Home Sports Former Rcb Owner Vijay Mallya Shocking Revelation About Royal Challengers Bengalauru After Win Ipl 2025

વિજય માલ્યાએ RCB ટીમનું વર્ષો જૂનું રહસ્ય ખોલ્યું : લલિત મોદીની સલાહથી RCB ટીમ ખરીદી

વિજય માલ્યાએ  RCB ટીમનું વર્ષો જૂનું રહસ્ય ખોલ્યું
Published by: OBS Bureau
Last Updated: Jun 06, 2025, 12:32 PM IST

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર IPL 2025માં પ્રથમ ટાઈટલ જીત ઇતિહાસ સર્જી દિધો છે. ભારતમાં જ નહિં પરંતુ ક્રિકેટ નેશન દેશોમાં પણ બેંગ્લોરની ટીમ અને વિરાટ કોહલીને લોકો અભિનંદન આપી રહ્યા છે. ત્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમના પૂર્વ માલિક વિજય માલ્યાએ ટીમ અંગે મોટો ખુલાસો કર્યો છે.

RCBના પૂર્વ માલિક વિજય માલ્યાએ એક પોડકાસ્ટમાં જણાવ્યું હતું કે, લલિત મોદી મારી પાસે આવ્યા અને તેમને મને એક ટીમ ખરીદવાની સલાહ આપી હતી. ત્યારબાદ મેં RCB ટીમ ખરીદવાનો નિર્ણય લીધો હતો.RCB ટીમને લગભગ 476 કરોડ રૂપિયા (111.6 મિલિયન ડોલર) માં ખરીદી હતી. આ ટીમ ખરીદી દરમિયાન પહેલી બોલી મુંબઈ ઇન્ડિયન્સ (111.9 મિલિયન ડોલર) ની હતી.જ્યારે બીજી સૌથી મોટી બોલી RCB ટીમે લગાવી હતી.

RCBની જીત પર વીજય માલ્યાએ કહ્યું, જ્યારે RCBની ખરીદી ત્યારે મારું સ્વપ્ન હતું કે IPL ટ્રોફી બેંગ્લોર આવે. મને એક યુવા ખેલાડી તરીકે દિગ્ગજ કિંગ કોહલીને પસંદ કરવાનું સૌભાગ્ય મળ્યું. મને યુનિવર્સ બોસ ક્રિસ ગેલ અને મિસ્ટર 360 એબી ડી વિલિયર્સને પણ પસંદ કરવાની તક મળી હતી. બેંગ્લોરે IPLની ટ્રોફી જીતી મારા સ્વપ્નને સાકાર કર્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now