Home Gujarat Gautam Adani Shares First Pics Of Son Jeet Adani Diva Shah Wedding

ગૌતમ અદાણીએ શેર કરી તસવીરો : જીત અદાણી લગ્નના બંધનમાં બંધાયા, દિવા શાહ સાથે અમદાવાદમાં કર્યા લગ્ન

ગૌતમ અદાણીએ શેર કરી તસવીરો
Published by: OBS Bureau
Last Updated: Feb 07, 2025, 03:16 PM IST

Jeet-Diva Wedding: ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના પુત્ર જીત અદાણીએ શુક્રવારે (૭ ફેબ્રુઆરી) અમદાવાદમાં દિવા શાહ સાથે લગ્નના બંધનમાં બંધાયા છે. બપોરે 2 વાગ્યાથી અમદાવાદના અદાણી ટાઉનશીપ શાંતિગ્રામ ખાતે પરંપરાગત જૈન અને ગુજરાતી સંસ્કૃતિ અનુસાર લગ્નની વિધિઓ કરવામાં આવી હતી. ગૌતમ અદાણીએ પોતાના X હેન્ડલ પર લગ્નની તસવીરો શેર કરી.

ગૌતમ અદાણીએ તેમના ટ્વિટર પર પોસ્ટ કરીને લખ્યું - પરમપિતા પરમેશ્વરના આર્શીવાદથી જીત અને દિવા આજે વિવાહના પવિત્ર બંધનમાં બંધાયા છે. આ વિવાહ અમદાવાદમાં પ્રિયજનોની વચ્ચે પારંપારિક રીતરિવાજો અને શુભ મંગળ ભાવની સાથે સંપન્ન થયા. આ એક નાનકડો અને અત્યંત ખાનગી સમારોહ હતો, એટલા માટે અમે ઈચ્છતા હોવા છતાં તમામ શુભચિંતકોને આમંત્રિત કરી શક્યા નથી, જેના માટે હું ક્ષમાપ્રાર્થી છું. હું તમને બધાને દીકરી દિવા અને જીત માટે સ્નેહ અને આશીર્વાદની માંગ કરું છું.


સગાઈ 2023માં થઈ હતી
તમને જણાવી દઈએ કે, જીત અદાણી અને દિવા જૈમિન શાહની સગાઈ 14 માર્ચ 2023 ના રોજ થઈ હતી. આજે બંનેના અમદાવાદમાં લગ્ન થયા. આ લગ્ન ખૂબ જ સાદગીથી થયા હતા. જેમાં ફક્ત અદાણી પરિવારના નજીકના મિત્રો અને સંબંધીઓએ જ ભાગ લીધો છે.

કોણ છે જીત અદાણી?
ગૌતમ અદાણીના નાના પુત્ર જીતે પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. તેઓ 2019 માં અદાણી ગ્રુપમાં જોડાયા. તેમણે ગ્રુપ સીએફઓ તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત સ્ટ્રેટેજિક ફાઇનાન્સ, કેપિટલ માર્કેટ્સ અને રિસ્ક એન્ડ ગવર્નન્સ પોલિસીથી કરી છે. જીત અદાણી એરપોર્ટ બિઝનેસ તેમજ અદાણી ડિજિટલ લેબ્સનું નેતૃત્વ કરે છે.

કોણ છે દિવા શાહ?
માર્ચ 2023માં દીવા શાહ ચર્ચામાં આવી હતી. માર્ચ 2023માં તેની સગાઈ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના નાના પુત્ર જીત અદાણી સાથે થઈ હતી. દીવા શાહ હીરા વેપારી જૈમિન શાહની પુત્રી છે. જૈમિન શાહ સી દિનેશ એન્ડ કો કંપની પ્રાઇવેટ લિમિટેડના માલિક છે. તેમનો કારોબાર સુરતથી લઈને મુંબઈ સુધી ફેલાયેલો છે. દીવા સોશિયલ મીડિયા પર વધુ સક્રિય રહેતી નથી. દીવા પણ બિઝનેસમાં તેના પિતાની મદદ કરે છે. ફાઈનાન્સમાં દીવાની સમજ ખુબ સારી છે. તેની નેટવર્થ પણ કરોડોમાં છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now