝનેસમેન અને મેનેજર સાથે અફેર

ફિલ્મી સિતારાઓ ઉપરાંત સુષ્મિતા સેનનું દિલ સેલિબ્રિટી મેનેજર બંટી સજદેહ પર પણ આવ્યું હતું, પરંતુ આ સંબંધ પણ બહુ અલ્પજીવી રહ્યો હતો. આ સિવાય તેનું નામ જાણીતા ઉદ્યોગપતિ ઇમ્તિયાઝ ખત્રી સાથે પણ જોડવામાં આવ્યું હતું. જોકે, સુષ્મિતાએ આ અફેર પર ક્યારેય કોઈ પ્રતિક્રિયા આપી ન હતી, જ્યારે ઇમ્તિયાઝ ખત્રીએ આ સંબંધને માત્ર એક સારી મિત્રતા ગણાવી હતી.

એક જ યુવકના પ્રેમમાં પડી બે હસીનાઓ: પ્રેમ, મિત્રતા અને કન્ફ્યુઝનનું ‘Cocktail’, ધમાકેદાર ટ્રેલરે વધાર્યું સસ્પેન્સ!

મોંઘી ગિફ્ટ અને હોટમેલના સ્થાપક

સુષ્મિતા સેનની લવ લાઇફમાં હોટમેલના સ્થાપક સબીર ભાટિયાનું નામ પણ સામેલ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ બંને વચ્ચેનું અફેર એટલું ચર્ચામાં હતું કે સબીરે સુષ્મિતાને 10.5 કેરેટનો કિંમતી હીરો પણ ભેટમાં આપ્યો હોવાની ચર્ચા હતી. પરંતુ સુષ્મિતાનો આ સંબંધ પણ ક્યારેય લગ્ન સુધી પહોંચી શક્યો નહીં.

ક્રિકેટર અને અન્ય સેલેબ્સ સાથે જોડાણ

સુષ્મિતા સેનનું દિલ માત્ર બોલિવૂડ કે બિઝનેસમેન પર જ નહીં પરંતુ રમત જગતની હસ્તીઓ પર પણ આવ્યું છે. પાકિસ્તાનના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર વસીમ અકરમ સાથે પણ સુષ્મિતા સેનના અફેરની વાતો ખૂબ ઉડી હતી. આ સિવાય હોટેલ બિઝનેસમેન સંજય નારંગ, ઋતિક ભસીન અને ઉંમરમાં પોતાનાથી નાના મોડલ રોહમન શૉલ સાથે પણ તે રિલેશનશિપમાં રહી ચૂકી છે. આ તમામ સાથે અફેર રહ્યા પછી પણ સુષ્મિતાનો કોઈ સંબંધ કાયમી ટકી શક્યો નથી.

આ અઠવાડિયે OTT પર મનોરંજનનો મહાધમાકો!: 'Gulak 5' થી 'Dhurandhar' સુધી ક્રાઈમ, થ્રિલર અને એક્શનનો તડકો

આજની સિંગલ લાઇફ

ભલે સુષ્મિતા સેનનું નામ આટલા બધા સેલિબ્રિટીઝ સાથે જોડાયું હોય અને તેમના બ્રેકઅપ થયા હોય, પરંતુ આજે તે પોતાની લાઇફ ખૂબ જ સુંદર રીતે જીવી રહી છે. સુષ્મિતાએ લગ્ન કર્યા નથી અને તે પોતાની દત્તક લીધેલી બે પુત્રીઓ સાથે ખુશહાલ જીવનનો આનંદ માણી રહી છે. જોકે, તે હાલમાં ફિલ્મી પડદાથી ઘણી દૂર જોવા મળી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now