Home Gujarat First Case On Hmpv Registered In Ahmedabad

અમદાવાદમાં આવી આફત : અમદાવાદમાં નોંધાયો HMPVનો પ્રથમ કેસ, હવે તો ચેતવું જ પડશે

અમદાવાદમાં આવી આફત
Published by: OBS Bureau
Last Updated: Jan 09, 2025, 03:56 PM IST

અમદાવાદમાં HMPVનો પહેલો કેસ નોંધાયો છે. અમદાવાદના વસ્ત્રાપુરના 80 વર્ષના પુરુષ આ વાયરસથી સંક્રમિત થયા છે. તેઓ 8 જાન્યુઆરીએ ખાનગી હૉસ્પિટલમાં દાખલ થયા હતા. નવ જાન્યુઆરીએ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ પહેલા રાજસ્થાનના બે મહિનાના બાળકને HMPV હોવાનું અમદાવાદમાં નિદાન થયું હતું. પરંતુ અમદાવાદમાં નોંધાયો હોય તેવો આ પહેલો કેસ છે. આ દર્દીની ઉંમર 80 વર્ષની છે. તેઓ ખાનગી હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. દર્દીને ઘણા સમયથી અસ્થમાની બીમારી હતી. હાલમાં દર્દીની તબિયત સ્થિર છે.

HMPV શું છે?
HMPV એટલે કે હ્યુમન મેટાન્યૂમો વાયરસ એ એક વાયરસ છે જે માનવજાતને અસર કરે છે.અને શ્વસન તંત્ર સાથે સંબંધિત આરોગ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે.ખાસ કરીને વૃદ્ધો અને બાળકોને આ રોગ જલ્દીથી અસર કરી શકે છે. એમાં પણ જેમની રોગપ્રતિકારક શક્તિ હોય તેમને આ વાયરસનો ચેપ ઝડપથી લાગે તેવી સંભાવનાઓ છે.

HMPVના લક્ષણો
તાવ
ખાંસી
શ્વાસની તકલીફ
ગળામાં દુખાવો
નાકમાંથી પાણી વહેવું

આવી રીતે ફેલાય છે HMPV
તે ઈન્ફલ્યુએન્ઝા વાયરસ છે, તેથી HMPV એક ચેપગ્રસ્ત વ્યક્તિથી બીજામાં ફેલાય છે. તે સીધા સંપર્ક દ્વારા અથવા ચેપગ્રસ્ત વસ્તુઓને સ્પર્શ કરવાથી ફેલાઈ શકે છે. સરળ ભાષામાં, તે ચેપગ્રસ્ત વ્યક્તિની ઉધરસ અને છીંક દ્વારા અન્ય લોકોમાં ફેલાય છે. આ સિવાય ચેપગ્રસ્ત વ્યક્તિને હાથ મિલાવીને અથવા ગળે લગાવવાથી પણ તે ફેલાઈ શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now