logo-img
Five Cheapest Automatic Cars With Modern Features Starting At 4 75 Lakh

મોર્ડન ફીચર્સ સાથે આવતી પાંચ સૌથી સસ્તી ઓટોમેટિક કાર! : કિંમત ₹4.75 લાખથી શરૂ, જાણો દમદાર એન્જિન અને સેફટી વિશે

મોર્ડન ફીચર્સ સાથે આવતી પાંચ સૌથી સસ્તી ઓટોમેટિક કાર!
Published by: Offbeat Team
| Last Updated: Feb 07, 2026, 07:12 AM IST

Cars : આજકાલ, શહેરોમાં વધતા ટ્રાફિકને કારણે, સતત ગિયર બદલવું એ દરેક માટે એક પડકાર બની ગયું છે. આ જ કારણ છે કે, ભારતમાં ઓટોમેટિક કાર હવે લક્ઝરી નથી, પરંતુ જરૂરિયાત બની ગઈ છે. બજારમાં ઘણી બજેટ ઓટોમેટિક કાર ઉપલબ્ધ છે, જેમાં Maruti S-Presso, Maruti Alto K10, Renault Kwid, Maruti Celerio અને Maruti Wagon R નો સમાવેશ થાય છે. આ પાંચ કાર સૌથી સસ્તી ઓટોમેટિક કાર જે ખૂબ લોકપ્રિય છે. આ કાર માઇલેજ, ફીચર્સ અને કિંમતની દ્રષ્ટિએ શ્રેષ્ઠ છે. જાણો આ પાંચેય કાર વિશેની માહિતી.

Maruti Suzuki S-Presso

ભારતની સૌથી સસ્તી ઓટોમેટિક કાર Maruti Suzuki S-Presso છે. તેનું VXi (O) AGS (AMT) વેરિઅન્ટ ફક્ત ₹4.75 લાખમાં ઉપલબ્ધ છે. 998cc પેટ્રોલ એન્જિન દ્વારા સંચાલિત, તે 68bhp અને 91.1Nm ટોર્ક જનરેટ કરે છે. આ કારની ARAI માઇલેજ 25.3kmpl છે. ફીચર્સમાં 7 ઇંચની ટચસ્ક્રીન, એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે, કીલેસ એન્ટ્રી, પાવર વિન્ડોઝ અને રીઅર પાર્કિંગ સેન્સરનો સમાવેશ થાય છે. સેફટી ફીચર્સમાં ABS, EBD, ESP, હિલ-હોલ્ડ અને ડ્યુઅલ એરબેગ્સનો સમાવેશ થાય છે.

Maruti Alto K10

બીજી કાર Maruti Alto K10 AMT છે, આ કારની એક્સ-શોરૂમ કિંમત ₹4.94 લાખથી ₹5.44 લાખ સુધીના ઓપ્શનમાં ઉપલબ્ધ છે. 998cc, 3-સિલિન્ડર એન્જિન 65.7bhp અને 89nm ટોર્ક ઉત્પન્ન કરે છે. Maruti Alto K10 ની માઇલેજ 24.9kmpl સુધી છે. ફીચર્સમાં ફ્રન્ટ પાવર વિન્ડોઝ, પાવર સ્ટીયરિંગ, AC અને ટચસ્ક્રીનનો સમાવેશ થાય છે. નવા અપડેટમાં છ એરબેગ્સ પણ સામેલ છે, જે સેફટીમાં નોંધપાત્ર સુધારો કરે છે.

Renault Kwid AMT

આ લિસ્ટમાં ત્રીજા નંબરે Renault Kwid AMT છે. Renault Kwid AMT કારની એક્સ-શોરૂમ કિંમત ₹4.99 લાખ છે. આ કાર એવા લોકો માટે એક સારો ઓપ્શન છે, જેઓ સ્ટાઇલિશ લુક સાથે સસ્તી ઓટોમેટિક કાર ઇચ્છે છે. આ કાર 999cc એન્જિન આપવામાં આવ્યું છે, જે 67bhp અને 91nm ટોર્ક જનરેટ કરે છે. આ કારની માઇલેજ આશરે 22kmpl ની છે.

Maruti Celerio

આ લિસ્ટમાં ચોથા ક્રમે Maruti ની Celerio કાર આવે છે, જેની એક્સ-શોરૂમ કિંમત 5.60 લાખથી શરૂ થાય છે. આ કારની માઇલેજ આશરે 26.23kmpl છે. 998cc એન્જિન આપવમાં આવ્યું છે, જે 65.7bhp અને 89Nm ટોર્ક જનરેટ કરે છે. Maruti Celeri માં સ્ટાન્ડર્ડ તરીકે છ એરબેગ્સ મળે છે. EBD, ESP, સ્પીડ એલર્ટ સિસ્ટમ અને રિવર્સ પાર્કિંગ આસિસ્ટ સેન્સર સાથે ABS જેવા ફીચર્સ બધા વેરિઅન્ટ્સમાં સેફટી આપે છે. તેમાં હિલ-હોલ્ડ આસિસ્ટ, ઇમ્પેક્ટ-સેન્સિંગ ઓટો ડોર અનલોક, સ્પીડ-સેન્સિટિવ ઓટો ડોર લોક અને રીઅર વિન્ડો વાઇપર અને ડિફોગર પણ ઉપલબ્ધ છે.

Maruti Wagon R

આ લિસ્ટમાં પાંચમી કાર Maruti Wagon R છે, જેની એક્સ-શોરૂમ કિંમત 5.96 લાખથી શરૂ થાય છે અને 6.94 લાખ સુધી જાય છે. આ કારની માઇલેજ 25.19kmpl છે. આ કારમાં 1.2-લિટર ડ્યુઅલ-જેટ પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 89bhp અને 113Nm ટોર્ક જનરેટ કરે છે. Wagon R ની સેફટીમાં ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ્સ, EBD સાથે ABS અને ESP સાથે તેમાં સ્પીડ એલર્ટ સિસ્ટમ, રીઅર પાર્કિંગ સેન્સર, ફ્રન્ટ ફોગ લેમ્પ્સ અને હિલ હોલ્ડ આસિસ્ટનો સમાવેશ થાય છે.

નોંધ : આ પાંચેય કારની એક્સ-શોરૂમ કિંમત અમદાવાદના આધારે છે, આ કારોની કિંમત અન્ય શહેર કે રાજ્યમાં અલગ-અલગ હોઇ શકે છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now