Home Gujarat Fake Psi Caught From Ahmedabad

અમદાવાદમાંથી નકલી PSI ઝડપાયો : પોલીસ સ્ટેશનમાં ફોન કરી તપાસ અંગે મેળવી માહિતી, શંકા જતા ફૂટ્યો ભાંડો

અમદાવાદમાંથી નકલી PSI ઝડપાયો
Published by: OBS Bureau
Last Updated: Dec 20, 2025, 06:59 AM IST

Ahmedabad Fake PSI : અમદાવાદમાં પોલીસ અધિકારી બનીને લોકો સાથે વાતચીત કરતો નકલી PSI ને યુનિવર્સિટી પોલીસે ઝડપી પાડ્યો છે. તરુણ બ્રહ્મભટ્ટ નામના યુવકે પોતાને PSI તરીકે ઓળખાવી પોલીસ સ્ટેશનમાં ફોન કરી એક વ્યક્તિની તપાસ અંગે ખોટી માહિતી આપી હતી, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી.

તપાસ દરમિયાન થયો મોટો ખુલાસો

પ્રાપ્ત માહિતી મુજબ, આરોપીએ પોલીસ સ્ટેશનમાં ફોન કરીને પોતે PSI હોવાનું જણાવી એક અમદાવાદના યુવક વિશે માહિતી આપી હતી અને આરોપ લગાવ્યો હતો કે તે યુવક તેની પત્નીને અશ્લીલ મેસેજ મોકલી રહ્યો છે. ફોન પર થયેલી વાતચીત દરમિયાન પોલીસ કર્મચારીને શંકા જતા સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી હતી.

તરુણ બ્રહ્મભટ્ટ સામે ગુનો દાખલ

શંકાના આધારે આ બાબતની તપાસ મહેસાણા જિલ્લા પોલીસ પાસે કરાવવામાં આવી હતી. તપાસ દરમિયાન ખુલાસો થયો કે PSI રાઠોડ નામનો કોઈ અધિકારી મહેસાણા જિલ્લા પોલીસમાં કાર્યરત નથી. આથી સ્પષ્ટ થયું કે ફોન કરનાર વ્યક્તિ નકલી PSI છે. આ સમગ્ર મામલો સામે આવતા યુનિવર્સિટી પોલીસે તરુણ બ્રહ્મભટ્ટ સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી છે. વધુ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપી વિરુદ્ધ અગાઉ પણ ચાર ગુનાઓ નોંધાયેલા છે, જેનાથી આરોપીની ગુનાહિત ભૂમિકા વધુ ગંભીર બની છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now