Home International Going To Kedarnath Will Be Easy 9 Hours Journey Will Be Completed In 30 Minutes Government Has Approved The Ropeway Project

હવે કેદારનાથ જવું બની ગયું સરળ : 9 કલાકની મુસાફરી 30 મિનિટમાં થશે પૂરી! રોપ-વે પ્રોજેક્ટને સરકારે આપી મંજૂરી

હવે કેદારનાથ જવું બની ગયું સરળ
Published by: OBS Bureau
Last Updated: Mar 06, 2025, 04:00 AM IST

Kedarnath Ropeway Project : કેન્દ્રીય કેબિનેટે બુધવારે રાષ્ટ્રીય રોપ-વે ડેવલપમેન્ટ પ્રોગ્રામ - પર્વતમાલા પ્રોજેક્ટ હેઠળ ઉત્તરાખંડના સોનપ્રયાગથી કેદારનાથ સુધીના 12.9 કિલોમીટર લાંબા રોપ-વે પ્રોજેક્ટના વિકાસને મંજૂરી આપી હતી. તેનાથી કેદારનાથ પહોંચવામાં સરળતા રહેશે. આ સાથે અન્ય પ્રોજેક્ટ હેમકુંડ રોપવે માટે પણ કેબિનેટ પાસેથી મંજૂરી મળી ગઈ છે. જે અંતર કાપવામાં 9 કલાકનો સમય લાગતો હતો તે આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ માત્ર અડધો કલાકનો સમય લાગશે.

આ અંગે માહિતી આપતાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે આ પ્રોજેક્ટનો સૌથી મોટો ફાયદો એ થશે કે હાલમાં 8-9 કલાકની મુસાફરી ઘટીને 36 મિનિટ થઈ જશે. આ રોપ-વેમાં એક સમયે 36 લોકો બેસી શકે છે.

આ પ્રોજેક્ટથી હેમકુંડ જવાનું પણ સરળ બન્યું. હેમકુંડ પ્રોજેક્ટ માટે રૂ. 2730 કરોડની મંજૂરી મળી છે. સોનપ્રયાગ અને કેદારનાથ વચ્ચે રોપ-વે પણ બનાવવામાં આવશે. આ સાથે કેદારનાથ પહોંચવું ખૂબ જ સરળ બની જશે. કેબિનેટે કેદારનાથ રોપ-વે પ્રોજેક્ટ માટે 4081 કરોડ રૂપિયાની મંજૂરી આપી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now