Home Agriculture Farmers Agriculture News Gujarat News Local New Cm Bhupendra Patel Devlopment Projects

ખેડૂતો માટે ખુશખબર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ઐતિહાસિક નિર્ણય, ગુજરાતના લાખો ખેડૂતોને થશે મોટો ફાયદો

ખેડૂતો માટે ખુશખબર
Published by: Offbeat Team
| Last Updated: Nov 29, 2024, 11:25 AM IST

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રાજ્યના ખેડૂતોને મોટી ભેટ: વિકાસ પ્રોજેક્ટ્સમાં સંપાદિત થયેલી જમીનના જે તે સમયે ખેડૂત પ્રમાણપત્ર ન મેળવવાને કારણે ખેડૂત મટી ગયેલા ધરતીપુત્રોનાં વિશાળ હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય કરતા મુખ્યમંત્રી. સ્વાગત ઓનલાઈનમાં મળેલી ખેડૂતોની રજૂઆતો પ્રત્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પ્રો-એક્ટિવ અને પરિણામકારી અભિગમથી ત્વરિત નિર્ણય લેવાયો.


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સ નિર્માણમાં જેમની બધી જ જમીનો સંપાદિત થઈ હોય તેવા ખેડૂતોના વ્યાપક હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આવા પ્રોજેક્ટ્સમાં જેમની તમામ જમીનો સંપાદિત થઈ ગઈ હોય અને જે તે સમયે ખેડૂત પ્રમાણપત્ર ન મેળવવાને કારણે ખેડૂત મટી ગયા હોય તેવા ખેડૂતોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ સ્વાગત ઓનલાઈન જનફરિયાદ નિવારણના રાજ્ય સ્વાગતમાં તેમના આ પ્રશ્નની રજૂઆત કરી હતી.  


મુખ્યમંત્રીએ સ્વાગતમાં રજૂ થતાં આવા જનહિતકારી પ્રશ્નોના ત્વરિત નિવારણનો અભિગમ અપનાવ્યો છે. આ હેતુસર તેઓ લાંબા ગાળાના પ્રશ્નોના ઝડપી નિવારણ માટે સંબંધિત વિભાગોને પણ પ્રો-એક્ટિવ એપ્રોચ માટે માર્ગદર્શન આપતા રહે છે. તેમણે ખેડૂતોની સ્વાગત ઓનલાઈનમાં મળેલી રજૂઆતો અંગે સાનુકુળ અને પોઝિટીવ વ્યુ અપનાવીને આ પડતર રહેલા પ્રશ્નનું ત્વરાએ નિવારણ લાવી દીધું છે. 

તદ્અનુસાર, રાજ્યમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સમાં જે ખેડૂતોની તમામ જમીન સંપાદિત થઈ હોય તેવા ખેડૂતોને ખેતીની જમીન ખરીદવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે રાજ્ય સરકારે તા.૨૬/૧૨/૨૦૦૮ના ઠરાવથી એવું સૂચવ્યું છે કે આવા ખેડૂતોને ખેડૂત પ્રમાણપત્ર સંબંધિત કલેકટર અથવા અધિકૃત અધિકારી આપી શકે છે. આવું પ્રમાણપત્ર મળ્યાની તારીખથી ત્રણ વર્ષમાં જમીન ખરીદવાની જોગવાઈઓ પણ અમલમાં છે. જે ખેડૂતોની તમામ જમીન સંપાદિત થઈ ગઈ હોવા છતાં પ્રમાણપત્રના અભાવે બિન ખેડૂત બન્યા હોય તેવા ખેડૂતોના  વિશાળ હિતમાં ખેડૂત પ્રમાણપત્ર મેળવવાની સુલભતા કરતી એક તક આપવા મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે વધુ એક હિતકારી નિર્ણય કરીને તે અંગેનો ઠરાવ પ્રસિદ્ધ કરવાના દિશા નિર્દેશો આપ્યા છે. 


મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર તા.૦૧/૦૫/૧૯૬૦થી એટલે કે ગુજરાતના અલગ રાજ્ય તરીકેના સ્થાપના કાળથી વિવિધ પ્રોજેક્ટ્સમાં ખેડૂતોની તમામ જમીન સંપાદિત થઈ હોય અને જે તે સમયે ખેડૂત પ્રમાણપત્ર મેળવી ન શક્યા હોય તેવા ખેડૂતો રાજ્ય સરકાર દ્વારા આ ઠરાવ પ્રસિદ્ધ થયાના એક વર્ષમાં પ્રમાણપત્ર મેળવવા માટે સંબંધિત કલેકટર સમક્ષ અરજી કરી શકશે. આવી અરજી મળ્યા પછી સંબંધિત કલેકટર દ્વારા જાતે ખરાઈ કરીને ખેડૂત પ્રમાણપત્ર ઇસ્યુ કરવામાં આવશે. એટલું જ નહીં, આવું પ્રમાણપત્ર મળ્યાના ત્રણ વર્ષમાં જે તે ખેડૂતને જમીન ખરીદી કરી લેવાની રહેશે. 


રાજ્યના જે ખેડૂતોની જમીનો પ્રોજેક્ટ્સમાં સંપાદિત થઈ છે પરંતુ જે તે વખતે એ ખેડૂત પ્રમાણપત્ર મેળવી ન શકેલા ખેડૂતો કે જે ખેડૂત મટી ગયા છે તેમને મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણયના પરિણામે ખેતી કરવાનું પ્રોત્સાહન મળશે. આ ઉપરાંત જે ખેડૂત પોતાનાં ખાતાના સર્વે નંબર પૈકી બચત રહેલો એક માત્ર સર્વે નંબર બિનખેતી કરાવે તેના કારણે ખેડૂત મટી જતા હતાં. આવા કિસ્સામાં ખેડૂત પ્રમાણપત્ર મેળવવાની કોઈ જોગવાઈ ન હોવાના કારણે ખેતીની જમીન ખરીદવામાં તેઓ મુશ્કેલી અનુભવતા હતા. એવી રજૂઆતો મુખ્યમંત્રીશ્રી સમક્ષ અવારનવાર ખેડૂતો દ્વારા આવી હતી. 


આવી રજૂઆતોના સંદર્ભમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે એવો નિર્ણય કર્યો છે કે, હવે પછી પોતાની ખેતીની જમીનનો છેલ્લો સર્વે નંબર પણ બિનખેતી થયા બાદ કોઈ ખેડૂત, ખેડૂત પ્રમાણપત્ર માંગે તો આવી જમીન બિનખેતી થયા બાદ એક વર્ષમાં ખેડૂત પ્રમાણપત્ર આપવાનું રહેશે. ખેડૂતે આ પ્રમાણપત્રની તારીખથી બે વર્ષમાં જમીન ખરીદી કરવાની રહેશે. આ અંગેનો ઠરાવ પ્રસિદ્ધ થયાના એક વર્ષ પહેલાંથી આ પ્રકારે બિન ખેડૂત થયેલા અરજદારોને પણ આ નિર્ણયનો લાભ મળશે. 





Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

Agriculture; કમોસમી વરસાદથી પાકને બચાવવો હોય તો એક જ વિકલ્પ છે: ગુજરાતના દરેક ખેડૂતો જાણી લેજો કૃષિ વિભાગની આ ગાઈડલાઈન

Agriculture; કમોસમી વરસાદથી પાકને બચાવવો હોય તો એક જ વિકલ્પ છે

ભીંડાની ખેતી કરીને બનો ધનવાન!: 40 દિવસમાં જ લાખોની કમાણી! જાણો કેવી રીતે બનશે નફાકારક

ભીંડાની ખેતી કરીને બનો ધનવાન!

ગુજરાતમાં માવઠાની આફત! 55 કિમીની ઝડપે ફૂંકાશે પવન અને ધમરોળશે વરસાદ!: અંબાલાલ પટેલની મોટી આગાહી

ગુજરાતમાં માવઠાની આફત! 55 કિમીની ઝડપે ફૂંકાશે પવન અને ધમરોળશે વરસાદ!

એલોવેરાની ખેતીથી કરોડોની કમાણી!: પાણી ઓછું, જોખમ નહીં, નફો અનેકગણો! જાણો ખેતીના રહસ્યો અને ટિપ્સ

એલોવેરાની ખેતીથી કરોડોની કમાણી!

બટાકાના ભાવ ઘટતા ખેડૂતો મુશ્કેલીમાં: ભાવ તળિયે અને કોલ્ડ સ્ટોરેજમાં જગ્યા નથી, કિસાન સંઘની સરકારને રજૂઆત

બટાકાના ભાવ ઘટતા ખેડૂતો મુશ્કેલીમાં

ખેડૂતો માટે સોનાની ખાણ!: કેળાની ખેતીથી લાખો કમાઓ! જાણો ખેતીના ગોલ્ડન રહસ્યો

ખેડૂતો માટે સોનાની ખાણ!

