Home Sports Gautam Gambhirs Troubles Increase Ahead Of Asia Cup

Asia Cup પહેલા ગૌતમ ગંભીરની મુશ્કેલીમાં થયો વધારો! : આ મામલે દિલ્હી હાઈકોર્ટે લગાવી ફટકાર

Asia Cup પહેલા ગૌતમ ગંભીરની મુશ્કેલીમાં થયો વધારો!
Published by: OBS Bureau
Last Updated: Aug 26, 2025, 12:34 PM IST

એશિયા કપ 2025 નજીક આવી રહ્યો છે, તે પહેલાં ટીમ ઈન્ડિયાના હેડ કોચ માટે ખરાબ સમાચાર આવી રહ્યા છે. દિલ્હી હાઈકોર્ટે ગંભીર માટે મુશ્કેલીઓ વધારી દીધી છે.હાઈકોર્ટે ગૌતમ ગંભીર તેના પરિવાર અને ફાઉન્ડેશન સામે ચાલી રહેલી ટ્રાયલ કોર્ટની કાર્યવાહીને રોકવાની સ્પષ્ટ ના પાડી દીધો છે. આ કારણે ગૌતમ ગંભીર મોટી ટુર્નામેન્ટ પહેલા કાનૂની મુશ્કેલીઓમાં ફસાઈ ગયો છે.

કોર્ટે વકીલને આપ્યો ઠપકો

ગૌતમ ગંભીરનું નામ કોવિડ-19 માં દવાઓના ગેરકાયદેસર સંગ્રહ અને વિતરણ સંબંધિત કેસમાં છે. જસ્ટિસ નીના બંસલ કૃષ્ણાએ આ કેસમાં ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચને રાહત આપવાની ના પાડી દીધી છે. તેને કેસની સુનાવણી સંબંધિત આગામી તારીખ પણ જણાવી હતી. આગામી સુનાવણી 29 ઓગસ્ટના રોજ થશે, પરંતુ જો આવું નહીં થાય, તો ટ્રાયલ કોર્ટ 8 સપ્ટેમ્બર 2025ના રોજ કાર્યવાહી આગળ ધપાવશે. વકીલે કોર્ટમાં વારંવાર ગૌતમ ગંભીરનું નામ લીધું. જવાબમાં કોર્ટે વકીલને ઠપકો આપ્યો અને કહ્યું કે વારંવાર નામ લેવાથી નિર્ણય બદલાશે નહીં.

આગામી સુનાવણી 29 ઓગસ્ટે થશે

દિલ્હી ડ્રગ કંટ્રોલ વિભાગે ગૌતમ ગંભીર અને તેના પરિવાર અને ફાઉન્ડેશન વિરુદ્ધ કોવિડ 19 ની બીજી લહેર દરમિયાન લાયસન્સ વિના કોવિડ સંબંધિત દવાઓનો સંગ્રહ અને વિતરણ કરવાના આરોપસર કેસ દાખલ કર્યો હતો. આ સમગ્ર કેસમાં અત્યાર સુધી કોઈ પરિણામ આવ્યું નથી અને આગામી સુનાવણી 29 ઓગસ્ટે થશે. જો ગૌતમ ગંભીર ખોટો સાબિત થાય છે, તો તેના પરિવાર અને ફાઉન્ડેશનના સીઈઓ માટે મુશ્કેલીઓ વધી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now