Home Utilities Fmcg Companies Says More Price Hikes On Soaring

બજેટ પહેલાં ખોરવાઈ શકે છે આપનું બજેટ : FMCG કંપનીઓ કરશે ભાવમાં વધારો

બજેટ પહેલાં ખોરવાઈ શકે છે આપનું બજેટ
Published by: OBS Bureau
Last Updated: Jan 27, 2025, 05:08 AM IST

બસ ગણતરીના જ દિવસો બાકી છે દેશના બજેટને સંસદમાં રજૂ કરવામાં, પરંતુ તે પહેલાં આપના ઘરનો કરિયાણાનો સામાન મોંઘો થઈ શકે છે કારણ કે FMCG કંપનીઓ ચા, સાબુ અને બોડી વૉશ સહિતની કેટલીક પ્રોડક્ટ્સની કિંમતો વધારી શકે છે. કોમોડિટીના ભાવમાં અસ્થિરતાને કારણે, ફાસ્ટ-મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ (FMCG) કંપનીઓએ ભાવ વધારા અંગે જણાવ્યું છે. સાબુ, શેમ્પૂ, ડિટર્જન્ટ અને અન્ય ખાદ્ય ઉત્પાદનોમાં વપરાતા ક્રૂડ પામ ઓઈલના ભાવમાં અસ્થિરતા જોવા મળી રહી છે અને કંપનીઓ રોજેરોજ નફો વધારવા ભાવમાં કરી રહી છે વધારો.

દેશની સૌથી મોટી FMCG કંપની હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ (HUL)એ તેના ત્રીજા ક્વાર્ટરના પરિણામો રજૂ કર્યા. જેમાં કંપનીએ જણાવ્યું કે ડિસેમ્બરના ક્વાર્ટરમાં પામ ઓઈલના ભાવ વાર્ષિક ધોરણે 40% વધારો છે. ચાના ભાવ વાર્ષિક ધોરણે 24% વધ્યા હતા, પરંતુ તે જ સમયગાળામાં ક્રમિક રીતે 7% ઘટ્યા હતા.

HUL અને ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ (GCPL)જેવી કંપનીઓએ ડિસેમ્બર ક્વાર્ટરમાં પહેલેથી જ કિંમતોમાં વધારો કર્યો છે. તે જ સમયે, ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, જે હેર કલર અને હેન્ડ વોશ સિવાય સિન્થોલ અને ગોદરેજ સોપ બનાવે છે, તેમણે કહ્યું કે તે કાચા માલની વધતી કિંમતોને પહોંચી વળવા માટે ભાવમાં ફેરફાર કરવા જઈ રહ્યાં છે.

આ સિવાય હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ (HUL)એ કહ્યું કે કેટલીક પ્રોડક્ટ્સની કિંમતો અગાઉ વધી છે અને તે હજુ વધુ વધી શકે છે. બીજી તરફ, ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડે તેના ત્રિમાસિક પરિણામોમાં જણાવ્યું હતું કે, “પામ ડેરિવેટિવ્ઝમાં ફુગાવાને કારણે કંપની ખર્ચના દબાણ હેઠળ રહે છે સમગ્ર પોર્ટફોલિયોમાં ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે, જેના કારણે કંપનીના માર્જિન આગામી કેટલાક મહિનાઓ સુધી પ્રેશરમાં રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now