જાસુદના ફૂલ ઉગાડીને બનો લખપતિ!: ઘરે બેઠા થશે કમાવવાની ઉત્તમ તક! જાણો કેવી રીતે કરવી ખેતી

જાસુદના ફૂલ ઉગાડીને બનો લખપતિ!

ગુજરાત બજેટ 2026-27: રેશનકાર્ડ ધારકો માટે 'ગ્રેઇન ATM' અને 'ડિજિટલ કૂપન'; જાણો અન્ન પુરવઠા વિભાગની મોટી જાહેરાતો

ગુજરાત બજેટ 2026-27

ખેડૂતો માટે નવી સોનેરી તક!: આ ચમત્કારિક ફળની ખેતી બનાવશે રાતારાત કરોડપતિ! જાણો ખેતી વિશે સંપૂર્ણ માહિતી

ખેડૂતો માટે નવી સોનેરી તક!

ઘેડ પંથકના ખેડૂતોનું ચમકશે નસીબ: અર્જુન મોઢવાડિયાએ જાહેર કરી ₹1534 કરોડની મેગા યોજના!

ઘેડ પંથકના ખેડૂતોનું ચમકશે નસીબ
Play Video

ખેડૂત મિત્રો માટે ખુશખબર!: આજે આવશે PM-Kisanનો 22મો હપ્તો, 9 કરોડથી વધુ ખેડૂતોને મળશે સીધો લાભ

ખેડૂત મિત્રો માટે ખુશખબર!

ખેડૂતોની જીત! ભાવનગરના મેથાળા બંધારાનો પ્રશ્ન ઉકેલાયો: 10 ગામોની 6550 હેક્ટર જમીનને મળશે સિંચાઈનું પાણી- મંત્રી અર્જુન મોઢવાડિયા

ખેડૂતોની જીત! ભાવનગરના મેથાળા બંધારાનો પ્રશ્ન ઉકેલાયો

ખેડૂતો માટે સુવર્ણ તક!: માર્ચમાં વાવો શાકભાજીની આ અદ્ભુત જાતો- ઉનાળામાં થશે પૈસાના ઢગલા! જાણો રેકોર્ડ કમાણીનું રહસ્ય!

ખેડૂતો માટે સુવર્ણ તક!

ખેડૂતો માટે જેકપોટ!: મકાઈની આ જાતો બનશે નોટો છાપવાનું મશીન! ટૂંકો સમય, મોટી ઉપજ, જાણો કમાણીનું રહસ્ય

ખેડૂતો માટે જેકપોટ!

ડીસાના ડાવસ ખાતે બનશે ગુજરાતની પ્રથમ હાઇટેક નર્સરી: વૈજ્ઞાનિક પદ્ધતિથી થશે દુર્લભ બીજનું જતન, સીડ બેંક અને પ્રોસેસિંગ યુનિટથી વનીકરણને મળશે નવો વેગ

ડીસાના ડાવસ ખાતે બનશે ગુજરાતની પ્રથમ હાઇટેક નર્સરી

ખેડૂતો માટે સોનાની ખાણ!: દૂધીની આ જાતો બનાવશે માલામાલ! જાણો શા માટે ખૂબ ફાયદાકારક

ખેડૂતો માટે સોનાની ખાણ!

યુદ્ધની લપેટમાં ભારતીય ખેતી: યુરિયા-DAP ભાવમાં તીવ્ર ઉછાળો, ખેડૂતોની ચિંતા વધી

યુદ્ધની લપેટમાં ભારતીય ખેતી

ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીની ક્રાંતિ: લોકભવન ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીનું મોટું નિવેદન

ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીની ક્રાંતિ

Miracle Man: માત્ર 5 ચોપડી પાસ ‘મિરેકલ મેન’ દિપક પટેલે પશુપાલકોની આવક જબરદસ્ત વધારી દીધી! જાણો કેવી રીતે?

Miracle Man

Gardening Tips: શું તમારા છોડના પાંદડા સુકાય છે? ફૂલ નથી આવતાં? બદલાતા હવામાનમાં બગીચાને આ રીતે રાખો હર્યો-ભર્યો

Gardening Tips