Home Gujarat Ganesh Gondals Narco Test On December 11 Medical Process Will Begin

રાજકુમાર જાટ મોત કેસ : ગણેશ ગોંડલનો 11 ડિસેમ્બરે નાર્કો ટેસ્ટ, મેડિકલ પ્રોસેસ થશે શરૂ

રાજકુમાર જાટ મોત કેસ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 09, 2025, 04:35 AM IST

Ganesh Gondal narco test : રાજકોટમાં રાજકુમાર જાટને માર મારી હત્યા કરવામાં આવેલા કેસમાં તપાસ એક મહત્વના તબક્કે પહોંચી છે. આ કેસના મુખ્ય આરોપી ગણેશ ગોંડલનો 11 ડિસેમ્બરે ગાંધીનગરમાં નાર્કો ટેસ્ટ કરવામાં આવશે. નાર્કો ટેસ્ટ પૂર્વેની જરૂરી કાર્યવાહીના ભાગરૂપે 9 ડિસેમ્બરથી તેની મેડિકલ પ્રોસેસ શરૂ થશે.

5 ડિસેમ્બરે રાજકોટની કોર્ટે મંજૂરી આપી

પાપ્ત માહિતી મુજબ, આ કેસમાં નાર્કો ટેસ્ટ કરાવવા માટે 5 ડિસેમ્બરે રાજકોટની કોર્ટે મંજૂરી આપી હતી. કોર્ટની મંજૂરી બાદ પોલીસ હવે નાર્કો ટેસ્ટની સંપૂર્ણ તૈયારીમાં લાગી છે જેથી કેસમાં રહેલી અગત્યની વિગતો બહાર આવી શકે.

નાર્કો ટેસ્ટથી નવા ખુલાસો થશે?

રાજકુમાર જાટના મોત બાદ શહેરમાં ભારે વિરોધ અને રોષ જોવા મળ્યો હતો. તપાસમાં ઝડપી ઉકેલી શકાય તેમજ સત્ય બહાર આવે તે માટે પરિવાર અને જનતા બંને આતુર છે. ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટથી કેસમાં નવા ખુલાસાઓ થવાની સંભાવના છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now