Home International Former Us President Jimmy Carter Passed Away At 100

અલવિદા જીમી કાર્ટર... : બે દેશો વચ્ચે શાંતિ સમજૂતી કરાવનાર અમેરિકાના જીમી કાર્ટરનું 100 વર્ષની વયે નિધન

અલવિદા જીમી કાર્ટર...
Published by: OBS Bureau
Last Updated: Dec 30, 2024, 01:07 PM IST

Jimmy Carter passes away:  અમેરિકાના 39માં રાષ્ટ્રપતિ જીમી કાર્ટરનું 100 વર્ષની વયે નિધન થયું છે. કાર્ટર સેન્ટરે રવિવારે એક નિવેદનમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે કાર્ટરની અંતિમ ક્ષણો પ્લેન્સ, જ્યોર્જિયામાં તેમના ઘરે હતી. કાર્ટર અમેરિકાના ઈતિહાસમાં સૌથી લાંબા સમય સુધી સેવા આપતા રાષ્ટ્રપતિ હતા. જીમી કાર્ટર મેલાનોમા નામના સ્કિન કેન્સરથી પીડિત હતા.

ક્યાં થયો જીમી કાર્ટરનો જન્મ
કાર્ટરનો જન્મ 1 ઓક્ટોબર, 1924ના રોજ જ્યોર્જિયામાં થયો હતો. તેના પિતા ખેડૂત હતા. જીમી કાર્ટરે 1976 થી 1980 સુધી યુનાઇટેડ સ્ટેટ્સના 39માં રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી. રાષ્ટ્રપતિ બનતા પહેલા તેમણે જીમી કાર્ટર નોકાદળનાં અધિકારી, રાજનેતા અને લેખક હતા. તેમના રાષ્ટ્રપતિ કાર્યકાળ પછી તેઓ માનવાધિકાર સંસ્થાઓ અને સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાયેલા રહ્યા. રાષ્ટ્રપતિ પદ છોડ્યાના એક વર્ષ બાદ તેમણે 'કાર્ટર સેન્ટર' નામની ચેરિટીની સ્થાપના કરી. રાજનીતિમાં આવતા પહેલા તેઓ મગફળીની ખેતી કરતા હતા અને ત્યારબાદ જ્યોર્જિયનાં ગર્વનર બન્યા. અમેરિકનાનાં રાષ્ટ્રપતિ બન્યા બાદ તેઓ સામે ઘણા સંકટ હતા. અમેરિકામાં મંદી, વધતી મોંઘવારી, ઉર્જા સંકટ, સોવિયેત યુનિયનનું અફઘાનિસ્તાન પર આક્રમણ જેવી સ્થિતીનો સામનો કરી અમેરિકાની પ્રગતિમાં યોગદાન આપ્યુ. આ સાથે જ વૈશ્વિક શાંતિ માટે તેમણે ઇજિપ્ત અને ઇઝરાયેલ વચ્ચે 1979 માં શાંતિ સમજૂતી પણ કરાવી હતી. જીમી કાર્ટરનાં નિધન પર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઈડને શોક વ્યક્ત કર્યો

બાઈડન-ટ્રમ્પે આપી શ્રદ્ધાંજલિ
રાષ્ટ્રપતિ જો બાઈડને એક નિવેદનમાં કાર્ટરને શ્રદ્ધાંજલિ આપી. તેમણે તેમના નિવેદનમાં કાર્ટરને "પ્રિય મિત્ર" અને "અસાધારણ નેતા" તરીકે યાદ કર્યા. જ્યારે નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમેરિકના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિના "કૃતજ્ઞતાનું ઋણ" છે. તમને જણાવી દઈએ કે રાજ્ય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કારની તૈયારીઓ ચાલી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
Russian Military Plane Crash
દીપડા પણ જેનાથી ડરે છે! જાણો આ અનોખા પ્રાણી વિશે
અમેરિકા એકલું પડ્યું!
ઇઝરાયલમાં પેલેસ્ટાઈની ગુનેગારોને હવે સીધી મોતની સજા
Play Video
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