Home Utilities Gadgets How Many Tonnes Of Ac Is It Beneficial To Buy Know Here What Is The True Meaning Of Ton

AC ખરીદતા પહેલાં રાખો આટલું ધ્યાન : કેટલા ટનનું AC ખરીદવું જોઈએ?

AC ખરીદતા પહેલાં રાખો આટલું ધ્યાન
Published by: OBS Bureau
Last Updated: Feb 23, 2025, 06:01 AM IST

ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. અને હજુ તો શરૂઆત છે ત્યારથી જ ગરમી સહન નથી થતી તો આવાનાર દિવસોમાં તો અગનગોળા વરસી શકે તેવી ગરમી પડે તેમ લાગી રહ્યું છે. પરંતુ આ ગરમીથી માત્ર એક મશીન છે આપણને રાહત આપે છે. અને તે છે એર કંડીશનર. એટલે જો તમે આવનારા ઉનાળા માટે AC ખરીદવાનું વિચારી રહ્યાં હોવ તો આપને સવાલ થતો હશે કે કેટલા ટનનું AC લેવુ.

ACમાં "ટન"નો અર્થ તેનું વજન નથી, પરંતુ તેની ઠંડક ક્ષમતા છે. તે જણાવે છે કે AC એક કલાકમાં રૂમમાંથી કેટલી ગરમીને બહાર કાઢી શકે છે.

ગરમીને BTU એટલે કે (બ્રિટિશ થર્મલ યુનિટ)માં માપવામાં આવે છે. 1 ટન એસી એક કલાકમાં 12,000 BTU ગરમી દૂર કરવામાં સક્ષમ છે.

તે જ સમયે, 1.5-ટન એસી 18,000 BTU બહાર કાઢી શકે છે. . 2 ટન AC 24,000 BTU ગરમી દૂર કરવામાં સક્ષમ છે. એટલે કે, જેટલા વધુ ટન, તેટલી ઝડપથી અને વધુ ઠંડક તમને મળશે.

તમારા રૂમની સાઈઝ નક્કી કરે છે કે તમારે કેટલા ટનનું AC ખરીદવું જોઈએ. જો રૂમ મોટો છે અથવા તો વધુ લોકો રહેતા હોય તો વધુ ટન એસી લેવું ફાયદાકારક રહેશે.

જો તમે યોગ્ય માહિતી વગર AC ખરીદો છો, તો તે કાં તો વધુ વીજળીનો વપરાશ થશે અથવા રૂમમાં યોગ્ય ઠંડક નહીં થાય.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now