Home Gujarat Friend Fired On Friend In Narol Ahmedabad

મિત્ર એ જ મિત્ર પર ચલાવી ગોળી : અમદાવાદના નારોલમાં ફાયરિંગની ઘટના, પોલીસ દોડતી થઈ

મિત્ર એ જ મિત્ર પર ચલાવી ગોળી
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 09, 2025, 07:07 AM IST

અમદાવાદના નારોલ વિસ્તારમાં ફાયરિંગનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જેમાં એક મિત્રએ પોતાના જ મિત્ર પર ગોળીબાર કર્યો હોવાનું જાણવા મળ્યું છે. નારોલ સ્થિત શિવાલિક એપાર્ટમેન્ટમાં બનેલી આ ઘટનામાં હુમલાખોરે એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત

જેના કારણે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. ઘટનામાં પોલીસ અને 108 દ્વારા ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. શરૂઆતની માહિતી મુજબ બંને વચ્ચે શું વિવાદ હતો અથવા કયા કારણસર ફાયરિંગ થયું તે હજુ સુધી સ્પષ્ટ નથી

પોલીસે તપાસ હાથધરી

પોલીસ દ્વારા સમગ્ર મુદ્દે સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. રહેણાંક વિસ્તારમાં બનેલી આ અચાનક ઘટનાએ સ્થાનિકોમાં ભય અને તંગદિલીનું વાતાવરણ સર્જ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now