Home International France President Emmanuel Macron Praises Pm Narendra Modi Says Namaste To Indians

પીએમ મોદી ફ્રાન્સની મુલાકાતે : મુલાકાત પહેલાં જ રાષ્ટ્રપતિએ કર્યાં પીએમના વખાણ

પીએમ મોદી ફ્રાન્સની મુલાકાતે
Published by: OBS Bureau
Last Updated: Feb 11, 2025, 05:31 AM IST

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ ફ્રાન્સની મુલાકાતે છે. જોકે પીએમ મોદી પેરિસ પહોંચે તે પહેલાં જ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને ભારતની પ્રશંસા કરી છે. મીડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં રાષ્ટ્રપતિ મેક્રોને હિન્દીમાં ભારતના લોકોને "નમસ્તે" કહ્યું હતું. ફ્રાન્સના રાષ્ટ્રપતિએ કહ્યું કે ફ્રાન્સ અને ભારતના નેતાઓ તકનીકી સાર્વભૌમત્વને પ્રોત્સાહન આપવા માંગે છે. મેક્રોને ભારપૂર્વક જણાવ્યું હતું કે AI એ એક તક છે જેના પર ભારત અને યુરોપએ વિકાસ અને વધુ સારા ભવિષ્ય માટે કામ કરવું જોઈએ.

પેરિસમાં AI સમિટમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
રાષ્ટ્રપતિ મેક્રોને ભારપૂર્વક જણાવ્યું હતું કે વૈશ્વિક મંચ પર તકનીકી સાર્વભૌમત્વને પ્રોત્સાહન આપવું એ તેમના અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે મુખ્ય એજન્ડા છે.

ભારત અને ફ્રાન્સ બે મહાન શક્તિઓ, અમારી વચ્ચે વિશેષ સંબંધઃ મેક્રોન
તેમણે કહ્યું, "મને લાગે છે કે ભારત અને ફ્રાન્સ બંને મહાન શક્તિઓ છે અને અમારો વિશેષ સંબંધ છે. અમે અમેરિકાનું સન્માન કરીએ છીએ અને તેમની સાથે કામ કરવા માટે આતુર છીએ. અમે ચીન સાથે પણ કામ કરવા માગીએ છીએ, પરંતુ અમે કોઈના પર નિર્ભર રહેવા માગતા નથી. તેમણે ચીનની AI ચેટબોટ ડીપસીકની પણ પ્રશંસા કરી હતી અને તેની ઓછી કિંમતને કારણે તેને "ખૂબ જ સસ્તું" ગણાવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે તેઓ ઇચ્છે છે કે આગામી પેઢીનું AI મોડેલ ફ્રાન્સમાંથી બહાર આવે.

પીએમ મોદી ટેકનોલોજીનો લાભ લેવા માગે છે
મેંક્રોએ સંરક્ષણ ક્ષેત્રમાં ફ્રાન્સ અને ભારત વચ્ચે મજબૂત દ્વિપક્ષીય ભાગીદારીનો પણ ઉલ્લેખ કર્યો હતો. ભારતની પ્રશંસા કરતા તેમણે કહ્યું હતું કે, માત્ર ભારતમાં જ દર વર્ષે 10 લાખ ઈજનેરો પેદા થાય છે, જે યુરોપ અને અમેરિકા કરતાં ઘણા વધારે છે. તે જ સમયે, પડોશી પાકિસ્તાન દર વર્ષે માત્ર 25000 ઇજનેરો પેદા કરે છે.

AI અંગે ફ્રાન્સના રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, "ભારત અને ફ્રાન્સ આ દિશામાં અગ્રેસર છે. પરંતુ ચીન અને અમેરિકા મોખરે છે. તે પછી ફ્રાન્સ, યુકે, ભારત, યુએઈ, જર્મની અને અન્ય દેશોનો ક્રમ આવે છે. એટલા માટે અમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પર સાથે મળીને કામ કરવા માંગીએ છીએ પ્રધાનમંત્રી મોદી પણ નવી ટેકનોલોજીનો લાભ લેવા માંગે છે, જોકે તેઓ ઇચ્છે છે કે તે ભારતમાં પણ થાય.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ
ઈરાન સામેની જંગમાં નવો વળાંક
આજે 31 માર્ચ
લોકસભામાં અમિત શાહનો લલકાર
‘હોર્મુઝ સ્ટ્રેટ ખોલો, નહીં તો...’,