Home Gujarat Gajraj Suddenly Uncontrollable Riot In The Gulf Area For A While

ગજરાજ અચાનક થયા બેકાબૂ : ખાડિયા વિસ્તારમાં થોડીવાર માટે અફરાતફરી

ગજરાજ અચાનક થયા બેકાબૂ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jun 27, 2025, 06:45 AM IST

રથયાત્રામાં સામેલ ત્રણ ગજરાજ (હાથી) અચાનક બેકાબૂ બની ગયા હતા અને નગરચર્યાના રૂટને છોડીને ખાડિયા વિસ્તારના પોળ વિસ્તારમાં ઘૂસી ગયા હતા.

ડી.જેના અવાજથી હાથી બેકાબૂ બન્યા
પ્રાથમિક માહિતી અનુસાર, ખાડિયા વિસ્તારમાં બજરા વગાડાતા ડી.જેના ઉચ્ચ અવાજના કારણે ગજરાજો ઘબરાઈ
ગયા હતા અને બેકાબૂ બની ગયા હતા. આ ઘટના બાદ આસપાસ હાજર ભક્તોમાં દોડધામ મચી ગઈ હતી અને લોકો પોતાના જીવ બચાવવા માટે દોડતા જોવા મળ્યા હતા.

કોઈ જાનહાનિ નહીં, પોલીસ અને મહાવતનું ઝડપભર્યું કામ
સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. ઘટના સ્થળે તાત્કાલિક પોલીસ અને મહાવતોની ટીમ પહોંચી ગઈ હતી. મહાવતોની ચપળતા અને અનુભવના કારણે ગણતરીની મિનિટોમાં ત્રણે ગજરાજોને કાબૂમાં લઈ લેવામાં આવ્યા હતા. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને પોળ વિસ્તાર અને યાત્રારૂટ વચ્ચેનો ટ્રાફિક ફરીથી નિયમિત કર્યો હતો.

શાંતિપૂર્ણ યાત્રા માટે પોલીસ ચુસ્ત બંદોબસ્તમાં
હાંલામાં બનેલી ઘટનાથી યાત્રાના ભક્તિમય માહોલ પર કોઈ ગભરાટ છવાયો નહીં. સમગ્ર યાત્રાને શાંતિપૂર્ણ રીતે પાર પાડી શકાય તે માટે 20 હજારથી વધુ પોલીસ જવાનો તૈનાત છે અને દરેક ઘટના પર મિનિટ ટુ મિનિટ નજર રાખવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now