Home International Four Storey Buildingcollapses In Delhi 12 People Feared Trapped

BREAKING: દિલ્હીમાં ચાર માળની બિલ્ડિંગ ધરાશાયી થતા 2 મોત : 12 લોકો ફસાયા હોવાની આશંકા, 6ને બચાવાયા

BREAKING: દિલ્હીમાં ચાર માળની બિલ્ડિંગ ધરાશાયી થતા 2 મોત
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jul 12, 2025, 07:37 AM IST

શનિવારે સવારે 7 વાગ્યે ઉત્તર પૂર્વ દિલ્હીના થાણા વેલકમ વિસ્તારમાં જનતા મઝદૂર કોલોનીમાં એક ચાર માળની બિલ્ડિંગ ધરાશાયી બે વ્યક્તિના મોતની પુષ્ટિ થઇ છે . અકસ્માત સમયે ઇમારતમાં ઘણા લોકો હાજર હતા, જેમાંથી લગભગ 12 લોકો કાટમાળ નીચે દટાયા હતા.

ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 6 લોકોને કાટમાળમાંથી સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે 5 થી 6 લોકો હજુ પણ કાટમાળ નીચે ફસાયેલા છે. રાહત અને બચાવ કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે. આ વિસ્તાર ખૂબ જ ગીચ વસ્તી ધરાવતો હોવાથી અને સાંકડી શેરીઓ હોવાથી બચાવ મુશ્કેલ છે.

7 ફાયર ફાઈટર ઘટનાસ્થળે હાજર છે અને સ્થાનિક પોલીસ અને રાહત ટીમો કાટમાળ દૂર કરવા માટે સતત કામ કરી રહી છે. હાલમાં અકસ્માતનું કારણ સ્પષ્ટ નથી. પરંતુ એવું માનવામાં આવે છે કે ઇમારત ખૂબ જ જર્જરિત હતી, જેના કારણે આ અકસ્માત થયો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now