Home Utilities Get Glowing Skin In Winter Carrots Will Help

ગાજર ફેસપેક છે બેસ્ટ : શિયાળમાં પામો ગ્લોઈંગ સ્કિન, ગાજર કરશે મદદ

ગાજર ફેસપેક છે બેસ્ટ
Published by: OBS Bureau
Last Updated: Jan 21, 2025, 04:30 PM IST

શિયાળો ગાજરની ઋતુ કહેવામાં આવે છે. શિયાળામાં આવતા લાલ અને મીઠા ગાજર સ્વાદ અને સેહત બંને માટે સારા છે. ગાજરમાં રહેલા વિટામિન અને મિનરલ્સ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા છે. આ સાથે ગાજર આપણી ત્વચા માટે પણ ખૂબ જ સારા છે. ખાસ કરીને ફેસ માટે તો ગાજર ઉત્તમ છે. જો તમે તમારા સ્કિન કેસ રૂટીનમાં ગાજરને સામેલ કરો છો ચમકતી ત્વચા મેળવી શકો છો. અને તેનું ફેસપેક બનાવવું એકદમ આસાન છે.

ફેસપેક 1
જો તમને વધારે પિમ્પલ છે તો તેને દૂર કરવા માટે ગાજરના રસ અને ગુલાબ જળમાં એક ચમચી મુલતાની માટી ભેળવીને આ પેસ્ટને તમારા ચહેરા પર લગાવો અને 15 મિનિટ બાદ ઠંડા પાણીથી ધોઈ લો. અઠવાડિયામાં 1 થી 2 વાર તેનો ઉપયોગ ફાયદો કરાવશે.

ફેસપેક 2
આ બનાવવા માટે, પહેલા ગાજરની પેસ્ટ અને કાચા દૂધને ચોખાના લોટમાં મિક્સ કરો અને તેને સારી રીતે મિક્સ કરો અને તે પેસ્ટને ચહેરા પર લગાવો. જો તમે ઈચ્છો તો તેમાં થોડી હળદર પણ ઉમેરી શકો છો. પછી 15 મિનિટ પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો. આ ફેસ પેક તમારા ચહેરા પરથી કરચલીઓ દૂર કરશે અને તમારા ચહેરા પર ચમક લાવશે.

ફેસપેક 3
જો તમારી ત્વચા ડ્રાય છે તો, આ ફેસપેક તમને મદદ કરશે. આ માટે ગાજરને છીણીને તેમાં એક ચમચી મધ અને કાચું દૂધ મિક્સ કરીને ભેળવી લો અને તેને ચહેરા પર લગાવીને લગભગ 15 મિનિટ બાદ પાણીથી ધોઈ લો. જો તમે આ પેકનો નિયમિત રીતે ઉપયોગ કરશો તો ચહેરો ખીલી ઉઠશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now