Home Gujarat Firing After A Fight In Muli Surendranagar

સુરેન્દ્રનગરના મુળીમાં બોલાચાલી બાદ ફાયરિંગ : યુવકના પગમાં વાગી ગોળી, ઘટનાસ્થળે અફરાતફરી

સુરેન્દ્રનગરના મુળીમાં બોલાચાલી બાદ ફાયરિંગ
Published by: OBS Bureau
Last Updated: Jan 26, 2026, 01:44 PM IST

સુરેન્દ્રનગર જિલ્લાના મુળી શહેર વિસ્તારમાં નજીવી બાબતે થયેલી બોલાચાલી બાદ ફાયરિંગની ગંભીર ઘટના સામે આવી છે. સામાન્ય બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા એક શખ્સે યુવક પર ફાયરિંગ કરી નાસી છૂટ્યો હતો. આ ઘટનામાં યુવક સત્યજીતસિંહ પરમારને પગમાં ગોળી વાગતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

બોલાચાલી બાદ ફાયરિંગ થયાની વિગતો

પ્રાપ્ત માહિતી મુજબ મુળી શહેરી વિસ્તારમાં બે પક્ષો વચ્ચે કોઈ નાની બાબતે બોલાચાલી થઈ હતી. બોલાચાલી દરમિયાન મામલો વધુ બગડતા એક શખ્સે યુવક સત્યજીતસિંહ પરમાર પર ગોળીબાર કર્યો હતો. ગોળી યુવકના પગમાં વાગતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી.

પોલીસે તપાસ હાથ ધરી

આ ફાયરિંગની ઘટના અંગત અદાવતના કારણે કરવામાં આવી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. બનાવની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિ કાબૂમાં લઈ તપાસ હાથ ધરી હતી. સાથે જ ફાયરિંગ કરી નાસી છૂટેલ શખ્સને ઝડપી પાડવા પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે અને આરોપીની શોધખોળ માટે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે. ઘટનાને લઈને વિસ્તારમાં ભય અને ચિંતા ફેલાઈ ગઈ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now