Home Gujarat Farmers Victory Bhavnagars Methala Dam Issue Resolved

ખેડૂતોની જીત! ભાવનગરના મેથાળા બંધારાનો પ્રશ્ન ઉકેલાયો : 10 ગામોની 6550 હેક્ટર જમીનને મળશે સિંચાઈનું પાણી- મંત્રી અર્જુન મોઢવાડિયા

ખેડૂતોની જીત! ભાવનગરના મેથાળા બંધારાનો પ્રશ્ન ઉકેલાયો
Published by: OBS Bureau
| Last Updated: Mar 12, 2026, 10:40 AM IST

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સતત માર્ગદર્શન હેઠળ વન વિભાગ અંતર્ગત આવતા વર્ષોથી પડતર એવા ભાવનગરના મેથાળા બંધારાના પ્રશ્નનો હકારાત્મક ઉકેલ આવ્યો છે. ભાવનગરના મેથાળા બંધારાની કામગીરીથી ક્ષાર નિયંત્રણની સાથે તેમાં વરસાદી પાણી સંગ્રહ થવાથી 10 ગામની 6,550 હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે. આ મેથાળા બંધારાની જગ્યાએ વન વિભાગને વલ્લભીપુરના મોણપુર ખાતે 598.2427 હેક્ટર બિન જંગલ જમીન ફાળવવામાં આવી છે. રાજ્ય સરકારના નિર્ણયથી આ વિસ્તારના ખેડૂતો તેમજ ગામજનોને ખૂબ મોટો ફાયદો થશે તેમ, વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું.

મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ અંગે વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં મેથાળા ગામ પાસે બગડ નદી ઉપર બંધારાની મહત્વાકાંક્ષી યોજનામાં વન વિભાગી કુલ 598.2427 હેક્ટર જમીન ડુબાણમાં જાય છે. આ પરિયોજના માટે કેન્દ્ર સરકારની પૂર્વ મંજૂરીના ભાગરૂપે સૈદ્ધાંતિક મંજૂરી તા. 15 માર્ચ 2024 ના રોજ આપવામાં આવી હતી. તેની સામે ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના મોણપુર ગામના સર્વે નં 515/1 ની 598.2427 હેક્ટર બિન જંગલ જમીન વન વિભાગને ફાળવવામાં આવી છે. આ જમીન રાજ્યના પ્રસિદ્ધ ‘વેળાવદર નેશનલ પાર્ક’ની નજીક હોવાથી કાળીયાર અને અન્ય વન્યજીવો માટે મહત્વના હેબીટાટ તરીકે ઉપયોગી બની રહેશે તેમ મંત્રીએ ઉમેર્યુ હતું.

જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે આ અંગે જણાવ્યું હતું કે, તળાજા તાલુકાની મેથાળા બંધારા યોજના માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. 285 કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી છે. વર્ષોથી પડતર મેથાળા બંધારા યોજનાની કામગીરી આ વિસ્તારમાં ક્ષાર નિયંત્રણ માટે ખૂબ અગત્યની છે. આ યોજનાથી અંદાજે 655 મીટર ઘનફૂટ વરસાદી પાણી સંગ્રહ થવાથી 10 ગામો સાથે 6,550 હેક્ટર વિસ્તારમાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ થશે એટલું જ નહીં પરંતુ ભૂગર્ભજળ રીચાર્જ થવાની સાથે કૂવા-બોરવેલમાં પાણીના સ્તર ઉંચા આવશે. વધુમાં બંધારાના કારણે દરિયાઈ પાણી આગળ વધતું રોકાવાથી આ વિસ્તારમાં ક્ષારનું પ્રમાણ પણ આગળ વધતું અટકશે જેથી આ વિસ્તારના ખેડૂતો માટે આ પરિયોજના આશીર્વાદ સમાન બની રહેશે. ટેન્ડરની કામગીરી પૂર્ણ થયા બાદ અંદાજે બે વર્ષમાં આ યોજના પૂર્ણ કરવામાં આવશે તેમ,મંત્રી પટેલે ઉમેર્યું હતું.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

Patan News: હારીજમાં યુવકની હત્યા મામલે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ!: પરિવારજનોએ મૃતદેહ સાથે પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો

Patan News: હારીજમાં યુવકની હત્યા મામલે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ!

"માત્ર નોટિસ કે દંડ પૂરતો નથી,આ હોસ્પિટલો સામે કડક કાર્યવાહી થવી જોઈએ": જાણો આજે વિધાનસભા ગૃહમાં ઇમરાન ખેડાવાલાએ કયા પ્રજાલક્ષી મુદ્દાઓ ઉઠાવ્યા?

"માત્ર નોટિસ કે દંડ પૂરતો નથી,આ હોસ્પિટલો સામે કડક કાર્યવાહી થવી જોઈએ"
Play Video

વડોદરામાં વધુ એક પોલીસકર્મીનું અંતિમ પગલું!: બીમારીથી કંટાળી હેડક્વાર્ટરના કર્મચારી કૃષ્ણકાંત સોરઠીયાએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

વડોદરામાં વધુ એક પોલીસકર્મીનું અંતિમ પગલું!

મામો હોય તો આવો!: ડોલરવાળા મામાની દરિયાદિલી: ભાણાના લગ્નમાં NRI મામાનું ₹1 કરોડનું ઐતિહાસિક મામેરું

મામો હોય તો આવો!

SMCની લાલ આંખ!: બાપુનગરમાં હોસ્પિટલ પાસે રેડ પાડી ડ્રગ્સનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું, લાખોનો મુદ્દામાલ જપ્ત

SMCની લાલ આંખ!

