Home Gujarat Gir Somnath Kodinar Rajula Group Of Lion

"સાવજ બગડે તો જંગલ થથરે" : એ જ સિંહો હવે ગામ થથરાવશે!, બે દિવસમાં બે ગામમાં દેખાયું "સિંહનું ટોળું"

"સાવજ બગડે તો જંગલ થથરે"
Play Video
Published by: OBS Bureau
Last Updated: Nov 29, 2025, 10:46 AM IST

Kodinar Rajula Group of Lion : ગીર વિસ્તારમાં સિંહો માનવ વસાહત સુધી આવી જવાના બનાવો વધી રહ્યા છે. છેલ્લા બે દિવસમાં કોડીનાર અને રાજુલા તાલુકાના બે ગામોમાં સિંહોના ટોળા જોવા મળ્યા છે. બંને સ્થળોના વીડિયો વાયરલ થતાં લોકોમાં ફાફડાટનો માહોલ સર્જાયો છે.

કોડીનાર : સુગાળા ગામે 6 સિંહોનો પરિવાર

કોડીનાર તાલુકાના સુગાળા ગામમાં રાત્રિના સમયે અચાનક 6 સિંહોનો પરિવાર મુખ્ય માર્ગ સુધી આવી પહોંચ્યો હતો. આ સિંહો ગામના નવદુર્ગા ચોક સુધી ફરતા આવ્યા હતા. ચોકમાં લગાવેલા CCTV કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ છે. સિંહ પરિવારના આગમનથી ગામ લોકોમાં ફાફડાટનો માહોલ સર્જાયો છે.

રાજુલા : કોવાયા ગામમાં પાવર પ્લાન્ટના ગેટ પર 3 સિંહો

બીજી બાજુ રાજુલા તાલુકાના કોવાયા ગામે પણ સિંહોનો દેખાવ થયો હતો. ગામની નજીક આવેલી અલ્ટ્રાટેક કંપનીના TPP પાવર પ્લાન્ટ ગેટ પર એક સાથે 3 સિંહો બેસી ગયા હતાં. કંપનીમાં ડ્યુટી પર રહેલા કર્મચારીઓએ મોબાઈલ ફોનમાં આ દૃશ્યો કેદ કર્યા હતા. વીડિયોમાં જોવા મળે છે કે ત્રણેય સિંહો ગેટ નજીક આરામથી બિરાજમાન છે અને ચોકીદારો તેમના થોડા અંતરે ઉભા રહી પરિસ્થિતિ પર નજર રાખતા જોવા મળે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now