Home National Ganesh Shankar Vidyarthi Balidan Divas 25 March History

આજે 25 માર્ચ : માનવતાના પૂજારી ગણેશ શંકર વિદ્યાર્થી બલિદાન દિવસ, શાંતિ સ્થાપવા પ્રાણ ન્યોછાવર કર્યા

આજે 25 માર્ચ
Published by: Vishal Dave
Last Updated: Mar 25, 2026, 02:30 AM IST

ઇતિહાસની તારીખમાં 25 માર્ચનો દિવસ 'માનવતા અને શાંતિ'ના પ્રતીક સમાન ગણેશ શંકર વિદ્યાર્થીના બલિદાન માટે સુવર્ણ અક્ષરે અંકિત છે. વર્ષ 1931માં આજના દિવસે કાનપુરમાં ફાટી નીકળેલા ભયાનક કોમી રમખાણોમાં સેંકડો નિર્દોષ લોકોના જીવ બચાવતા ગણેશ શંકર વિદ્યાર્થી શહીદ થયા હતા.

કોણ હતા ગણેશ શંકર વિદ્યાર્થી?

26 ઓક્ટોબર 1890ના રોજ જન્મેલા ગણેશ શંકર વિદ્યાર્થી એક પ્રખર પત્રકાર, નિડર સમાજસેવક અને સ્વાતંત્ર્ય સેનાની હતા. તેઓ હિન્દી અખબાર 'પ્રતાપ'ના સ્થાપક-સંપાદક હતા. તેમના માટે પત્રકારત્વ માત્ર વ્યવસાય નહીં પણ દેશસેવાનું માધ્યમ હતું.

શાંતિ માટે સર્વોચ્ચ બલિદાન

23 માર્ચ 1931ના રોજ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી આપ્યા બાદ દેશભરમાં આક્રોશ હતો, જે કાનપુરમાં કોમી રમખાણોમાં ફેરવાઈ ગયો. આ સમયે ગણેશ શંકર વિદ્યાર્થીએ પોતાની સુરક્ષાની ચિંતા કર્યા વગર રમખાણગ્રસ્ત વિસ્તારોમાં જઈને ફસાયેલા લોકોને બચાવવાનું કામ શરૂ કર્યું. તેમણે બંગાળી વિસ્તારમાંથી આશરે 200 મુસ્લિમ બિરાદરોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. જોકે, આ પ્રક્રિયા દરમિયાન હિંસક ટોળાએ તેમના પર હુમલો કર્યો અને માનવતાના આ પૂજારી શાંતિ સ્થાપતા શહીદ થયા. તેમનો મૃતદેહ એટલી ખરાબ હાલતમાં મળ્યો હતો કે તેમને ઓળખવા પણ મુશ્કેલ હતા.

25 માર્ચની અન્ય મહત્વની ઘટનાઓ:

  • 1987: સાર્ક (SAARC) દેશોનું કાયમી સચિવાલય નેપાળની રાજધાની કાઠમંડુમાં કાર્યરત થયું.

  • 2011: ઓરિસ્સા રાજ્યનું નામ સત્તાવાર રીતે બદલીને 'ઓડિશા' કરવાના બિલને રાજ્યસભામાં મંજૂરી મળી.

  • 2007: ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડ કપમાંથી બહાર થતા ચાહકોમાં નિરાશા વ્યાપી હતી.

  • 1999: ભારતે આઠ શ્રેણીના પાકિસ્તાની નાગરિકો માટે વિઝા મુક્તિની જાહેરાત કરી હતી.

આજના દિવસે જન્મેલી અને અવસાન પામેલી હસ્તીઓ:

આજે બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ફારુક શેખ (1948) અને પ્રખ્યાત વૈજ્ઞાનિક વસંત ગોવારિકર (1933)ની જન્મજયંતિ છે. જ્યારે હિન્દી ફિલ્મોની લોકપ્રિય અભિનેત્રી નંદા (2014) અને નિમ્મી (2020)ની આજે પુણ્યતિથિ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now