ધંધુકા-રાણપુર માર્ગ પર હિટ એન્ડ રનની ભયાનક દુર્ઘટના: મેલડી માતાના દર્શને જઈ રહેલા ગલસાણાના દંપતીનું કમકમાટીભર્યું મોત

ધંધુકા-રાણપુર માર્ગ પર હિટ એન્ડ રનની ભયાનક દુર્ઘટના

રશિયા-યુક્રેન યુદ્ધની અસર હવે વૃદ્ધાશ્રમો સુધી પહોંચી!: ગેસ સિલિન્ડરની અછતથી 'જીવન સંધ્યા' જેવી સંસ્થાઓ મુશ્કેલીમાં, 150 થી વધુ વડીલોના ભોજન પર સંકટ

રશિયા-યુક્રેન યુદ્ધની અસર હવે વૃદ્ધાશ્રમો સુધી પહોંચી!

મોંઘવારી મુદ્દે મહિલા કોંગ્રેસ આક્રમક: પેટ્રોલ-ડીઝલના ટેક્સ ઘટાડવા સહિત 4 મુખ્ય માંગણીઓ સાથે કેન્દ્ર પર કર્યા પ્રહાર

મોંઘવારી મુદ્દે મહિલા કોંગ્રેસ આક્રમક
Play Video

ખાડિયા પોલીસનું પ્રશંસનીય પગલું: 8 વર્ષથી ગુમ નાગપુરના યુવકનું પરિવાર સાથે કરાવ્યું સુખદ મિલન

ખાડિયા પોલીસનું પ્રશંસનીય પગલું

સાવધાન! અંકલેશ્વરમાં 'લુટેરી દુલ્હન' ગેંગનો પર્દાફાશ: એક સાથે ચાર વરરાજાઓને લાખોનો ચૂનો લગાવ્યો, આ રીતે ફૂટ્યો ભાંડો

સાવધાન! અંકલેશ્વરમાં 'લુટેરી દુલ્હન' ગેંગનો પર્દાફાશ
Play Video

સુરતના ડીંડોલીમાં રત્નકલાકાર યુવકનો આપઘાત: ડિપ્રેશનમાં જીવન ટૂંકાવ્યું હોવાની આશંકા, પરિવારમાં શોકનું મોજું

સુરતના ડીંડોલીમાં રત્નકલાકાર યુવકનો આપઘાત

ભાવનગરના કાળુભા રોડ પર હૃદયદ્રાવક અકસ્માત: નિર્માણાધીન બિલ્ડિંગના 7મા માળેથી શ્રમિક પટકાતા કરુણ મોત

ભાવનગરના કાળુભા રોડ પર હૃદયદ્રાવક અકસ્માત

કેવી રીતે નીકળશે ઉનાળો?: માર્ચ મહિનામાં જ ગરમી 100 વર્ષનો રેકોર્ડ તોડ્યો! સંસ્કારી નગરીમાં બપોરે રોડ પર કર્ફ્યુ જેવો માહોલ, રસ્તાઓ પર ડામર પણ પીગળ્યો!

કેવી રીતે નીકળશે ઉનાળો?

વડોદરામાં ‘કેરલા સ્ટોરી’ જેવી ઘટના?: યુવતીનો આક્ષેપ; લગ્ન બાદ ધર્મ બદલવા કર્યું દબાણ, મારપીટ-ધમકી બાદ પોલીસમાં ફરિયાદ

વડોદરામાં ‘કેરલા સ્ટોરી’ જેવી ઘટના?

ઉત્તરવાહિની પરિક્રમા 2026: જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાઈ સમીક્ષા બેઠક, સુવિધાઓ પર મુકાયો ભાર

ઉત્તરવાહિની પરિક્રમા 2026

લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં!: વડોદરામાં ડિગ્રી વગર દવાખાનું ચલાવતો ઝોલાછાપ ડોક્ટર પોલીસ ઝડપાયો, SOGના દરોડા

લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં!

ઇઝરાઇલ-ઇરાન સંઘર્ષની વડોદરામાં અસર: મેડિકલના વિદ્યાર્થીઓ પર 'યુદ્ધ'નો માર, ગેસની અછત સર્જાતા હોસ્ટેલમાં રસોડા બંધ

ઇઝરાઇલ-ઇરાન સંઘર્ષની વડોદરામાં અસર

મારા લગ્ન ક્યારે થશે?: આ ચિંતામાં વડોદરાના L&T ના એન્જિનિયરે જીવન ટૂંકાવ્યું, પરિવારે જુવાનજોધ દિકરો ગુમાવ્યો, શોકનું મોજું

મારા લગ્ન ક્યારે થશે?

સાવલીના લસુદ્રા નજીક શાર્પ પેટ્રોકેમમાં ગેસ લીકેજ: આસપાસના વિસ્તારમાં અફરાતફરી, જીપીસીબી અને તંત્રની કામગીરી પર સવાલ

સાવલીના લસુદ્રા નજીક શાર્પ પેટ્રોકેમમાં ગેસ લીકેજ

પ્રેમલગ્ન બાદના કકળાટથી યુવકે જીવન લીલા સંકેલી: પ્રેમલગ્ન બાદ સાસરિયાઓના ત્રાસથી કંટાળી યુવકે જીવન ટૂંકાવ્યું, VIDEO બનાવીને ઠાલવી વ્યથા

પ્રેમલગ્ન બાદના કકળાટથી યુવકે જીવન લીલા સંકેલી