Home Gujarat Gandhinagar Acb Trap Ab Chaudhary Bribery Case

ક્લાસ-વન અધિકારી ₹5 લાખની લાંચ લેતા ઝડપાયા : ગાંધીનગરમાં ACBનો સપાટો, દરોડામાં ₹2.64 કરોડની સંપત્તિ મળી

ગુજરાત ACB દર્શવાતું દ્રશ્ય
Image Credit: google
Published by: Chintan Chavda
Last Updated: Jun 01, 2026, 07:50 AM IST

ગાંધીનગરમાં એન્ટી કરપ્શન બ્યૂરો (ACB) દ્વારા હાથ ધરાયેલી મોટી કાર્યવાહીમાં વિદ્યુત નિરિક્ષક કચેરીના ક્લાસ-વન અધિકારી એ.બી. ચૌધરીને ₹5 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ સોલાર પેનલ સંબંધિત કામગીરી માટે તેમણે ફરિયાદી પાસેથી લાંચની માંગણી કરી હતી. ACBએ આયોજનબદ્ધ ટ્રેપ ગોઠવી તેમને લાંચ સ્વીકારતી વખતે પકડી પાડ્યા હતા.

આ કાર્યવાહીને પગલે સરકારી તંત્રમાં પણ ખળભળાટ મચી ગયો છે. ક્લાસ-વન કક્ષાના અધિકારીની ધરપકડ બાદ ACB દ્વારા તેમના રહેઠાણો અને અન્ય સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન મોટી માત્રામાં રોકડ રકમ અને કિંમતી દાગીના મળી આવતા મામલો વધુ ગંભીર બન્યો છે.

આ પણ વાંચો: સાબરકાંઠાના પ્રાંતિજમાં ભાજપમાં ભડકો : નગરપાલિકા પ્રમુખની મનમાની સામે 15 કાઉન્સિલરોના સામૂહિક રાજીનામા

મકાન અને વાહનમાંથી કરોડોની રોકડ મળી

ACBની તપાસ દરમિયાન અધિકારીના બે મકાન અને એક વાહનની તલાશી લેવામાં આવી હતી. આ તપાસમાં કુલ ₹1 કરોડ 76 લાખ જેટલી રોકડ રકમ મળી આવી હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત સોના-ચાંદીના દાગીના અને અન્ય કિંમતી આભૂષણો પણ મળી આવ્યા છે.

તપાસ એજન્સીના પ્રાથમિક અંદાજ મુજબ મળેલા દાગીનાની કિંમત આશરે ₹88.82 લાખ જેટલી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ રીતે રોકડ અને દાગીના મળીને કુલ ₹2.64 કરોડથી વધુની સંપત્તિ સામે આવી છે. હવે ACB આ સંપત્તિના સ્ત્રોત અને તેની કાયદેસરતા અંગે પણ તપાસ કરશે.

આ પણ વાંચો: જામનગરના ભાજપ કોર્પોરેટરના પુત્રની રાજકોટમાંથી ધરપકડ : બે કરોડના દારૂના કેસમાં માર્ચથી હતો ફરાર

સોલાર પેનલ મંજૂરી પ્રક્રિયામાં લાંચનો આક્ષેપ

પ્રાથમિક માહિતી અનુસાર ફરિયાદીએ સોલાર પેનલ સંબંધિત પ્રક્રિયા માટે કચેરીનો સંપર્ક કર્યો હતો. આ દરમિયાન અધિકારી દ્વારા કામ આગળ ધપાવવા માટે લાંચની માંગણી કરવામાં આવી હોવાનો આક્ષેપ છે. ફરિયાદ મળ્યા બાદ ACBએ જરૂરી ચકાસણી કરી ટ્રેપ ગોઠવ્યો હતો.

લાંચ લેતા ઝડપાયા બાદ અધિકારી સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તપાસ દરમિયાન અન્ય કોઈ સરકારી કર્મચારી અથવા વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે મુદ્દે પણ તપાસ કરવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now