Home Gujarat Gctoc Launches Major Attack Against The Brazen Bharat Rabari Gang In Gandhinagar

ગાંધીનગરમાં માથાભારે ભરત રબારી ગેંગ સામે કડક એક્શન : 6 આરોપીઓ સામે GUJCTOC હેઠળ કાર્યવાહી, 1 ની ધરપકડ

ગાંધીનગરમાં માથાભારે ભરત રબારી ગેંગ સામે કડક એક્શન
Published by: OBS Bureau
Last Updated: Jan 30, 2026, 11:46 AM IST

ગાંધીનગરમાં અસામાજિક તત્વો સામે પોલીસ દ્વારા મોટી અને કડક એક્શન લેવામાં આવી છે. ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચે માથાભારે ભરત સુખાભાઈ રબારી અને તેની ગેંગ સામે ગુજસીટોક (GCTOC Act) હેઠળ કાર્યવાહી કરી છે. આ કાર્યવાહીથી સમગ્ર વિસ્તારમાં ગુનાહિત તત્વોમાં ફફડાટ ફેલાયો છે. ભરત સુખાભાઈ રબારી ની ગુજસીટોક હેઠળ ધરપકડ કરી કરી છે.

ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં ખુલ્યું છે કે ભરત રબારી અને તેના સાગરીતો સંગઠિત ગેંગ તરીકે ગાંધીનગર, અમદાવાદ, પાટણ અને સુરેન્દ્રનગર જિલ્લામાં ગંભીર પ્રકારના મિલકત અને શરીર સંબંધી ગુનાઓ આચરતા હતા. ગેંગ દ્વારા ખૂનનો પ્રયાસ, ખંડણી વસૂલાત, આર્મ્સ એક્ટ, બળજબરી, બનાવટી દસ્તાવેજો બનાવી કિંમતી જમીન પચાવી પાડવી અને જાનથી મારી નાખવાની ધમકીઓ જેવા અનેક ગુનાઓ નોંધાયેલા છે.
તાજેતરમાં પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ફાયર આર્મ્સ સાથે જીવલેણ હુમલો કરી રૂપિયા 50 લાખની ખંડણી માંગવાનો ગંભીર બનાવ સામે આવ્યો હતો. આ ઉપરાંત અડાલજ વિસ્તારમાં પણ સામાન્ય નાગરિકો સાથે મારામારી અને ધમકીઓ આપવાની ઘટનાઓ સામે આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે ગેંગ લીડર ભરત રબારી સામે ભૂતકાળમાં 8 ગુનાઓ, જ્યારે તેના અન્ય સાગરીતો સામે પણ અનેક ગુનાઓ નોંધાયેલા છે.

આ તમામ પુરાવાઓના આધારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વિગતવાર દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. જેને મંજુરી મળતા ગાંધીનગર સેક્ટર-7 પોલીસ સ્ટેશન ખાતે GCTOC એક્ટ-2015 ની કલમ 3 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now