Home Gujarat Gir Gadhad Lions Roam Once Again Video

ગીરના જંગલ બહાર સાવજોનું પરિભ્રમણ : ઝરમર વરસાદમાં ભીંજાતા સિંહ-સિંહણ, વાયરલ થયો Video

ગીરના જંગલ બહાર સાવજોનું પરિભ્રમણ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jun 29, 2025, 11:31 AM IST

ગીર ગઢડમાં સિંહો ફરી એકવાર લટાર મારતા દેખાયા છે. વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, ઝરમર વરસાદમાં સિંહ જોડી પ્રકૃત્તિનું આનંદ માણી રહ્યાં છે. ઝરમર વરસાદમાં ઘાસની લીલી ચાદર પર બેસેલાં સિંહ અને સિંહણનો વીડિયો જોઈને ચોક્કસ પણ પેલી પંક્તિ યાદ આવે કે, ''દરિયા ના મોજા કઈ રેતી ને પૂછે, તને ભીંજાવુ ગમશે કે કેમ? એમ પુછી ને થાય નહિ પ્રેમ''

કહેવાય છે કે, સામાન્ય રીતે પુરુષોને વરસાદ પસંદ નથી હોતો અને સ્ત્રીઓને વરસાદ સૌથી પ્રિય હોય છે, પણ પાર્ટનર સાથે હોય ત્યારે તો ભીંજાવું જ પડે ને ? એજ રીતે વનરાજને પણ વરસાદ પસંદ ન હોય! પણ જ્યારે રાણી સાથે હોય ત્યારે જંગલના રાજાએ પણ વરસાદમાં ભીંજાવું પડે જ ને! એટલે તો વનરાજ પોતાના પાર્ટનર સાથે ઝરમર વરસાદનો આનંદ માણી રહ્યાં છે.

ચોમાસાની ઋતુમાં સિંહોના સંવનન સમયગાળાને કારણે ગીર સફારી હાલમાં બંધ છે, એટલે જંગલના રાજા હાલ વરસાદી વેકેશનમાં રજાની મજા માણી રહ્યાં હશે! વાયરલ થયેલો વીડિયો ગીરના જંગલ નજીકના એક ગામનો છે, જેને કેટલાંક માલધારીઓએ કેમેરામાં કેદ કર્યો છે. આ પહેલાં ગીરગઢડાનો એક ખેતરમાં બચ્ચાં સાથેનો સિંહણનો વીડિયો પણ વાયરલ થયો હતો

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now