Home Gujarat Gandhinagar District Administration Appeals To Make Gujarat The Peoples Choice Winner Once Again

તમારો મત, ગુજરાતની શાન! : ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્રની અપીલ, MyGovમાં રજિસ્ટર થાઓ – ચોથી વખત 'પીપલ્સ ચોઇસ એવોર્ડ' અપાવો!

તમારો મત, ગુજરાતની શાન!
Published by: OBS Bureau
Last Updated: Jan 24, 2026, 09:16 AM IST

Gujarat People's Choice Award: ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજ્યના ગૌરવને વધુ ઉંચાઈએ લઈ જવાની મહત્વાકાંક્ષા સાથે એક વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પ્રજાસત્તાક દિવસ 2026ની ઉજવણીમાં ગુજરાતના ટેબ્લોને સતત ચોથા વર્ષે 'પીપલ્સ ચોઇસ એવોર્ડ' જીતાડવા માટે જિલ્લાના તમામ નાગરિકો, અધિકારીઓ અને કર્મચારીઓને સક્રિય ભાગીદારીનો આહ્વાન કરવામાં આવ્યું છે.

કલેક્ટર મેહુલ કે. દવેએ જણાવ્યું હતું કે, "ગુજરાતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતને રાષ્ટ્રીય મંચ પર ફરી વિજેતા બનાવવા માટે આપણા દરેકનું નાનું પણ યોગદાન અત્યંત મહત્વનું છે."

ક્યારે અને કેવી રીતે ભાગ લેવો?

રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ: 25 જાન્યુઆરી 2026 સુધી

વોટિંગનો સમય:26જાન્યુઆરી 2026ના રોજ બપોરે 12:00 વાગ્યાથી (લિંક MyGov એપ પર ઉપલબ્ધ થશે)

રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું?

MyGov India એપ ડાઉનલોડ કરો:

એન્ડ્રોઇડ યુઝર્સ માટે:

https://play.google.com/store/apps/details?id=in.mygov.mobile

આઈફોન યુઝર્સ માટે: https://apps.apple.com/in/app/mygov-india-મ-ર-સરક-ર/id1423088445

એપમાં રજિસ્ટર થાઓ (માર્ગદર્શિકા વીડિયો પણ ઉપલબ્ધ છે).

26 જાન્યુઆરીએ ગુજરાતના ટેબ્લોને તમારો કિંમતી મત આપો.

આ ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને માત્ર આ વખતના એવોર્ડ જ નહીં, પરંતુ ભવિષ્યમાં પણ સરકારની વિવિધ પ્રવૃત્તિઓમાં સક્રિય રહી શકાશે. આવો, સૌ એકજુટ થઈને ગુજરાતની શાનને ફરી એક વખત રાષ્ટ્રીય સ્તરે ચમકાવીએ!

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now