Home Sports Gautam Gambhirs Press Conference After Losing The Series Against South Africa

સાઉથ આફ્રિકા સામે સીરિઝ હાર્યા પછી Gautam Gambhir ની પ્રેસ કોન્ફરન્સ! : શું BCCI ગૌતમ ગંભીરના ભવિષ્યનો નિર્ણય લેશે?

સાઉથ આફ્રિકા સામે સીરિઝ હાર્યા પછી Gautam Gambhir ની પ્રેસ કોન્ફરન્સ!
Published by: OBS Bureau
Last Updated: Nov 26, 2025, 09:36 AM IST

Is Gautam Gambhir the best candidate for head coach in Test cricket: સાઉથ આફ્રિકા સામે બે મેચની ટેસ્ટ સીરિઝ 0-2 થી હાર્યા પછી, હેડ કોચ ગૌતમ ગંભીરે પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપી હતી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ગંભીરને પૂછવામાં આવ્યું કે, શું તે ટેસ્ટ ક્રિકેટમાં હેડ કોચ માટે શ્રેષ્ઠ ઉમેદવાર છે? તેના પર ગૌતમ ગંભીરે શું કહ્યું જાણો તેની સંપૂર્ણ માહિતી.

મારા ભવિષ્યનો નિર્ણય BCCI લેશે: ગૌતમ ગંભીર

જ્યારે ગૌતમ ગંભીરને પૂછવામાં આવ્યું કે, શું તે ટેસ્ટ ક્રિકેટમાં આ પદ માટે યોગ્ય વ્યક્તિ છે, ત્યારે તેમણે જવાબ આપ્યો, "તે BCCI એ નક્કી કરવાનું છે. પરંતુ હું એ જ વ્યક્તિ છું, જેના નેતૃત્વમાં ભારતે ઇંગ્લેન્ડમાં સારું પ્રદર્શન કર્યું, ચેમ્પિયન્સ ટ્રોફી જીતી અને એશિયા કપ જીત્યો."

ગૌતમ ગંભીરે હારની જવાબદારી લીધી

સાઉથ આફ્રિકા સામે 0-2 થી મળેલી હાર પચ્ચી, ગંભીરે કહ્યું, "દરેક વ્યક્તિ દોષિત છે અને તેની શરૂઆત મારાથી થાય છે. આપણે વધુ સારું રમવું પડશે. પહેલી ઇનિંગમાં એક સમયે અમારો સ્કોર એક વિકેટે 95 રન હતો, જે 7 વિકેટે 122 રન થઈ ગયો. આ સ્વીકાર્ય નથી. તમે કોઈ એક વ્યક્તિ કે કોઈ ચોક્કસ શોટને દોષી ઠેરવી શકો નહીં. દોષ બધાનો છે. મેં ક્યારેય કોઈ એક વ્યક્તિને દોષ આપ્યો નથી અને ભવિષ્યમાં પણ ક્યારેય નહીં કરું." ગંભીરના નેતૃત્વમાં, ભારતે 18 ટેસ્ટ મેચમાંથી 10 હારી છે, જેમાં ગયા વર્ષે ન્યુઝીલેન્ડ સામે અને હવે ઘરઆંગણે સાઉથ આફ્રિકા સામે હારનો સમાવેશ થાય છે. સાઉથ આફ્રિકાએ ગુવાહાટીની ટેસ્ટ મેચને 408 રનના વિશાળકાય સ્કોર ઐતિહાસિક વિજય મેળવ્યો. ગૌતમ ગંભીરે આગળ કહ્યું, "ટેસ્ટ ક્રિકેટ રમવા માટે તમારે ખૂબ જ ભવ્ય અને પ્રતિભાશાળી ક્રિકેટરોની જરૂર નથી, આપણને મર્યાદિત કુશળતા અને મજબૂત માનસિકતા ધરાવતા ખેલાડીઓની જરૂર છે. તેઓ સારા ટેસ્ટ ક્રિકેટર બને છે."

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now