Home International Farmer Protest On Shambhu And Khanauri Borders Will Talk To Central Government Shivraj Singh Chouhan

22 ફેબ્રુઆરીએ ખેડૂતોની કેન્દ્ર સાથે બેઠક : શિવરાજસિંહ ચૌહાણ પણ રહેશે હાજર

22 ફેબ્રુઆરીએ ખેડૂતોની કેન્દ્ર સાથે બેઠક
Published by: OBS Bureau
Last Updated: Feb 20, 2025, 03:48 AM IST

દિલ્લીમાં શંભુ અને ખાનૌરી બોર્ડર પર આંદોલન કરી રહેલા ખેડૂત સંગઠનો અને કેન્દ્ર સરકારના પ્રતિનિધિઓ વચ્ચે 22 ફેબ્રુઆરીના રોજ ચંદીગઢમાં મહાત્મા ગાંધી સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન ખાતે બેઠક યોજાશે. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ આ બેઠકમાં ભાગ લેશે.

છેલ્લી બેઠકમાં કોઈ નિર્ણય લેવામાં નહોતા આવ્યો

શુક્રવારે સંયુક્ત કિસાન મોરચા અને KMMના 28 ખેડૂત નેતાઓએ ચંદીગઢમાં કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી સાથે બેઠક કરી હતી, જેમાં MSP સહિત 11 મુદ્દાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ત્રણ કલાક સુધી ચાલેલી આ બેઠકનું કોઈ પરિણામ આવ્યું નથી. ખેડૂતોએ ચેતવણી આપી હતી કે કેન્દ્ર સરકારે MSP ગેરંટીની માંગને હલકામાં ના લેવી જોઈએ.

કેન્દ્રીય મંત્રીએ ખેડૂતોની માંગણીઓ સાંભળી

ખેડૂતો 13 ફેબ્રુઆરી, 2024થી પંજાબ-હરિયાણાની શંભુ અને ખાનૌરી બોર્ડર પર આંદોલન કરી રહ્યા છે, જેમાં અન્ય માંગણીઓ સાથે MSPVR બાંયધરી આપતા કાયદાની માગ કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી અને ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલે કહ્યું હતું કે 14 ફેબ્રુઆરીએ થયેલી બેઠક સકારાત્મક હતી. પ્રહલાદ જોશીએ કહ્યું કે તેમણે ખેડૂત નેતાઓની માગણીઓ સાંભળી અને બજેટમાં તેમના માટે લેવામાં આવેલા નિર્ણયો સમજાવ્યા.

વાતચીતથી તમામ સમસ્યાઓનું સમાધાન થઈ શકે છેઃ ખેડૂત નેતા

ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલે કહ્યું, "અમે વાતચીત દ્વારા તમામ મુદ્દાઓ ઉકેલવા માંગીએ છીએ, પરંતુ સરકારનો અભિગમ યોગ્ય હોવો જોઈએ. અગાઉ હરિયાણા સરકારે ટ્રેક્ટર સાથે દિલ્લી જવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો, ત્યારબાદ 101 ખેડૂતોનો સમૂહ દિલ્લી જવા રવાના થયો હતો. જોકે, હરિયાણા પોલીસે તેમને શંભુ બોર્ડક પર અટકાવ્યા હતા. પોલીસે ટીયર ગેસના શેલ પણ છોડ્યા હતા.

ખેડૂતોની માગણીઓમાં MSP પર કાયદાની ગેરંટી, ડૉ. સ્વામીનાથન કમિશનના અહેવાલ મુજબ ભાવ નક્કી કરવા, ખેડૂતો અને ખેત મજૂરોની લોન માફી વગેરેનો સમાવેશ થાય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
દીપડા પણ જેનાથી ડરે છે! જાણો આ અનોખા પ્રાણી વિશે
અમેરિકા એકલું પડ્યું!
ઇઝરાયલમાં પેલેસ્ટાઈની ગુનેગારોને હવે સીધી મોતની સજા
Play Video
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ
ઈરાન સામેની જંગમાં નવો વળાંક