Home Sports Flashback 2025 10 Historical Cricket Records That Were Broken This Year

Flashback 2025; ક્રિકેટના એ 10 ઐતિહાસિક રેકોર્ડ્સ જે આ વર્ષે તૂટ્યા! : Kohli ની 'વિરાટ' સિદ્ધિ અને ભારતીય મહિલા ટીમનો દબદબો

Flashback 2025; ક્રિકેટના એ 10 ઐતિહાસિક રેકોર્ડ્સ જે આ વર્ષે તૂટ્યા!
Published by: OBS Bureau
Last Updated: Dec 27, 2025, 11:54 AM IST

2025 was a memorable year for the cricket world: ક્રિકેટની રમતમાં રેકોર્ડ્સ બનવા અને તૂટવા એ એક સતત ચાલતી પ્રક્રિયા છે, પરંતુ વર્ષ 2025 ઇતિહાસના પાનાઓમાં સુવર્ણ અક્ષરે લખાશે. આ વર્ષે માત્ર નવા રેકોર્ડ્સ જ નથી બન્યા, પરંતુ દાયકાઓથી અકબંધ રહેલા દિગ્ગજોના કીર્તિમાન પણ ધ્વસ્ત થયા છે. વિરાટ કોહલીથી લઈને સ્મૃતિ મંધાના સુધીના ખેલાડીઓએ મેદાન પર જે શૌર્ય બતાવ્યું છે, તેને સાબિત કરી દીધું છે કે, મોર્ડન-ડે ક્રિકેટમાં ટેકનિક અને અગ્રેશનનું કોમ્બિનેશન જોવા મળી રહ્યું છે.

વિરાટ કોહલી

ભારતીય ક્રિકેટના 'King' ગણાતા વિરાટ કોહલીએ આ વર્ષે તે સાબિત કરી દીધું કે શા માટે તેને ODI ક્રિકેટનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન માનવામાં આવે છે. વિરાટ કોહલીએ ODI ક્રિકેટમાં સૌથી ઝડપી 14,000 રન બનાવવાનો સચિન તેંડુલકરનો અત્યંત મુશ્કેલ રેકોર્ડ તોડી નાખ્યો છે. સચિન તેંડુલકરે આ આંકડો 350 મી ઇનિંગમાં મેળવ્યો હતો, જ્યારે વિરાટ કોહલીએ આ આંકડો માત્ર 287 ઇનિંગ્સમાં મેળવીને વિશ્વને સ્તબ્ધ કરી દીધું છે.

સ્મૃતિ મંધાના અને દીપ્તિ શર્મા

મહિલા ક્રિકેટમાં 2025 નું વર્ષ સંપૂર્ણપણે ભારતીય ખેલાડીઓના નામે રહ્યું છે. સ્મૃતિ મંધાનાએ ODI ક્રિકેટમાં સૌથી ઝડપી 5,000 રન (112 ઇનિંગ્સ) બનાવી સ્ટેફની ટેલરને પાછળ છોડી દીધી છે. એટલું જ નહીં, વર્લ્ડ કપની એક જ સીઝનમાં 434 રન બનાવીને સ્મૃતિ મંધાનાએ મિતાલી રાજના 2017 ના રેકોર્ડને તોડ્યો. બીજી તરફ, ઓલરાઉન્ડર દીપ્તિ શર્માએ એક જ વર્લ્ડ કપમાં 200 થી વધુ રન અને 20 થી વધુ વિકેટ લેનારી વિશ્વની પ્રથમ મહિલા ખેલાડી બનીને નવો ઈતિહાસ રચ્યો છે.

જો રૂટ

માત્ર બેટિંગ જ નહીં, ફિલ્ડિંગમાં પણ આ વર્ષે મોટો ફેરફાર જોવા મળ્યો છે. ઇંગ્લેન્ડના સ્ટાર બેટ્સમેન જો રૂટે ટેસ્ટ ક્રિકેટમાં ભારતની વોલ ગણાતા રાહુલ દ્રવિડનો રેકોર્ડ તોડ્યો છે. રાહુલ દ્રવિડના નામે 210 ટેસ્ટ કેચનો રેકોર્ડ હતો, જે હવે જો રૂટના નામે છે. જો રૂટે ટેસ્ટમાં 213 કેચ સાથે ટેસ્ટ ઇતિહાસમાં સૌથી વધુ કેચ લેનાર ફિલ્ડર બની ગયો છે. આ સિદ્ધિ ટેસ્ટ ક્રિકેટમાં તેની એકાગ્રતા અને ફિટનેસનો પુરાવો છે.

યશસ્વી જયસ્વાલ અને ઇબ્રાહિમ ઝદરાન

યુવા પ્રતિભાઓએ પણ 2025 માં મોટા રેકોર્ડ્સ બનાવ્યા છે. ભારતના યશસ્વી જયસ્વાલે 24 વર્ષની ઉંમર પહેલા ટેસ્ટ ક્રિકેટમાં 5 વખત 150 થી વધુ રન બનાવવાનો ગ્રીમ સ્મિથનો રેકોર્ડ તોડીને પોતાની પ્રતિભા સાબિત કરી છે. તેવી જ રીતે, અફઘાનિસ્તાનના ઇબ્રાહિમ ઝદરાને ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઇંગ્લેન્ડ સામે 177 રનની ઇનિંગ રમીને ટુર્નામેન્ટના ઇતિહાસમાં સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોરનો બેન ડકેટનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

મિચેલ સ્ટાર્ક

ઓસ્ટ્રેલિયન લેફ્ટ-આર્મ પેસર મિચેલ સ્ટાર્કે આ વર્ષે લેફટી ફાસ્ટ બોલરોની લિસ્ટમાં ટોપનું સ્થાન મેળવ્યું છે. તેને પાકિસ્તાનના દિગ્ગજ વસીમ અકરમના 414 ટેસ્ટ વિકેટના રેકોર્ડને તોડી દીધો છે. હવે મિશેલ સ્ટાર્ક ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર વિશ્વનો પ્રથમ લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર બની ગયો છે.

ટીમ ઇન્ડિયાનો ઐતિહાસિક રન ચેઝ અને ઇંગ્લેન્ડની મોટી જીત

ટીમ તરીકે ઇંગ્લેન્ડે સાઉથ આફ્રિકા સામે 342 રનથી વિજય મેળવી ODI ઇતિહાસની સૌથી મોટી જીત નોંધાવી હતી. જોકે, ભારતીય મહિલા ટીમે જે કર્યું તે અકલ્પનીય હતું. મહિલા ODI વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ભારતે 338 રનના વિશાળ લક્ષ્યાંકનો સફળતાપૂર્વક ચેસ કરીને મહિલા ક્રિકેટના ઇતિહાસનો સૌથી મોટો રન ચેઝ પૂર્ણ કર્યો અને નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now