Home Automobile Get Up To 50000 Discount On Buying Olas Electric Scooter Know About The Full Offer

Ola નું ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવા પર મળશે ₹50,000 સુધીનું ડિસ્કાઉન્ટ! : ઇલેક્ટ્રિક વાહન ખરીદવાની 'સુવર્ણ તક', જાણો સંપૂર્ણ ઓફર વિશે

Ola નું ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવા પર મળશે ₹50,000 સુધીનું ડિસ્કાઉન્ટ!
Published by: OBS Bureau
Last Updated: Mar 02, 2026, 09:52 AM IST

Ola Offers : ભારતની જાણીતી ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર કંપની ઓલા ઈલેક્ટ્રિક (Ola Electric) તેના 10 લાખથી વધુ ગ્રાહકો માટે એક ખાસ ખુશખબર લઈને આવી છે. કંપનીએ 'ઓલા ઈનસાઇડર્સ' (Ola Insiders) નામનો એક નવો રિવોર્ડ પ્રોગ્રામ શરૂ કર્યો છે. આ પ્રોગ્રામનો હેતુ જૂના ગ્રાહકોને નવી ટેકનોલોજી સાથે જોડવાનો અને તેમને ખાસ આર્થિક લાભ આપવાનો છે. આ સ્કીમ હેઠળ ગ્રાહકો ₹50,000 સુધીના કુલ ફાયદા મેળવી શકે છે.

અપગ્રેડ પર બમ્પર બચત

જો તમે ઓલાનું જૂનું મોડલ (જેમ કે S1 Air અથવા S1 Pro) વાપરો છો, તો આ તેને બદલવાનો શ્રેષ્ઠ સમય છે. કંપની તેના નવા 'Gen 3 S1' પોર્ટફોલિયો અને નવી 'Roadster' મોટરસાઇકલ સિરીઝ પર એક્સચેન્જ ઓફર આપી રહી છે. જો તમે તમારું જૂનું સ્કૂટર એક્સચેન્જ કરીને નવું મોડલ ખરીદો છો, તો તમને એક્સચેન્જ વેલ્યુ અને લોયલ્ટી બોનસ મળીને કુલ ₹50,000 સુધીનો સીધો ફાયદો થઈ શકે છે.

બીજું વાહન ખરીદવા પર વિશેષ છૂટ

ઘણી વખત ગ્રાહકો એક સ્કૂટરના અનુભવ પછી પરિવારના બીજા સભ્ય માટે પણ ઓલા જ ખરીદવા ઈચ્છતા હોય છે. આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ઓલાએ જાહેરાત કરી છે કે, જો કોઈ હાલનો ગ્રાહક પોતાના જ નામે બીજું ઓલા વાહન ખરીદે છે, તો તેને ₹20,000 સુધીના વધારાના લાભ મળશે. આ ડિસ્કાઉન્ટ ગાડીની કિંમત અથવા એસેસરીઝ પર મેળવી શકાય છે.

રેફરલ પ્રોગ્રામથી કમાણીની તક

ઓલાએ તેના 'રેફર એન્ડ અર્ન' મોડલને પણ વધુ મજબૂત બનાવ્યું છે. જો તમે તમારા કોઈ મિત્ર કે સંબંધીને ઓલા ખરીદવા માટે પ્રોત્સાહિત કરો છો અને તેઓ વાહન ખરીદે છે, તો તમને ₹5,000 સુધીના 'ઓલા ક્રેડિટ્સ' મળશે. આ ક્રેડિટ્સનો ઉપયોગ તમે ઓલા હાઇપરચાર્જર પર ચાર્જિંગ કરવા માટે અથવા સર્વિસ સેન્ટર પર કરી શકશો. એટલું જ નહીં, તમારા રેફરલ કોડથી ખરીદી કરનાર નવા ગ્રાહકને પણ ₹1,000 નું કેશબેક મળશે.

નવી ટેકનોલોજીનો પાવર

ઓલાના જણાવ્યા અનુસાર, આ માત્ર એક સેલ નથી પણ EV ઈકોસિસ્ટમને મજબૂત કરવાનો પ્રયત્ન છે. કંપનીની નવી Gen 3 સિરીઝ અને રોડસ્ટર મોટરસાયકલોમાં ભારતની પોતાની '4680 સેલ ટેકનોલોજી' વાપરવામાં આવી છે. આનાથી બેટરી લાઈફ અને ચાર્જિંગ સ્પીડમાં ઘણો સુધારો થયો છે. જૂના ગ્રાહકો આ સ્કીમ દ્વારા ખૂબ જ ઓછા ખર્ચે આ નવી ટેકનોલોજીનો અનુભવ કરી શકશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now