Home Gujarat Four Arrested With Ambergris Worth 8 Crore In Sarkhej Ahmedabad

8.7 કરોડનું 'ફ્લોટિંગ ગોલ્ડ' ઝડપાયું : અમ્બરગ્રીસ સાથે 4 શખ્સોની ધરપકડ

8.7 કરોડનું 'ફ્લોટિંગ ગોલ્ડ' ઝડપાયું
Play Video
Published by: Offbeat Team
| Last Updated: Nov 30, 2025, 09:48 AM IST

અમદાવાદ શહેર પોલીસે એક મોટી સફળતા મેળવતા પ્રતિબંધિત અને અત્યંત કિંમતી ગણાતા પદાર્થની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. ઝોન 7 એલસીબી (લોકલ ક્રાઈમ બ્રાન્ચ)ની ટીમે સરખેજ વિસ્તારમાં વોચ ગોઠવીને ચાર શખ્સોને ઝડપી પાડ્યા છે. આ આરોપીઓ પાસેથી દુર્લભ ગણાતું 8.70 કિલો અમ્બરગ્રીસ એટલે કે વ્હેલ માછલીની ઉલટીનો જથ્થો મળી આવ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ જથ્થાની કિંમત અંદાજે 8.70 કરોડ રૂપિયા જેટલી આંકવામાં આવી રહી છે. રાતોરાત લખપતિ બનવાની લાલચમાં કોલેજમાં ભણતા યુવાનો પણ આ ગુનાખોરીના રવાડે ચડ્યા હોવાનું સામે આવ્યું છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઝોન 7 એલસીબી સ્ક્વોડના પીઆઈ વાય.પી. જાડેજાને બાતમી મળી હતી કે કેટલાક લોકો સરખેજ વિસ્તારમાં પ્રતિબંધિત પદાર્થ વેચવા માટે આવવાના છે. આ બાતમીના આધારે પોલીસે સરખેજ મકરબા ટોરેન્ટ પાવર રોડ પર બની રહેલા નવા બ્રિજ પાસે છટકું ગોઠવ્યું હતું. પોલીસની ટીમે ત્યાં શંકાસ્પદ હાલતમાં ઉભેલા ચાર વ્યક્તિઓની તપાસ કરતા તેમની પાસેથી અમ્બરગ્રીસનો આ જંગી જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી જ રીન્કુસિંહ રાજપુત, શશાંક પાંડે, એજેક્ષ વ્યાસ અને જતીન પાટીલની ધરપકડ કરી લીધી હતી.

પૂછપરછ દરમિયાન મુખ્ય આરોપી રીન્કુસિંહ રાજપુતે કબૂલાત કરી હતી કે તે મૂળ સુરતના એક વ્યક્તિ પાસેથી આ જથ્થો વેચવા માટે લાવ્યો હતો. ડીલ એવી થઈ હતી કે જો અમ્બરગ્રીસ વેચાઈ જાય તો મળતી રકમમાંથી અડધો હિસ્સો સુરતના વ્યક્તિને આપવાનો હતો. સુરતથી લાવેલો આ માલ શશાંકના ઘરે સાચવવા માટે રાખવામાં આવ્યો હતો. આ ટોળકીને કોઈ ગ્રાહક મળી ગયો હતો અને તેઓ ડિલિવરી આપીને કરોડો રૂપિયા કમાવાની ફિરાકમાં હતા ત્યાં જ પોલીસ ત્રાટકી હતી અને તેમનો પ્લાન નિષ્ફળ બનાવ્યો હતો.

આ કેસમાં પકડાયેલા આરોપીઓની પ્રોફાઇલ પણ ચોંકાવનારી છે. મુખ્ય આરોપી રીન્કુસિંહ ડ્રાઇવિંગનું કામ કરે છે જ્યારે શશાંક હાલમાં બેરોજગાર છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે અન્ય બે આરોપીઓ એજેક્ષ અને જતીન હજુ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે. પોલીસે આ તમામ જથ્થો કબ્જે કરીને તેની ખરાઈ કરવા માટે એફએસએલ (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) માં મોકલી આપ્યો છે. આ અહેવાલ આવ્યા બાદ વન વિભાગને પણ આ અંગે જાણ કરવામાં આવશે અને વન્યજીવ સંરક્ષણ ધારા હેઠળ વધુ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

મોરબીનો સિરામિક ઉદ્યોગ એક મહિના માટે બંધ: યુદ્ધની ભયંકર અસર

મોરબીનો સિરામિક ઉદ્યોગ એક મહિના માટે બંધ

ગુજરાતમાં ઐતિહાસિક બદલાવની તૈયારી: કમિટીએ UCCનો ફાઈનલ રિપોર્ટ CMને સોંપ્યો. જાણો ક્યારે થશે ગૃહમાં રજૂ

ગુજરાતમાં ઐતિહાસિક બદલાવની તૈયારી

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો!: 'સેવા અને સુશાસન'ના મંત્ર સાથે ભાજપા સજ્જ, 'કમલમ' ખાતે આવતીકાલે મહત્વની બેઠક

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો!

સુરેન્દ્રનગરમાં ઘુડખરના ત્રાસથી ખેડૂતો પાયમાલ!: 25 તારીખ સુધીમાં ઉકેલ નહીં આવે તો મહાસંમેલન અને આંદોલનની ચીમકી

સુરેન્દ્રનગરમાં ઘુડખરના ત્રાસથી ખેડૂતો પાયમાલ!

