Home Gujarat Gandhinagar Appointment Letters Given Cm Bhupendra Patel 500 Government Employee

સરકારી નોકરી અંગે ખુશખબર : આ તારીખે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના યુવાનોને આપશે મોટી ભેટ

સરકારી નોકરી અંગે ખુશખબર
Published by: OBS Bureau
Last Updated: Dec 10, 2024, 10:15 AM IST

12 ડિસેમ્બરના રોજ ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે સરકાર દ્વારા વિશ્ષ કાર્યક્રમનું આયોજન કરાયું છે... સવારે 11 કલાકે યોજાનારા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 500થી વધુ સરકારી નોકરી મેળવનારા ઉમેદવારોને નિમણૂક પત્ર આપશે.  જેમાં પંચાયત, પ્લાનિંગ આસિસ્ટન્ટ, સર્વેયર, સાયન્સ એન્ડ ટેક્નોલોજી સહિત વિભાગોના ઉમેદવારોને નિમણૂક પત્ર આપવામાં આવશે.


કોને કોને મળશે નિમણૂક પત્ર?
આ વિશેષ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 278 જેટલા પંચાયતનાં મદદનીશ ઇજનેર, 145થી વધુ પ્લાનિંગ આસિસ્ટન્ટ, 50થી વધુ સર્વેયર અને 30થી વધુ સાયન્સ એન્ડ ટેક્નોલોજીનાં ઉમેદવારોને નિમણૂક પત્ર આપવામાં આવશે. ઉપરાંત, બીટ ગાર્ડ સહિત અન્ય ઉમેદવારોને ડિસેમ્બર મહિનાનાં અંત સુધીમાં નિમણૂક પત્ર આપવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now