Home Entertainment Fisrt Day Collection Of Sky Force Film Akshay Kumar

શું સ્કાય ફોર્સ અક્ષય કુમારને ફળશે? : આવી ગયા છે ફર્સ્ટ ડે કલેક્શનના આંકડા

શું સ્કાય ફોર્સ અક્ષય કુમારને ફળશે?
Published by: OBS Bureau
Last Updated: Jan 25, 2025, 05:55 AM IST

ખેલાડી કુમાર છેલ્લા કેટલાક સમયથી ફ્લોપ કુમાર થઈ ગયા છે. હવે આ વર્ષની તેમની પહેલી ફિલ્મ સ્કાય ફોર્સ રિઝીઝ થઈ ચુકી છે. જેમા વીર પહાડિયાએ ડેબ્યુ કર્યું છે. આ ફિલ્મે રિલીઝ પહેલા જ ધૂમ મચાવી હતી. હવે જ્યારે તે રિલીઝ થઈ છે ત્યારે ચાલો જાણીએ ફિલ્મે કેટલી કમાણી કરી.

'સ્કાય ફોર્સ'નું ફર્સ્ટ ડે કલેક્શન
Sacknilkના પ્રારંભિક ટ્રેન્ડ રિપોર્ટ અનુસાર, 'Sky Force' એ રિલીઝના પહેલા દિવસે 11.25 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. જો કે આ પ્રારંભિક આંકડા છે, સત્તાવાર ડેટા આવ્યા બાદ તેમાં થોડો ફેરફાર થઈ શકે છે. 'સ્કાય ફોર્સ'એ સારું ઓપનિંગ કર્યું છે. ગયા વર્ષે અક્ષય કુમારની મોટા બજેટની ફિલ્મ બડે મિયાં છોટે મિયાંએ સારી ઓપનિંગ (16.07 કરોડ) કરી હતી પરંતુ તે બોક્સ ઓફિસ પર વધારે ચાલી નહી આ સિવાય ખેલ ખેલ મેની ઓપનિંગ (5.23 કરોડ) હતી અને સરફિરાનું ફર્સ્ટ ડે કલેક્શન 2.50 કરોડ હતુ. આ બંને ફિલ્મો પણ ફ્લોપ રહી હતી. શનિવાર અને રવિવારે ફિલ્મની કમાણી વધવાની આશા છે. હવે જોવાનું એ રહે છે કે આ ફિલ્મ અક્ષય કુમારના કરિયરને પાટા પર લાવી શકે છે કે નહીં.

શું છે ફિલ્મની સ્ટોરી?
'સ્કાય ફોર્સ' ઘણી અપેક્ષાઓ સાથે રિલીઝ થઈ છે. આ ફિલ્મની સ્ટોરી એક સત્ય ઘટના પર આધારિત છે અને તે 1965ના ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ દરમિયાન ગુમ થયેલા સ્ક્વોડ્રન લીડરની સ્ટોરી છે. ગણતંત્ર દિવસના વીકએન્ડ પર રિલીઝ થયેલી આ ફિલ્મને પહેલા દિવસે દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો છે. ફિલ્મની સ્ટોરી અને અક્ષય કુમાર અને વીર પહાડિયા સાથે સારા અલી ખાનની એક્ટિંગના પણ ખૂબ વખાણ થઈ રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now