'ખેડૂતોને સહાય આપો', મંદીના માર વચ્ચે સહાયની માગ: બટાકા પકવતા ખેડૂતોની વહારે આવવા કિસાન સંઘની કૃષિ મંત્રીને રજૂઆત

'ખેડૂતોને સહાય આપો', મંદીના માર વચ્ચે સહાયની માગ

દેવભૂમિ દ્વારકામાં કાળમુખો અકસ્માત: ખંભાળિયા-ભાણવડ હાઈવે પર બે વાહનો વચ્ચે ટક્કર બાદ ભયાનક આગ, એક જીવતો ભુંજાયો

દેવભૂમિ દ્વારકામાં કાળમુખો અકસ્માત
Play Video

બટાકાના ભાવ ઘટતા ખેડૂતો મુશ્કેલીમાં: ભાવ તળિયે અને કોલ્ડ સ્ટોરેજમાં જગ્યા નથી, કિસાન સંઘની સરકારને રજૂઆત

બટાકાના ભાવ ઘટતા ખેડૂતો મુશ્કેલીમાં

Surat: રાંદેરના રામનગરમાં પ્રેમ પ્રકરણમાં લોહીયાળ ખેલ: પતિએ પત્નીની ચપ્પુના ઘા ઝીંકી કરી કરપીણ હત્યા

Surat: રાંદેરના રામનગરમાં પ્રેમ પ્રકરણમાં લોહીયાળ ખેલ

સુરતમાં હવે દૂધની દુકાનો પણ અસુરક્ષિત: કાપોદ્રામાં વહેલી સવારે દૂધની થેલીઓની ચોરી કરતી ગેંગ સક્રિય

સુરતમાં હવે દૂધની દુકાનો પણ અસુરક્ષિત

પાલનપુર હાઇવે પર એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સનો સપાટો: લાખોની કિંમતના ૨૩૨ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે બે ઝડપાયા

પાલનપુર હાઇવે પર એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સનો સપાટો

છેલ્લા 3 વર્ષમાં 24 પીડિતાઓને ન્યાય: ગાંધીનગરની 16 વર્ષીય દુષ્કર્મ પીડિતાને ગુજરાત હાઈકોર્ટે આપી ગર્ભપાતની મંજૂરી; પેનલમાં હશે સિનિયર ડોક્ટરોની ટીમ

છેલ્લા 3 વર્ષમાં 24 પીડિતાઓને ન્યાય

બુલેટ ટ્રેન સ્ટેશનોમાં ઝડપી પ્રગતિ: MMI અને વર્લ્ડ-ક્લાસ પ્લાઝા વિકાસ ચાલુ, જાણો શું છે તૈયારી

બુલેટ ટ્રેન સ્ટેશનોમાં ઝડપી પ્રગતિ

ગુજરાત ન્યાયતંત્રમાં મોટી કાર્યવાહી: હાઈકોર્ટની ભલામણ બાદ 5 જજને ફરજિયાત નિવૃત્ત કરાયા

ગુજરાત ન્યાયતંત્રમાં મોટી કાર્યવાહી

CMનો દક્ષિણ ગુજરાતનાં ટુરિઝમને બૂસ્ટર ડોઝ!: હવે આંખનાં પલકારામાં પહોંચી જશો આ જિલ્લાઓના ટુરિસ્ટ સ્પોટ પર

CMનો દક્ષિણ ગુજરાતનાં ટુરિઝમને બૂસ્ટર ડોઝ!

વડોદરાના વારસિયામાં વડના ઝાડ પર ગળેફાંસો ખાઈ મહિલાએ જીવન ટૂંકાવ્યું: પરિવારમાં શોકનો માહોલ

વડોદરાના વારસિયામાં વડના ઝાડ પર ગળેફાંસો ખાઈ મહિલાએ જીવન ટૂંકાવ્યું

ગુજરાત વિધાનસભામાં મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો: ધારાસભ્યો અને પત્રકારો માટે સરકારની વિશેષ ભેટ

ગુજરાત વિધાનસભામાં મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો

પંચમહાલના વેજલપુર નજીક ભયાનક ત્રિપલ અકસ્માત: GRD જવાન સહિત બેના મોત, અનેક ઘાયલ

પંચમહાલના વેજલપુર નજીક ભયાનક ત્રિપલ અકસ્માત

વડોદરા જેલમાં અંડરટ્રાયલ કેદીનું અચાનક મોત: પરિવારનો આક્રોશ, જેલ અને પોલીસ વિરુદ્ધ ગંભીર આરોપો

વડોદરા જેલમાં અંડરટ્રાયલ કેદીનું અચાનક મોત

ખેડૂતોના અરમાનો પર ફરી વળશે મુસીબતનું પાણી: ભરઉનાળે આવી ગઈ કમોસમી વરસાદની આગાહી, જાણો ગુજરાતમાં ક્યાં-ક્યાં પડશે વરસાદ

ખેડૂતોના અરમાનો પર ફરી વળશે મુસીબતનું પાણી

પાનોલી GIDCની કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ બાદ ભીષણ આગ: એક મહિલા ઇજાગ્રસ્ત, મોટી જાનહાનિ ટળી

પાનોલી GIDCની કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ બાદ ભીષણ આગ