Home Gujarat February Is Going To Be Heavy In These States Including Gujarat Ambalal Predicts

ફરી સાયક્લોનિક સર્કયુલેશન સિસ્ટમ સક્રિય : આંધી-તોફાન સાથે બગડશે મોસમ! ગુજરાત સહિત આ રાજ્યોમાં ફેબ્રુઆરી મહિનો છે ભારે, અંબાલાલની આગાહી

ફરી સાયક્લોનિક સર્કયુલેશન સિસ્ટમ સક્રિય
Published by: OBS Bureau
Last Updated: Feb 05, 2025, 03:28 PM IST

ફેબ્રુઆરી માસમાં પણ કમોસમી વરસાદની શક્યતા છે. આગામી સાત દિવસ વાતાવરણ શુષ્ક રહેશે. હાલ સાયક્લોનિક સર્કયુલેશન સિસ્ટમને લઈને અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે.. આસામ અને અરુણાચલ પ્રદેશ સહિત ઘણા રાજ્યો ચક્રવાતથી પ્રભાવિત થઈ શકે છે. જી હા.. અહીં ચક્રવાતની અસરના કારણે હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. ભારે પવન સાથે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. જ્યારે, હિમાચલ અને જમ્મુ અને કાશ્મીરના પર્વતીય રાજ્યોના ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા અને પશ્ચિમી વિક્ષેપ સક્રિય છે. આના કારણે લઘુત્તમ તાપમાન માઈનસ ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાઈ રહ્યું છે, જેના કારણે ઠંડીથી કોઈ રાહત મળી રહી નથી.

ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનો શરૂ થયો છે આ મહિનામાં શિયાળો લગભગ વિદાય લેતો હોય છે. જોકે, ગુજરાતમાં અત્યારે ઠંડનો નવો રાઉન્ડ શરૂ થયો છે. થોડા દિવસની રાહત બાદ ઠંડીને ફરી જોર પકડ્યું છે. ઠંડા પવનો ફૂંકાવાના કારણે રાજ્યમાં ફરીથી કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે.. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે રાજ્યમાં બે દિવસ વાદળછાયુ વાતાવરણ રહેશે. અંબાલાલે કહ્યું કે પૂર્વી રાજસ્થાનના કેટલાક ભાગોમાં વરસાદી છાંટા પડી શકે છે. તો ગુજરાતમાં સાબરકાંઠા, પંચમહાલ અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની સંભાવના છે. ગુજરાતમાં 7 ફેબ્રુઆરી સુધી ઠંડીનો ચમકારો વધી શકે છે.

અંબાલાલ પટેલે જે રીતે કમોસમી વરસાદ અને માવઠા ની આગાહી કરી છે તે જોતા આકાશમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યો છે. જે જોતા ગમે ત્યારે વરસાદી માવઠું કે કરા પડે તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે. હાલ અંબાજી દાંત પંથકમાં મહત્તમ રાયડો અને ઘઉંનું વાવેતર મોટી માત્રામાં થયેલું છે. એટલું જ નહિ, ઘઉંની ઉંબીઓ પણ પૂર્ણતાની આરે પહોંચી છે. તો રાયડો પણ લચવા લાગ્યો છે ત્યારે આકાશમાં ઘેરાયેલા વાદળો જોઈ ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે.

દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વાદળવાયુ રહી શકે છે. 5 થી 7 ફેબ્રુઆરીમાં રાજ્યમાં ઠંડી રહી શકે છે. આ સમયે ઉત્તર ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રીથી નીચે જવાની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ તાપમાન 13 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. બદલાતા વાતાવરણની સાથે અંબાલાલ પટેલે ગુજરાતના નાગરિકોને ચેતવણી પણ આપી છે.


તેની અસરથી યુપી, એમપી, બિહાર, રાજસ્થાન, દિલ્હી-એનસીઆર અને હરિયાણા-પંજાબમાં હવામાન બદલાયું છે. દિલ્હી-એનસીઆરમાં વાદળોની ગતિવિધિ સાથે હળવો ઝરમર વરસાદ પડી રહ્યો છે. IMD એ આગામી બે દિવસ માટે ઉત્તર પશ્ચિમ ભારતમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની આગાહી કરી છે. આગામી ત્રણ દિવસમાં તાપમાનમાં ધીમે ધીમે 2-3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. ૮ ફેબ્રુઆરીથી ઉત્તર ભારતને એક નવો પશ્ચિમી વિક્ષેપ અસર કરશે. IMD એ પણ આગાહી કરી છે કે 5 ફેબ્રુઆરી સુધી પશ્ચિમ હિમાલય ક્ષેત્ર અને ઉત્તરપશ્ચિમ ભારતના ઘણા ભાગોમાં વરસાદ પડશે. તે જ સમયે, ધુમ્મસને કારણે હવાઈ, રેલ અને માર્ગ ટ્રાફિક પર ખરાબ અસર પડી રહી છે.

દિલ્હી-એનસીઆરમાં વરસાદ
મંગળવારે સવારે દિલ્હી-એનસીઆરમાં હળવો વરસાદ પડ્યો હતો. IMD એ આગાહી કરી છે કે હાલ વરસાદ ચાલુ રહેશે. જોકે, હળવા વરસાદથી પ્રદૂષણમાં થોડી રાહત મળી છે કારણ કે દિલ્હી-એનસીઆરનો AQI સુધર્યો છે. દિલ્હીમાં ધુમ્મસનું સ્તર વધવાની ધારણા છે. કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ હજુ પણ રહે છે. હવામાન વિભાગે મંગળવારે વાવાઝોડાની શક્યતા પણ વ્યક્ત કરી છે.

આવતીકાલે દિલ્હીમાં હવામાન કેવું રહેશે?
સોમવાર-મંગળવારની આખી રાત દિલ્હીમાં હળવો વરસાદ પડ્યો. IMD એ મંગળવારે વાવાઝોડા અને વરસાદની આગાહી કરી છે. IMD અનુસાર, લઘુત્તમ તાપમાન 12.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 4.4 ડિગ્રી વધારે છે. હવામાન વિભાગે દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ અને વરસાદની આગાહી કરી છે. મહત્તમ તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now