Home Gujarat Fans In Surat Went Wild To See Amitabh Bachchan

Amitabh Bachchan ને જોવા સુરતમાં ફેન્સ બન્યા બેકાબૂ! : કાચનો દરવાજો તૂટ્યો, ભારે અફરાતફરી

Amitabh Bachchan ને જોવા સુરતમાં ફેન્સ બન્યા બેકાબૂ!
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jan 10, 2026, 04:55 AM IST

Amitabh Bachchan : સુરતના પાલ વિસ્તારમાં બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન ની એક ઝલક મેળવવા માટે ચાહકો બેકાબૂ બન્યા હતા. ઉદ્યોગપતિના ઘરે યોજાયેલા એક ખાનગી કાર્યક્રમમાં બિગ બી હાજર રહેવાના સમાચાર મળતા જ મોટી સંખ્યામાં ફેન્સ ત્યાં એકત્ર થયા હતા. અમિતાભ બચ્ચન ને જોવા માટે ફેન્સમાં એવો ક્રેઝ જોવા મળ્યો કે ભીડ નિયંત્રણ બહાર જઈ ભારે અફરાતફરી સર્જાઈ હતી.

બીગ બીની એક ઝલક માટે ફેન્સ બેકાબૂ

બિગ બીને જોવા માટે ઉમટેલી ભીડ કાબૂમાં ન રહેતા પાલ વિસ્તારમાં આવેલી કાસા રિવેરા ઇમારતના કાચના દરવાજાને ભારે નુકસાન પહોંચ્યું હતું. ભીડના ધક્કામુક્કીમાં કાચનો દરવાજો તૂટી ગયો હતો. અમિતાભ બચ્ચન ની માત્ર એક ઝલક મેળવવા માટે લોકો ધક્કા મારતા આગળ વધતા નજરે પડ્યા હતા. ભીડ અચાનક વધી જતા સુરક્ષા વ્યવસ્થા માટે પણ મુશ્કેલી સર્જાઈ હતી. બિગ બીને જોવા ફેન્સ એટલા ક્રેઝી બન્યા હતા કે જાહેર વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. ઘટનાને પગલે થોડા સમય માટે સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો.

કાસા રિવેરાનો કાચનો દરવાજો તૂટી ગયો

ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચન સુરતમાં એક ઉદ્યોગપતિના ઘરે યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા. જોકે તેમના આગમનના સમાચાર ફેલાતાં જ ફેન્સની ભારે ભીડ ઉમટી પડી અને સ્થિતિ કાબૂ બહાર ગઈ હતી. સદભાગ્યે કોઈ મોટી જાનહાનિ થયાની માહિતી નથી, પરંતુ આ ઘટનાએ બિગ બીની લોકપ્રિયતા ફરી એકવાર સાબિત કરી દીધી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now