Home Gujarat Ahmedabad Ghuma Ahmedabad Leopard Search Thermal Drone Forest Department

"ચિંતાની કોઈ વાત નથી, સર્ચ ઓપરેશન ચાલુ" : અમદાવાદમાં દીપડો દેખાવાની ઘટના પર અર્જુન મોઢવાડિયાનું મોટું નિવેદન

Ghuma Leopard
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jul 20, 2026, 04:04 PM IST

Ghuma Leopard: અમદાવાદના ઘુમા વિસ્તારમાં આવેલી શરણદીપ સોસાયટીની આસપાસ દીપડો દેખાતાં સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સોસાયટીની નજીક આવેલા ગ્રીનબેલ્ટ, ખુલ્લા મેદાનો અને ગીચ ઝાડી-ઝાંખરાંને ધ્યાનમાં રાખીને વન વિભાગ એલર્ટ મોડ પર આવી ગયું છે અને દીપડાને હેમખેમ પાંજરે પૂરવા માટે એક અત્યાધુનિક ‘હાઇટેક સર્ચ ઓપરેશન’ શરૂ કરવામાં આવ્યું છે. વન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, દીપડો દિવસ દરમિયાન માનવ અવરજવરથી દૂર રહેવા માટે ઝાડીવાળા ગીચ વિસ્તારમાં સંતાઈ રહ્યો હોવાની પૂરેપૂરી શક્યતા છે, જ્યારે રાત્રિના સમયે અથવા વાતાવરણ શાંત થતાં તે બહાર નીકળતો હોઈ શકે છે.

પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની પ્રતિક્રિયા

ઘુમા વિસ્તારમાં દીપડો દેખાવાની ઘટના અંગે રાજ્યના માનનીય વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ પરિસ્થિતિની ગંભીરતા સમજતા મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, એક સાત મિનિટના વીડિયોમાં દીપડો દેખાયો હતો, જેની જાણ થતાં જ કાંકરિયા ઝૂનો સ્ટાફ અને વન વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રેસ્ક્યૂની કામગીરી હાથ ધરી હતી.

અમદાવાદમાં NEET પેપર લીક મુદ્દે વિરોધ પ્રદર્શન : પોલીસ અને યુવાઓ વચ્ચે ઝપાઝપી

મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, "દીપડો ત્યાંથી પસાર થયા પછી તેના લોકેશનને ટ્રેક કરવા માટે સીસીટીવી કેમેરા, ડ્રોન અને થર્મલ ડ્રોન જેવા આધુનિક સાધનોથી સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. સ્થળ પર વેટરનિટી ડોક્ટરો, સ્થાનિક ડીસીએમ (DCM) અને વન વિભાગના અન્ય સિનિયર અધિકારીઓ કાફલા સાથે મોજૂદ છે. એવી પણ શક્યતા છે કે દીપડો ત્યાંથી આગળ વધીને બીજા કોઈ વિસ્તારમાં અથવા તેના કુદરતી નિવાસસ્થાન તરફ ચાલ્યો ગયો હોય. તેમ છતાં, થર્મલ ડ્રોન દ્વારા તમામ પ્રકારની ઘટતી કાર્યવાહી અને ઝીણવટભરી તપાસ ચાલુ છે, એટલે નાગરિકોએ ચિંતા કરવાની કોઈ જરૂર નથી."

થર્મલ ડ્રોન અને કેમેરાથી 15 કિલોમીટરમાં સતત મોનિટરિંગ

દીપડાનું ચોક્કસ લોકેશન મેળવવા માટે વન વિભાગે આશરે 15 કિલોમીટરના વિશાળ વિસ્તારને આવરી લેતી કામગીરી શરૂ કરી છે. આ અંતર્ગત સમગ્ર વિસ્તારમાં વિશેષ થર્મલ કેમેરા ગોઠવવામાં આવ્યા છે. આ કેમેરાની ખાસિયત એ છે કે તે રાત્રિના ઘનઘોર અંધારામાં તેમજ ગીચ ઝાડીઓમાં પણ પ્રાણીના શરીરની ગરમી (Heat Signature)ના આધારે તેની હિલચાલને પકડી પાડે છે.

અમદાવાદ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં તપાસ તેજ : બે આરોપીઓને સાથે રાખી રામોલ પોલીસ દ્વારા ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન કરાયું

આ ઉપરાંત, આકાશમાંથી નજર રાખવા માટે થર્મલ ડ્રોન કેમેરાની મદદથી હવાઈ સર્વેલન્સ (Air Surveillance) કરવામાં આવી રહ્યું છે. આ ડ્રોન દીપડાના શરીરના તાપમાનના આધારે ગમે તેવા અંધારા વિસ્તારો, માનવ આંખે ન જોઈ શકાય તેવી ગીચ ઝાડીઓ કે છુપા સ્થળોએ પણ તેની હાજરીને તુરંત શોધી કાઢશે, જેથી વન વિભાગ માટે તેની પર નજર રાખવી એકદમ સરળ બની ગઈ છે.

હાઇટેક ટેકનોલોજીથી ઝડપી સફળતાની આશા

તાજેતરના વર્ષોમાં શહેરી અને માનવ વસાહતોની નજીક જંગલી પ્રાણીઓ આવી ચડવાના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. આવી પડકારજનક સ્થિતિને પહોંચી વળવા માટે વન વિભાગ હવે પરંપરાગત પદ્ધતિઓની સાથે-સાથે આધુનિક ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરી રહ્યું છે, જેથી રેસ્ક્યુ ઓપરેશન વધુ સુરક્ષિત અને અસરકારક બનાવી શકાય.

"આગામી દિવસોમાં ગુજરાતમાં વધશે વરસાદનું જોર" : ખેડૂતોને નડશે કે ફળશે અંબાલાલ પટેલની આગાહી? જાણો હવામાન વિભાગે શું કહ્યું

હાઈ-રિઝોલ્યુશન કેમેરા અને થર્મલ ડ્રોનની મદદથી દીપડાની ગતિવિધિઓ પર ચોવીસે કલાક વોચ રાખવામાં આવી રહી છે. વન વિભાગને પૂરી આશા છે કે આ હાઇટેક ઓપરેશનના કારણે દીપડાનું સચોટ લોકેશન ટૂંક સમયમાં જ મળી જશે અને કોઈ પણ પ્રકારની જાનહાનિ વિના તેને સુરક્ષિત રીતે પાંજરે પૂરીને વન વિસ્તારમાં મુક્ત કરવામાં સફળતા મળશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now