“કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો”: સુરતમાં 1,000થી વધુ રીઢા આરોપીઓને પોલીસની કડક ચેતવણી



ગુજરાત કૃષિ વિભાગના પ્રાથમિક આંકડા મુજબ જૂન-2026 દરમિયાન રાજ્યમાં કુલ 4,27,152 હેક્ટર વિસ્તારમાં વાવેતર નોંધાયું છે. ગયા વર્ષે આ જ સમયગાળામાં 3,41,188 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું હતું. આમ, ચાલુ વર્ષે વાવેતરના ક્ષેત્રફળમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે.
આંકડા દર્શાવે છે કે રાજ્યમાં ખેડૂતોનો સૌથી વધુ ઝોક કપાસના પાક તરફ રહ્યો છે. અત્યાર સુધીમાં 2,39,885 હેક્ટર વિસ્તારમાં કપાસનું વાવેતર નોંધાયું છે. જ્યારે 1,36,541 હેક્ટર વિસ્તારમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે.
શહેરના ઉત્તરસંડા રોડ પર હાલમાં આઇકોનિક રોડ પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી હોવાથી માર્ગના કેટલાક ભાગોમાં વાહનવ્યવહાર એકતરફી કરવામાં આવ્યો છે. વરસાદ બાદ આ વિસ્તારમાં પાણી ભરાઈ જતાં ટ્રાફિકની સમસ્યા વધુ ગંભીર બની હતી. ટ્રાફિક જામના કારણે વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ રોજિંદા મુસાફરી કરતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિકોનું કહેવું છે કે વરસાદી સિઝન દરમિયાન ચાલુ વિકાસકાર્યોને કારણે પાણી ભરાવાની સમસ્યા વધુ ગંભીર બની રહી છે.

બીજી તરફ ખેડા જિલ્લાના નડિયાદ શહેર અને આસપાસના વિસ્તારોમાં બુધવારે મોડી રાત્રે નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો. વરસાદના કારણે શહેરના અનેક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જિલ્લામાં ગળતેશ્વર અને કપડવંજ તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો હોવાનું જાણવા મળ્યું છે.
નડિયાદ શહેરમાં આશરે 23 મીમી વરસાદ પડતાં મુખ્ય માર્ગો અને રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે વહેલી સવારે શાળા, કોલેજ અને નોકરી-ધંધે જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદી પાણી ભરાતા અનેક વાહનચાલકો રસ્તામાં અટવાઈ ગયા હતા.




